________________
૩૧૮ ] ૨ પ્રર્વ વિદ્રાચિનતે નાતના [ સિદ્ધાન્તકાડ ભ૦ ગીવ અવ પ/ર૯
शक्नोतीहैव यः सोढुं प्राक्शरीरविमोक्षणात् । कामक्रोधोनवं वेगं स युक्त स सुखी नरः ॥ २३ ॥
આત્મયુક્ત જ ખરે સુખી છે. ભગવાન કહે છેઃ હે અર્જુન ! આ પ્રમાણેનું જ્ઞાન પ્રાપ્ત કરીને એટલે વિષયજન્ય સુખદુઃખાદિ તે આત્માથી ભિન્ન એવા બીજાના એટલે કે, ઇન્દ્રિયો તથા તેના વિષયોના વેગથી ઉત્પન્ન થનારા છે, પરંતુ બહુ તો આત્મરૂપ છું,” મારામાં બીજાપણાના અંશને કદાપિ સંભવ જ નથી, એમ સમજીને ઇંદ્રિયો તથા તેના વિષયોથી તદન અલિપ્ત થઈ શરીર છૂટે તે પહેલાં અર્થાત મૃત્યુ આવતાં પહેલાં આ કામ ક્રોધાદિ વડે ઉપજેલા વેગને આ સર્વ આત્મસ્વરૂપ છે એવી એક નિશ્ચળ ભાવના વડે અંતઃકરણમાં ઉત્પન્ન થવા નહિ દેતાં તેને અત્રે જ સહન કરવાને જે શક્તિમાન હોય છે, તે જ ખરો યુક્તિવાળે છે, એમ સમજ, અર્થાત અંતઃકરણમાં વૃત્તિનું ઉત્થાન થવા નહિ પામે તથા થાય તો તે આત્મસ્વરૂપ છે એવા પ્રકારની એક નિશ્ચળ ભાવના વડે તેને તુરત દાબી દેવામાં તત્પર એવો આત્મયુકત પુરુષ જ ખરેખર સુખી છે.
योऽन्तःसुखोऽन्तराग़मस्तथान्तज्योतिरेव यः । स योगी ब्रह्मनिर्वाणं ब्रह्मभूतोऽधिगच्छति ॥ २४ ॥ लभन्ते ब्रह्मनिर्वाणमुषयः क्षीणकल्मषाः । छिन्नधा यतात्मानः सर्वभूतहिते रताः ॥ २५ ॥ कामक्रोधवियुक्तानां यतीनां यतचेतसाम् । अभितो ब्रह्मनिर्धागं वर्तते विदितात्मनाम् ॥ २६ ॥
બ્રહ્મનિર્વાણ કોણ પામી શકે? આ રીતના આત્મજ્ઞાન વડે જે નિત્યપ્રતિ અંતરમાં સુખી છે, અંતરમાં જ જેણે આરામ કર્યો છે તથા જેના અંતરમાં આત્મરૂપ તિને પ્રકાશ થઈ તે ચરાચરમાં સર્વત્ર પ્રસરી રહેલો છે એવા અંતરમાં પ્રકાશવાળા, આત્મજ્યોતિરૂ૫ બનેલો એટલે બ્રહ્મસ્વરૂપ થયેલો યોગી પરમ નિર્વાણ અર્થાત બ્રહ્મસ્વરૂપમાં લીન થઈ જવારૂપ મેક્ષને પામે છે. ઉદ્દેશ એ કે જેની તમામ બાહ્ય વૃત્તિઓને નિરોધ થયેલ હોઈ અંતઃકરણમાં એક આત્મા કિંવા બ્રહ્મવૃત્તિ વિના બીજા કશાનું પણ ઉત્થાન જ થવા પામતું નથી તે અંતરમાં સુખ તથા આરામ પામેલે તથા જેના અંતરમાં આ મુજબ એક બ્રહ્મરૂપ જ્યોતિને ઉદય થવા પામેલ છે, તેવો નિત્ય બ્રહ્મમાં જ તદાકાર બનેલ યોગી બ્રહ્મનિર્વાણ એટલે બ્રહ્મમાં એક થઈ જવારૂપ મેક્ષને પામે છે. તમામ કલ્પનાઓ ક્ષીણ થઈ જવાને લીધે પાપપુણ્યાદિ સર્વ કર્મોને સદંતર નાશ થઈ જે તદ્દન નિર્દોષ નિર્લેપ અને અસંગ બનેલો છે, જેના તમામ સંશ છેદાઈ વૈત વાસનાઓ તદ્દન નષ્ટ થયેલી છે, સર્વ પ્રાણીમાત્રનું જે વડે હિત થાય એવા સમભાવયુક્ત આત્મસ્વરૂપમાં જે હંમેશને માટે ત થયેલો છે, તે જીવન્મુક્ત ઋષિ જ બ્રહ્મમાં ઐકય થવારૂપ નિર્વાણપદને પામે છે. જે કામ ક્રોધાદિથી રહિત થયેલો હોઈ ચિત્તને હંમેશ આત્મસ્વરૂપમાં જ પરોવીને વશ રાખે છે તેવા આત્માને જાણનાર તથા નિત્યપ્રતિ આત્મસ્વરૂપમાં ઓતપ્રેત એટલે તન્મય બનેલ છવન્મુક્ત યતિ હંમેશાં એ બ્રહ્મસ્વરૂપમાં જ ઐકયરૂપ બનેલો હોવાને લીધે બ્રહ્મરૂપનિર્વાણને પામે છે,