________________
કરનારા બધા નામના ગામના
ગીતાદહન ] નચિકેતા! હવે ત્રીજો વર માગ.
[ ૩૨૯ જિતાત્મા થવાને અભ્યાસક્રમ હે અજુન! સર્વ આત્મા જ છે, આત્મા સિવાય બીજું કાંઈ પણ નથી, મારા જે આ શત્રુઓ છે તે પણ આત્મા છે, હું પણ આત્મા છું, મારા શત્રુથી જે મારું કાંઈ અપ્રિય થાય છે તે પણ આત્મા જ છે. અપ્રિય સાધન પણ આત્મા જ છે, અપ્રિયન કરનાર પણ આત્મા જ છે, જેનું અપ્રિય થયું હોય તે પણ આત્મા છે; આ મુજબ પ્રિયને માટે પણ સમજવું. આવી સમષ્ટિ થાય તે પછી કહે કે તેણે તેનું શું કયું ગણાય ? તમામ રાગદ્વેષાદિ અવસ્થાઓ કે જે આકાશની જેમ તદ્દન કલ્પિત છે તે આ પ્રમાણેના સંકલ્પ નહિ કરવા અભ્યાસથી નષ્ટ થઈ જાય છે; તેમ જ ગમન, દર્શન ઇત્યાદિ તમામ ક્રિયાઓ પણ આત્મામાં કલ્પિત હૈઈ તે સર્વ આત્મસ્વરૂપ જ છે, એમ અનુભવમાં આવે છે. આમ આત્મા જ હું, તું, તે, આ ઇત્યાદિ સર્વ જગતાદિ દશ્યરૂપે ફુરેલો છે, તે પછી સુખીપણું અથવા દુઃખીપણું ક્યાં હેય? આત્મા આત્મામાં જ નિત્ય તૃપ્ત છે, તે બીજા કશામાં નહિ પરંતુ પોતે પિતામાં જ રહેલો છે, અને તેવો આત્મા “ હુ” પોતે જ છું. હું રૂ૫ એવા મારા આત્મામાં હુંરૂપે પણ આત્મા જ કુરી રહ્યો છે; વળી તે હું કાંઈ બીજારૂપે નથી, પરંતુ આત્મરૂપે હોવાથી આ સર્વ આત્મસ્વરૂપ એવા મારામાં જ છુરી રહેલું છે અને હું સર્વમાં ક્રુરી રહ્યો છું. ધટાદિ પણ આત્મા જ છે, પટાદિ પણ આમા જ છે તથા આ જે અનેકવિધ રૂપે જગત ફેલાયેલું ભાસે છે તે સર્વ આત્મસ્વરૂપ હોઈ તેવો જે આત્મા તે જ હું પોતે છું. જે આમ છે તો પછી મારામાં રાગદ્વેષાદિની કલ્પના કયાં રહી શકે ? વળી જન્મ મરણ ઇત્યાદિ સર્વ પણ વાસ્તવિક રજજુમાં થયેલી સર્પની ભ્રાંતિ સમાન આત્માના જ વિવર્તે છે એટલે તે પણ આત્મરૂપ જ છે. એક નામને બદલે બીજા નામથી બેલાવવું; જેમકે પાણીને તરંગ, રજજુને સર્પ કહે, તેનું નામ વિવર્ત કહેવાય,
અસ્તિ, ભાતિ, પ્રિય, નામ તથા રૂ૫ આત્મરૂપ છે આ રીતે જ્યારે સર્વ આત્મા જ છે, ત્યારે બીજી ખોટી કલ્પનાઓ શા માટે કરવી જોઈએ? જેમ સમુદ્રમાં ગમે તેટલા તરંગે હેાય તે પણ તેમાં પાણી વગર બીજું કાંઈ છે જ નહિ અને તે બધા પાણીથી ભિન્ન પણ નથી, તેમ આ હુંપણમાં અને તુંપણમાં આત્મા કિંવા બ્રહ્મ સિવાય બીજું કાંઈ છે જ નહિ. જેમ વાસ્તવિક રીતે તો પાણીમાં તરંગો છે જ નહિ, તેમ ખરી રીતે જોતાં આત્મામાં પણ હું, તું, તે, આ ઇત્યાદિપણું કે તે બધાનું સાક્ષીપણું છે જ નહિ. જેમ પાણીમાંની ભમરી(ચકરી)ને નાશ થાય કિવા ઉત્પત્તિ થાય તો પણ તેમાં પાણુ સિવાય બીજું કાંઈ હેતું નથી, તેમ આત્મામાં પણ જન્મમરણાદિ કાંઈ છે જ નહિ અને જે છે એવું ભાસે છે, તે પણ જેને ભાસી રહ્યું છે તે સહિત આત્માથી અભિન્ન છે. આ પ્રમાણે જ્યારે અદ્વૈતભાવનાનો ઉદય થાય ત્યારે જ તમાં રસહીનતા જણાઈ પુરુષને વૈરાગ્ય ઉત્પન્ન થાય છે અને તેમ થાય ત્યારે જ “હું દેહ નથી” એમ સ્પષ્ટ રીતે જાણવામાં આવે છે, તથા આ મુજબ આમભાવને ઉદય થવાથી મિથ્યા અભિમાનમાંથી પુરુષ નિવૃત્ત થાય છે. “હું આત્મા જ છું” એવી ભાવનાનો ઉદય થવાથી તેવા દ્રઢ નિશ્ચય તથા અભ્યાસ વડે સત્યસ્વરૂપમાં લીન થઈ જવાય છે. હું આત્મા છું' એવું અખંડ રીતે અનુસંધાને થતાં “હું ” તથા “તું” પણ વગેરેને બાધ થઈ અસ્તિ, ભાતિ, પ્રિય, નામ તથ રૂપ એ જગતમાં રહેલાં પાંચે અંશો આત્મસ્વરૂપ જ છે, એવી દઢ પ્રતીતિ થાય છે.
જિતાત્મા કે? આ સર્વ જગત સત્ય એવા આત્મસ્વરૂપ જ છે; તેથી મોહ, દુઃખ, કર્મો કે તૃષ્ણ વગેરે કાંઈ પણ છે જ નહિ અને હું તે તેવા પ્રકારનો આત્મસ્વરૂપ હેવાથી સમ છું, સ્વછ છું અને શોકથી તદ્દન રહિત છું કલ્પનારૂપ કલંકથી રહિત, નિર્દોષ અને સર્વરૂપ છું. આત્મસ્વરૂપ એ હું કાંઈ છોડતા પણ નથી અને કાંઈ ઇચ્છતે પણ નથી. રુધિર, માંસ, હાડકાં સહ આખું શરીર પણ આત્મસ્વરૂપ એ હું જ છું; ચેતન્ય પણ હું જ છું; ચેતના આપનાર તથા આપવાનું સાધન પણ હું જ છું; સ્વર્ગ, આકાશ, દિશા, સુર્ય, પૃથ્વી
નામ નરક કામ
-
* -
* *
*
* * *
*
*
*
*