________________
૩૧૪] નિરામ ત્તિમય સમેતિ છે . [ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીર અ. પ/૧૮ જેમ જળનું બિંદુ પણ નહિ હેવા છતાં અજ્ઞાન વડે ભાસે છે, તેમ અદ્વૈત એવા આ આત્મામાં દશ્યાદિને લેશમાત્ર અંશ પણ નહિ હેવા છતાં પણ જાણે તે અનેક નામરૂપાદિવાળું હોય તેવું ભાસે છે, તેનું કારણ કેવળ અજ્ઞાન જ છે, તે સિવાય બીજું કાંઈ પણ નથી,
અજ્ઞાન વડે જ્ઞાન શી રીતે આવૃત થાય? અજ્ઞાન વડે જ્ઞાન કેવી રીતે આવૃત એટલે આચ્છાદિત થવા પામેલું છે, તે વધુ સ્પષ્ટ રીતે સમજાય એટલા માટે દષ્ટાંત સાથે કહું છું. જેવી રીતે સૂર્ય વાદળ વડે ઢંકાઈ જવા પામે છે એટલે વાદળે સૂર્યપ્રકાશને આવ્રત કર્યો હોય એમ લાગે છે, પરંતુ વસ્તુતઃ તો સૂર્ય સ્વયંપ્રકાશ હોવાથી વાદળો થકી તે કદાપિ આવત થઈ શકતો જ નથી. આથી વાદળાં વિખેરાતાં તે ફરી પાછો પોતાના સ્વપ્રકાશથી સમગ્ર જગતને પ્રકાશિત કરે છે; સિવાય વાદળાંઓનું અસ્તિત્વ પણ તેને આધારે જ હોય છે, છતાં જાણે તેણે જ સૂર્યને આછાદિત કરી નાંખ્યો છે એમ જોવામાં આવે છે, તેવી જ રીતે અજ્ઞાન વડે જ્ઞાન ઢંકાઈ જવા પામેલ ન હોય એમ ભાસે છે. અને તેથી જ આ બધા અજ્ઞાની ને મૂર્ખ છો સ્વતઃસિદ્ધ અને અનિર્વચનીય એવા જ્ઞાનને ઓળખી શકતા નહિ હેવાથી મેહ પામેલા છે.
ज्ञानेन तु तदनानं येषां नाशितमात्मनः । तेषामादित्यवज्ञान प्रकाशयति तत्परम् ॥ १६ ॥ ।
આત્મજ્ઞાનરૂપ સૂર્ય અજ્ઞાનને નાશ કરે છે પરંતુ હે વત્સ! જીવોનું આ અજ્ઞાન, સૂર્ય વડે જેમ અંધકારને નાશ થાય છે તેમ આ સર્વ અદ્વૈત એવું એક આત્મસ્વરૂપ જ છે, આમા સિવાય બીજું કાંઈ છે જ નહિ એવા પ્રકારના અનુભ વડે નાશ પામે છે; એવું શુદ્ધ આત્મજ્ઞાન જ વાદળાંઓનો નાશ કરનારા સૂર્યની પેઠે “તત' એટલે આત્મા અથવા બ્રહ્મ એવા પરમપદરૂ૫ સૂર્યને પ્રકાશમાન કરે છે. અર્થાત વેદાદિમાં જેને “તત’ એવા પદ વડે નિર્દેશ કરેલ છે તેને માટે જ આત્મા, બ્રહ્મ, પ્રભુ, વિભુ, અક્ષરપુરુષ, ભગવાન ઇત્યાદિ સંજ્ઞાઓ શાસ્ત્રમાં આપવામાં આવેલી છે. તેવા પ્રકારના આત્મજ્ઞાન વડે જેનું અજ્ઞાનરૂપ આવરણ તદ્દન નષ્ટ થયેલું છે તેવું સ્વત:સિદ્ધ અને નિર્મળ જ્ઞાન જ આદિત્યની પેઠે પ્રકાશમાન થઈ સર્વથી પર એવા “તત” કિંવા આત્માને પ્રકટ કરે છે.
तदुयस्तदात्मानस्तन्निष्टास्तत्परायणाः । गच्छन्त्यपुनरावृत्ति ज्ञाननिभृतकल्मषाः ॥ १७ ॥
આત્મરત પુરુષની સમતા ભગવાન આગળ કહે છેઃ હે અર્જુન જેનો “તત ” પદ વડે વેદમાં નિર્દેશ કરેલો હૈઈ તેને સમજાવવાને માટે આત્મા, બ્રહ્મ, વગેરે નામોની સંજ્ઞાઓ આપવામાં આવેલી છે તેવા “તત ” પદમાં જ જેની બુદ્ધિ કાયમને માટે તદ્દન સ્થિર થયેલી છે, “તત ' એ જ જેનો આત્મા છે, “તત ' એ જ જેની નિષ્ઠા છે, જે નિત્યપ્રતિ “તત ”માં જ પરાયણ છે, આ પ્રકારના આત્મરૂપ અપરોક્ષ જ્ઞાન વડે જેનાં તમામ પાપો ધોવાઈ ગયાં છે; એટલે કે જે “તત ', અર્થાત આત્માની સાથે જ તદાકાર બની અત્યંત નિર્મળ થયેલો છે. જેને આત્મા સિવાય બીજું બધું સૂઝવાનું સદંતર બંધ થયું છે, તે નિત્ય આત્મામાં જ રમમાણ થયેલો પુરુષ કદી પણું પુનરાવૃત્તિને કિંવા દ્વૈતભાવને પામતો નથી; એટલે તે જન્મમરણરૂપ ફેરામાંથી ઢીને મોક્ષને પામે છે. તાત્પર્ય કે, જે “તત ' એટલે તે આત્મનિશ્ચયવાળો છે, જેની બુદ્ધિ, આત્મરૂ૫