________________
૩૨૦]
મૃત્યુવારા પુરતઃ વળા- [ સદ્ધાન્તકાડ ભ૦ ગીવ અ૦ ૬/૧ બહારના બહાર રહેવા દઈ તેને અંતરમાં સહેજ પણ સ્પર્શ થવા નહિ દેતાં જે પુરુષ હંમેશ નિસંગ એવા એક આત્મામાં જ ત થયેલું હોય છે, જેને અંતરમાં મેક્ષ સિવાય બીજી કોઈ ઇચ્છા હતી જ નથી, તેવા પ્રાણોપાસક ગીએ પ્રાગપાનનો વિરોધ કરી તેને કુંભક વા ભકતીમાં સ્થિર કરેલા છે તથા નેત્રને પણ અંદરથી ભ્રકુટીમાં જ સ્થિર કરી, તમામ ઈદ્રિયો, મન અને બુદ્ધિ વગેરે સર્વને જે કેવળ એક આત્માકાર યુક્તિ વડે જીતેલાં છે, હંમેશ આત્મામાં જ નિમમ હોવાને લીધે ઈછા, ભય અને ક્રોધ વગેરેને પ્રવેશ થવા માટે જેમાં અવસર જ નથી, તેવા મુનિ હંમેશને માટે મુકત જ છે, એમ સમજવું; માટે હે અજુન ! સર્વ પ્રાણીમાત્રનું ભલું કરનારે, સર્વ પ્રકારના યજ્ઞ અને તપનો ભોક્તા *મહેશ્વર એવો જે હું તે તે આમાં વા બ્રહ્મ (વૃક્ષાંક ૧) છે, એ મુજબ આત્મરૂપ એવા મને જે જાણે છે, તે જ ખરેખર શાંતિને પામે છે.
અધ્યાય ૬
શ્રીમળવાનુવાદअनाभृितः कर्मफलं कार्य कर्म करोति यः। . स सन्यासी च योगी च न निरग्निर्न चाक्रियः ॥१॥
ખરે સંન્યાસી અને યોગી ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે, હે અર્જુન ! ખરે સંન્યાસી તે તે જ છે કે, જે કર્મફળના આશ્રય વગર વ્યવહારમાંચનાં ઉચિત કાર્યો અને શાસ્ત્રવિહિત કર્મો સમાન ભાવના વડે કરે છે. ગી પણ તે જ કહેવાય; નહિ કે કેવળ નિરગ્નિ એટલે અગ્નિહોત્ર અથવા યજ્ઞયાગાદિ શાસ્ત્રવિહિત કર્મોને છોડી દેનારે અથવા તો તદ્દન આયિ એટલે સર્વ પ્રકારની કેવળ બાહ્ય ક્રિયાઓ છોડીને સ્વસ્થ રહેનારો. ભગવાન અને સંન્યાસી અને યોગી કોને કહેવા તેનું સ્પષ્ટીકરણ કરી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે, હે અર્જુન! સંન્યાસ અને વેગનું લક્ષણ અત્યાર સુધી મેં તને ઘણી વખતે કહેલું છે, છતાં દઢતાને માટે ફરીથી કહું છું, તે તું લક્ષપૂર્વક સાંભળ. આમ ફરી ફરીને કરવાનું કારણ ફકત એટલુ જ છે કે, વ્યવહારમાં જેને લાકા કમ સમજે છે કર્મા પણ નથી અને તેઓ જેને સંન્યાસ માને છે તે સાચો સંન્યાસ પણ નથી. વિષયવાસનાઓના ઉપભોગને માટે કેવળ પશુવૃત્તિનો આશ્રય કરી રહેલા જેઓ પોતાની આ પશુવૃત્તિ છોડવા તૈયાર હોતા નથી એવા કેટલાક મઠો પોતાની અંદરખાને રહેલી વ્યાવહારિક વિષયલોલુપતાને છુપાવવાને માટે શાસ્ત્રમાં કર્મ કરવાનું જ કહ્યું છે, વ્યવહાર છોડવાથી શું થાય? એ રીતે પોતાને અનુકૂળ એવા શાસ્ત્રના મનસ્વી અર્થો કરી એ મોહજાળમાં ફસાવી, જાણે કે, પોતે મોટા મહાત્મા હાય ! એવા પ્રકારનું મિથ્યા અભિમાન સેવે છે. પરંતુ પોતાની દાંભિક્તા અથવા ઢોંગી પણાનું પોષણ કરનારા આ દુરાગ્રહીઓ અંતે પોતાના અનુયાયીઓ સહ અધોગતિને જ પામે છે, તેમ જ કેટલાક તો વગર સમયે દુરાગ્રહથી સંન્યાસને નામે પિતાને સ્વાર્થ સાધી લે છે. આમ બંને પ્રકારના સ્વાર્થ સાધુઓ કેવળ ઢોંગીઓ જ છે. તે કઈ પ્રકારની મૂર્ખતાને દુરાગ્રહ તારામાં ઘુસી જવા ન પામે એટલા માટે હે અર્જુન ! તને સંન્યાસ, કર્મ વગેરેનું સાચું રહસ્ય વારંવાર સમજાવી રહ્યો છું; કેમકે આ રહસ્ય સારી રીતે તારા જાણવામાં નહિ આવે છતાં દુરાગ્રહથી “તે મારા સમજવામાં આવ્યું છે” એવા પ્રકારનું તારામાં જે ખાટું અભિમાન ઘૂસી જવા પામશે તો તે અનર્થાવહ નીવડે છે. માટે કર્મ, સંન્યાસ, યોગ, જ્ઞાન, બ્રહ્માર્પણ ઇત્યાદિનું રહસ્ય ઘણું સૂમ હોવાથી પ્રથમતઃ તે તેને સારી રીતે જાણવાની ખાસ જરૂર છે. આ સંબંધે શાસ્ત્રમાં આ પ્રમાણેનું વિવેચન છે. - જે વૃક્ષાંક ૨ ને સાક્ષી છે ઈશ્વર, તથા વૃક્ષાંક ૧ને આત્મા, બહા, મહેશ્વર, તત વગેરે સંજ્ઞાઓ છે. વધુ માટે વા જ કિરાણા ૩૬ પાન ૯૭થી ૧૦૦ જાઓ આથી મહેશ્વરને અર્થ આત્મા છે,