________________
૩૧૬]
જિતાત્રયવિવા-
[સિદ્ધાન્તકાડ ભ૦ ગીવ અ૦ ૫/૧૨
સમદશી પુરુષની સમતા | ચિત્ત એ જ સંસાર છે તેથી તેને પ્રયત્ન વડે આત્માકાર બનાવવું જોઈએ, એ જ સંસારનષ્ટતાનો સાચો ઉપાય છે. સંત વસ્તુને જાણ્યા સિવાય બ્રહ્મજ્ઞાન થતું નથી અને બ્રહ્મજ્ઞાને થયા વિના પરમપદ મળતું નથી; આથી પુરુષ જે પિતાને હું અસંગ અને અનિર્વચનીય એ આત્મા છું અને તે અસંગ આત્મા જ આ બધા દસ્યાદિપે પ્રતીત થયેલો જોવામાં આવે છે એટલે આ દશ્ય, અદશ્ય અને તેને જાણનારો તથા તે કરતાં પણ પર એ બધું પિતાનું જ સ્વરૂપ છે, એવું જાણનારા સમદર્શી જીવન્મુક્તની દૃષ્ટિમાં શ્વાન હે, કે માંસભક્ષી હે, પવિત્ર બ્રાહ્મણ છે કે પછી ગમે તે હે, તે બધું પોતાનું જ સ્વરૂપ છે એમ જેતે હેવાથી તે હંમેશાં સમતામાં જ રહે છે. તેને ઘણુ શબ્દોના ચિંતનની કે ઘણા ભાષણની જરૂર પડતી નથી; કારણ કે, શરીર, વાણી, મન અને તે વડે થતે સર્વ વ્યવહાર અદ્વિતીય એવા એક આત્મસ્વરૂપ હેવાને લીધે હું, તું, તે, આ, મારું, તારું, તને, મને, વાણું, મન ઈત્યાદિ તમામ ભાવો તેને જાણનારા સાક્ષસહિત નિરર્થક શ્રમ આપનારા કહેવાય છે. શન્યવાદિઓ જેને શન્ય કહે છે, બ્રહ્મવેત્તાઓનું જે બ્રહ્મ; વિજ્ઞાનવાદિઓનું વિજ્ઞાન, સાંખ્ય જ્ઞાનવાળાઓને પુરુષ, ગવાદિઓને ઈશ્વર, શિવમાર્ગીઓને શિવ, કાળવાદિઓને કાળ; જે સર્વ શાસ્ત્રના સિદ્ધાંતરૂપ છે, જે સર્વના હૃદયમાં સ્થિત છે, જે સર્વવ્યાપક છે, તે પારમાર્થિક તત્ત્વ એ જ પિતાનું સ્વરૂપ હોવાથી સમદર્શી જીવન્મુક્ત પુઆ હંમેશાં શાંત અને સમ જ રહે છે. સમજો કે, કદાચ સૂર્ય અત્યંત શીતળ થઈ જાય, ચંદ્ર અતિ ઉષ્ણ થાય, અમિનું હિમ બની જાય, પણ સમદર્શી પુરુષની દ્રષ્ટિમાં તે તે બધું પોતાનું જ સ્વરૂપ હેવાથી વિસ્મયતાનું પ્રયોજન નથી. આ મુજબ તે પોતે અદ્વિતીય, આદિઅંતથી રહિત, ચિન્માત્ર, અવિવાદિ મલથી રહિત, વ્યાપક અને આકાશથી પણ સૂક્ષ્મ એવું જે બ્રહ્મ છે તે જ મારું પોતાનું સ્વરૂપ હેઈ. આ બધા રૂપે પણ તે જ છે; એ રીતે જાણી તદ્દન નિઃશક અવસ્થામાં જ નિયતિ સ્થિત હોવાથી તે સમદર્શી કહેવાય છે.
इहैव तेजितः सो येषां साम्ये स्थितं मनः । निधि हि समं ब्रह्म तस्माद्ब्रह्मणि ते स्थिताः ॥ १९ ॥
મેક્ષની તત્કાળ પ્રતીતિ હે અર્જુન! આ રીતે જેનું મન આત્મસાક્ષાત્કાર થવાથી નિત્યપ્રતિ એક આત્મસ્વરૂપમાં જ રત થયેલું હોય છે, તેવા સમાનપણામાં રહેનારા આત્મારામ પુરુષે તો અહીં જ એટલે જીવતાં છતાં *સર્મ યાને સંસાર જીત્યો છે, એમ સમજે; એટલે તેને મૃત્યુ થયા પછી યા સંસાર છોડ્યા પછી મોક્ષની પ્રાપ્તિ થશે એવી રાહ જોવી પડતી નથી, પણ તે તો સંસારમાં રહી ત્યાં એટલે જે હાલતમાં હોય તે હાલતમાં જ તત્કાળ જીવન્મુક્ત બનેલો હોય છે; કેમ કે બ્રહ્મનું સ્વરૂપ અત્યંત નિર્મળ તથા સમ એટલે જેમાં કાંઈ “પણ” . અથવા નથીપણું” એમ બંને ભાવો તથા તેને “સાક્ષીભાવ” પણ નથી, એવા પ્રકારનું તદ્દન શુદ્ધ, અત્યંત પવિત્ર, નિર્મળ અને કેવળ અનિર્વચનીય એવું છે અને આ આત્મારામ પુરુષ તે તેવા પ્રકારનું જે બ્રહ્મ એ જ પોતાનું સ્વરૂપ છે, એમ અપરોક્ષ અનુભવદ્વારા પ્રત્યક્ષ અનુભવી તેવા પ્રકારના બ્રહ્મસ્વરૂપમાં જ નિત્યપ્રતિ સ્થિત રહેલ હેવાથી પોતે સર્વ રીતે બ્રહ્મરૂપ જ બનેલો હોય છે; “તે જ બ્રહ્મ છે અને બ્રહ્મ તે જ છે” આ રીતે તેનામાં તથા બ્રહ્મમાં લવલેશ પણ ભેદ હેતું નથી. આ રીતની અભેદૃષ્ટિવાળે આત્મારામ જીવન્મુક્ત પુરુષ કાયમને માટે બ્રહ્મમાં જ સ્થિત રહેલો હોય છે, પણ સાક્ષીભાવમાં સ્થિત રહી સમદષ્ટિને આશ્રય કરેલો સમનસ્ક અભ્યાસક તે મરણપછી મુક્ત થાય છે, એટલે વિદેહમુક્તિને પામે છે; પરંતુ સર્વત્ર સમાન દષ્ટિમાં જે કાયમને માટે સ્થિત થઈ ગયેલ હોય તે બહુમાનસ જ્ઞાની તો જીવતાં જ જે સ્થિતિમાં હોય તે સ્થિતિમાં
૦ સર્ગ એટલે સૃષ્ટિમાં પરમાણુ, પરમાણમાં બ્રહ્માંડ, તે બ્રહ્માંડમાં વળી પાછા પરમાણુ એ પ્રમાણે ભાસવું તે સગપરંપરા કહેવાય સંસતિ કિવા સંસાર પણ તેનું જ નામ છે.