________________
ગીતાહન ]
આમ બધામાંથી ઉત્પન્ન થયેલા, જ્ઞાનયુક્ત, સ્તુતિ કરવા યોગ્ય અગ્નિને-
[ ૩૧૩
બા વિના બીજી કોઈ ભાવનાનો તલભાર પણ સ્પર્શ થઈ શકતો નથી અને તેમ કહેવાવાળા પણ જ્યાં હોતું નથી તે પછી કર્તા, કર્મ, તેનું ફળ તથા પાપપુણ્યાદિ અન્ય ભાવનાઓ કે તેના સાક્ષી વગેરેને પ્રમ જ કયાં રહ્યો ?
જે થકી મોક્ષ થાય તે સુકૃત અહેમમાદિ ભાવનો વિલય કરી તાદાસ્યભાવની પ્રાપ્તિ નહિ કરતાં લોકોમાં જ્ઞાની કહેવરાવી ઉપરથી જ્ઞાનનો ઢોંગ કરીને અંદરખાને અનેક વિષયોની વાસના તૃપ્ત કરવાની ઈચ્છાવાળા તથા ફકત આજીવિકા કિંવા લોકેષણાને માટે જ કથા, કીર્તન, વ્યાખ્યાન કિંવા ઉપદેશને ધંધે કરનારા જ્ઞાનબંધુઓ એટલે મૂઢ આવા પ્રકારના શાસ્ત્રમાં આવેલાં વિવેચને સાંભળી પોતે જાણે સુકૃત અને દુષ્કતથી પર હેય એવું બતાવી અજ્ઞાની લોકો પાસેથી કદાચ પિતાને સ્વાર્થ સાધવાનો પ્રયત્ન કરી શકે, પરંતુ તેટલા ઉપરથી તે કાંઈ પાપપુણ્યથી બચી શકતા નથી; પણ જેઓને વાસ્તવિક રીતે ખરેખર સર્વાત્મભાવ સિદ્ધ થયેલું છે એટલે સર્વત્ર એક આત્મા જ વ્યાપેલો છે એવા પ્રકારની જેમની દૃઢ અને નિશ્ચિત ભાવના થયેલી હોય છે, જેને આત્મા વિના બીજું બધું દેખાવાનું જ તદ્દન બંધ થઈ ગયું છે, જેની અહેમમાદિ તમામ ભાવનાઓને સદંતર વિલય થવા પામેલ છે, તેવા નિત્યપ્રતિ આત્મામાં રત થયેલા આત્મસાક્ષાત્કારી, અપરોક્ષાનુમવિ જીવન્મુકત આત્મા તદ્દન અસંગ અને નિલેપ હોવાથી તેમનો કર્તા, કર્મ, તેમાં પડતા મુકત અને દુકત એવા ભેદ તથા તેનાં પુણ્ય કિંવા પાપરૂપ ફળો ઇત્યાદિ કશું પણ પશી શકતું નથી. જે કર્મો જન્મમરણનું કારણું બને છે તેને દુષ્કત વા પાપકર્મો તથા જે વડે જન્મમરણનો ફેરો ટળે છે તેવા કર્મોને સુકૃત કિંવા પુણ્યકર્મો કહે છે એવો શાસ્ત્રનો નિયમ છે. આ વ્યાખ્યા નિર્દોષ છે; બાકી સકામ કર્મો કે જે સ્વર્ગાદિ એક લોકની પ્રાપ્તિને માટે કારણભૂત નીવડે છે, તેનું અંતિમ ફળ ક્રમે ક્રમે મેક્ષ જ હોવાથી તેવા ઉદ્દેશથી થતાં કર્મોને પણ સકર્મો કહેવાની વ્યવહારમાં પ્રથા છે. પરંતુ સુકૃત એટલે કે જે વડે મેક્ષ થાય એવાં સતકર્મો તથા જે થકી જન્મમરણ થયા કરે એવાં કર્મો, એ પાપકર્મો, કિંવા દુષ્કૃત કહેવાય; એ પ્રમાણેની આ વ્યાખ્યાને અંતિમ નિર્ણય શાસ્ત્રમાં છે. તે ઘોરણે જીવન્મુક્ત આત્મજ્ઞાની તે કેવળ એક આત્મદષ્ટિમાં જ સ્થિર હેવાથી તેને પુણ્ય કિવા પાપ કદી પણ સ્પશી શકતાં નથી એમ કહેવામાં આવ્યું છે.
શાસ્ત્રોદ્વારા સ્વાર્થ સાધવાની કળા આવા કથનને અર્થ પિતાને બંધ બેસે એ મુજબ મનસ્વી રીતે કરીને અવિદ્યામાં ફસાયેલા અજ્ઞાની મૂઢ મિથ્યા મેહમાં ફસાઈ ઢોંગ કરી અને શાસ્ત્રાદિકના ખોટા આધારો બતાવી તેના પિતાને અનુકૂળ એવા ખોટા અર્થો કરી લેકે પાસેથી પિતાને સ્વાર્થ સાધવાની કળા કરે છે; કારણ સ્પષ્ટ જ છે કે, તેમને હેત આત્માનભવ પ્રાપ્ત કરવાનો હોતો નથી, પરંતુ તે વડે પિતાનું તથા કુટુંબનું કિંવા આશ્રિતને ભરણપોષણ કરવું અને લોકેષણ મેળવવી એટલો જ એક હોય છે; પણ આત્માનુભવિ એવા જ્ઞાનીઓ તો ઉપર જણાવ્યા પ્રમાણે અવિદ્યા, માયા, પ્રકૃતિ અથવા અજ્ઞાન જ પોતપોતાના સ્વભાવનુસાર આ દસ્પાદિપે ભાસે છે તથા સ્વપ્ન કિંવા મૃગજળવત પ્રવર્તી રહ્યું છે, માટે તે તમામ મિથ્યા છે; આત્મસ્વરૂપ એવા મારો તેની સાથે તલભાર પણ સંબંધ નથી; એ રીતના આત્મસાક્ષાત્કારને લીધે અખંડ આત્મનિશ્ચયવાળો હોવાથી તેમાં કદી પણ મેહ પામતો નથી. તે કશાને કદી ઇચ્છતે પણ નથી અને ત્યાગતો ૫ણું નથી, તેમ તેઓ પિતાપિતાના સ્વભાવાનુસાર વર્તે તે તે થકી કદી ખુદને પણ પામતા નથી.
દશ્ય ભાસવાનું કારણ અવિદ્યા વડે ભાસતું આ તમામ દસ્થ નિયત થયેલા ક્રમે પિતાપિતાના સ્વભાવાનુસાર જ વર્તે છે, એમ ઉપર કહેલું છે, તેની સિહતા અર્થે ભગવાન શ્રીકૃષ્ણ અને આ પ્રમાણે કહે છે કે વાસ્તવિક રીતે તે આ સર્વ અનિર્વચનીય એવા આત્મરૂપ જ છે, આત્મા સિવાય બીજું કાંઈ છે જ નહિ, એવા પ્રકારનું જે જ્ઞાન તે મિસ્યા એવા અજ્ઞાન વડે ઢંકાયેલું હોવાથી આ સમસ્ત જીવો મેહ પામેલા છે; એટલે મૃગજળ