________________
૩૨૬ ]
ઉત્તમ સંવ વિક્વરિત ગના:- Uતમm a massa .
[ સિદ્ધાન્તકાડ ભ૦ ગી- અ. ૬/૬ જે આ યોગને માર્ગ મેં તને બતાવેલો છે, તેને તું આશ્રય કર; કારણ કે, યોગની પ્રાપ્તિ થવાને માટે કર્મ એ કારણે એટલે સાધન છે. તે કમ એટલે (1) આ સર્વ આત્મસ્વરૂપ છે એ રીતના સર્વાત્મભાવરૂપ
ધા (૨) આત્મામાં કાંઈ કદી ઉત્પન્ન જ થયેલું નથી એવા પ્રકારના નિઃશેષભાવરૂપ છે. આ બે પૈકી ગમે તે એકની દડ નિશ્ચય વડે નિઃશંક થઈ શુદ્ધ અંતઃકરણથી અભ્યાસ કરે એ જ કર્મનું અંતિમ રહયું છે. તાત્પર્ય કે, જ્યાંસુધી ધ્યેયની પ્રાપ્તિ થયેલી હોતી નથી ત્યાં સુધી તે મુનિને માટે આ સર્વ (ચરાચર) આત્મરૂપ છે કિવા આત્મામાં કાંઈ ઉત્પન્ન જ થયેલું નથી, એવા પ્રકારનો અભ્યાસ કરવારૂપ કર્મ એ કારણ વા સાધન છે, તથા તે સાધનાની પૂર્ણતા થઈ ઐક્ય પ્રાપ્ત થાય એવા યોગમાં આરૂઢ એટલે સ્થિર થયેલા. યોગીને માટે શમ એટલે મનને સંપૂર્ણ વિલય થવારૂપ શાંતિ એ જ એક કારણ છે, એમ જાણુ.
यदा हि नेन्द्रियार्थेषु न कर्मस्वनुषजते । सर्वसङ्कल्पसन्यासी योगारुढस्तदोध्यते ॥ ४ ॥
યોગારૂઢ કોણ?
શ્રીકૃષ્ણ ભગવાન આગળ કહે છેઃ હે અર્જુન ! અત્યારસુધી તને આત્મપ્રાપ્તિ માટે જે શાસ્ત્રશદ્ધ માર્ગો છે તે બધા કહ્યા અને આગળ પણ કહેવામાં આવશે. તે સર્વને ઉદ્દેશ એટલો જ છે કે, તું બુદ્ધિમાન હોવાથી આ માર્ગો પૈકી પ્રસ્તુત પ્રસંગે તારે માટે કયો માર્ગ ઉચિત છે, તેનું તું પોતે પણ તારતમ્ય (સાર) કાઢી શકે; વળી હું તે તારા પ્રશ્ન પ્રમાણે આ સમયને માટે તારે યુદ્ધ કરવું જ ઉચિત છે એવું તને વખતોવખત કહી રહ્યો છું, પરંતુ એ યુદ્ધ કાર્ય તું આ સર્વ આત્મરૂપ છે એવા પ્રકારે કેવળ અપરોક્ષ અનુભવયુક્ત સર્વાત્મભાવના નિશ્ચયથી આત્મામાં સ્થિર થયેલી બુદ્ધિ વડે કર, એટલો જ મારો કહેવાનો આશય છે; કારણ કે, જ્યાં સુધી આત્મસાક્ષાત્કારરૂપ યની સિદ્ધિ થયેલી હોતી નથી ત્યાંસુધીને માટે આ સર્વ આત્મરૂપ છે એવા પ્રકારના સર્વાત્મભાવરૂપ કર્મોને કિંવા નામરૂપાદિનો વિલય કરીને આ હું નથી ઇત્યાદિ પ્રકારે હું સહ સર્વાને વિલય કરવારૂપ નિઃશેષભાવરૂપ કર્મોનો આશ્રય લીધા વગર છૂટકો જ નથી, સારાંશ એ કે, આ બે પિકી ગમે તે એક કર્મને આશ્રય સાધકને કરવો જ પડે છે અને તે કર્મને જ યોગ કહે છે. તારે માટે આ સમયે આ સર્વ આત્મરૂપ છે એવી રીતે સર્વાત્મભાવનાને અભ્યાસક્રમ અથવા યોગ જ વધુ સરળ અને ઉચિત હોવાથી તને તે ધોરણે કર્મ અથવા યોગ કરવા માટે વારંવાર કહેવામાં આવેલું છે, તે તું ભૂલીશ નહિ. આ પ્રમાણે વિદ્યુત વિચાર વડે જેને આત્માનું પરોક્ષજ્ઞાન પ્રાપ્ત થયું હોય તેને માટે યોગરૂપ કર્મ જ કારણ છે, અને તેને જ આરુરુક્ષ કહે છે, તથા આ યોગરૂપ કર્મનું રહસ્ય સમજી તેને નિત્યપ્રતિ અભ્યાસ કરી અપરોક્ષાનુભવ પ્રાપ્ત કરનારો તે યુગમાં આરુઢ થયેલો છે એમ સમજવું; અને તેને માટે શમ એ કારણરૂપ છે. અંતઃકરણમાંથી આત્મા વિના બીજા કોઈ પણ પ્રકારની વિષયાદિ વૃત્તિઓનું ઉત્થાન જ થવા નહિ પામે તેવી રીતે દક્ષતા રાખવી તે શમ કહેવાય. આ મુજબ જ્યારે ઇન્દ્રિય, તેના વિષે તથા તમામ કર્મોના સંકલ્પોને જે અંતઃકરણમાં કદી પણ ફરવા દેતા નથી તેને ગારૂઢ એટલે તે કાયમને માટે યોગમાં જ સ્થિર થયેલો છે એમ કહે છે. ભાવાર્થ એ કે, જે આત્માબતિરિક્ત અંતઃકરણમાં બીજા કોઈપણ સંક૯૫ની સ્કરણા થવા દેતો નથી અર્થાત સ્થૂલ ઈદ્રિયો, તેના વિષયો, કર્મો અને તેનાં ફળ ઇત્યાદિ પૈકી જે જે સંકલ્પની કૃતિ થવા પામે તેનું અંતઃકરણમાં ઉત્થાન થવા નહિ દેવું કિવા થતાં વેંત જ તે આત્મરૂપ છે એવા પ્રકારના
પ્રતિસંકલ્પ વડે તેને તત્કાળ દાબી દેવા એટલે કે અંતઃકરણમાં આત્મા વિના બીજા કોઈ સંકલ્પને કદી ઊઠવા જ દેતો નથી, તેવો આત્મસાક્ષાત્કારી છત્રભુજ યોગારૂઢ એટલે યોગમાં આરૂઢ થયેલો છે, એમ જાણવું.
પ્રતિસંકલ્પ કિંવા પ્રતિકલ્પના એટલે કલ્પનાને શાંત કરનારી કેઈ પણ પ્રકારની ક્રિયા; જેમકે વિચાર, વૈરાગ્ય, ત્યાગ, ભોગ, વિષયે પ્રત્યે દેશદ્રષ્ટિ રાખવી ઇત્યાદિને પ્રતિસંકલ્પ અગર પ્રતિકલ્પના કહે છે.