________________
ગીતદેહન ] તે પ્રમાણે સંધિ સમયે ત્રણ કર્મ કરનાર જન્મમૃત્યુને તરે છે. [૩૧૧ પ્રકૃતિ’ શબ્દથી પણ ઓળખવામાં આવે છે, પરંતુ બંધ થતાં તેનું આ અષ્ટધા પ્રકૃતિવાળું ઉપાધિમય શરીર દેખાતું નથી, તેથી વિદ્વાને તેને “અવિદ્યા' એ નામથી પણ ઓળખે છે, આવા આવા ચિસ્વરૂપના જ ઉપાધિભેદ વડે અનેક નામો છે તે તેમને કહ્યા. આ ચિદૂધન, નિરાકાર અને નિર્વિકલ્પ જીવને જ પંડિત આતિવાહિક એટલે સૂમ કિવા લિંગદેહના નામથી પણ ઓળખે છે અને તે લિંગદેહની ઉપાધિને લીધે જ આદિસંતવાળો છે એમ બેલાય છે. એ રીતે પ્રત્યક્ષેતન્યમાં આ ત્રણે લોકેની ભ્રાંતિ સ્વપ્ન કિવા મને રાજ્યના નગરની પેઠે જ્ઞાન થતાં સુધી હંમેશાં ભાસ્યા જ કરે છે, આ રીતે તે બ્રહ્મ જ ભોગ તથા અર્થ૨૫ મોક્ષને આપનાર હોવા છતાં પણ નિઃસ્વરૂપ છે, શૂન્ય છે અને નિરાકાર છે. હે નર શ્રેષ્ઠ ! આતિવાહિક એટલે લિંગ અથવા સૂક્ષમદેહ પોતે ચિદાકાશરૂપ હોવા છતાં તેને લિંગદેહરૂપ ઉપાધિવાળે કહેવામાં આવે છે. વસ્તુતઃ તે ? આકાશથી પણ સાવ શૂન્ય છે. આ લિંગ શરીર અથવા અતિવાહિક દેહ વાસનાવશાત એક શરીર છોડીને બીજું ધારણ કરે છે. આ રીતે તેને ક્રમ મોક્ષ થતાં સુધી કાયમ જ રહે છે. ચિપ હોવાને લીધે વાસ્તવિક તે તેને ઉદય વા અસ્ત કદી પણ થતો નથી. આમ ચૌદ લોકનાં સર્વે પ્રાણીઓની સૃષ્ટિ અંકુર ચિત્તાપી ભૂમિમાં જ રફર્યા કરે છે. તેની અંદર જ કાળની વ્યવસ્થાને અનુસરી લાખો બ્રહ્માંડાદિ સંસાર પૂર્વે ઉત્પન્ન થઈ ગયેલા છે, ભવિષ્યમાં થશે અને હાલમાં પણ વિદ્યમાન છે. અરીસે જેમ અનેક પ્રતિબિંબોને ધારણ કરે છે તેમ આ ચિતરૂપી અરીસે અંદર અને બહાર અનેકવિધ જગતને ધારણ કરે છે, છતાં પણ તે પોતે આકાશની પેઠે સાવ શુન્ય જ છે.
બ્રહ્મા, નારાયણ, પ્રજાપતિ ઇત્યાદિ રૂપે ચિદાકાશ જ બનેલું છે. મહાકપને અંતે સર્વને નાશ થયા પછી તે સર્વ અવ્યક્ત એવા મહાશૂન્ય (વૃક્ષાંક ૪)માં જ સ્થિત રહે છે. આમ અનિર્વચનીય, પ્રૌઢ, બ્રહ્મરૂપ અને નિર્વિકાર એવા ચિદાકાશની અંદર આ ચિતસ્વરૂપ પોતે જ પિતામાં આવરણ કરનાર એવા અશાનયુક્ત મહાશ રૂપે બનેલું છે. એ ચિદાકાશના સ્વરૂપનું સાચું ભાન આ ઉપર વર્ણવેલા ક્રમ પ્રમાણે આતિવાહિક દેહને રૂપે ભાસે છે. વસ્તુત. ચિદાકાશરૂપ જીવ પોતે જ આતિવાહિક ડિરૂપ છે. તેમ તેને પોતાને જ ચિદાકાશરૂપ એવા જગતનો આ પ્રકાશ અનુભવમાં આવે છે. આ રીતે તે ચિદાકાશને અનુભવમાં આવતે પોતાનો જ એકાદ ભાગ તે “બ્રહ્મા” ના નામથી ઓળખાય છે અને કેઈ એક ભાગ “વિરાટ” એ શબ્દ વડે ઓળખાય છે; વળી કઈ એક ભાગ “સનાતન' શબ્દથી, કંઈક ભાગ નારાયણ” નામથી, કેઈક ભાગ “ઈશ” નામથી પ્રખ્યાત છે, તે કઈ એક ભાગ “પ્રજાપતિ” શબ્દ વડે બોલાય છે. ચિપ એવા આ જીવ અથવા મહાપ્રાણ (વૃક્ષાંક ૬)ને જે ભાગમાં પોતાની પાંચ ઇકિયેનું ભાન થાય, તે ભાગમાં જાણે તે પોતે જ છે તે પ્રમાણે રહેલો છે એમ તેને ભાસે છે. એ મુજબ આ અત્યંત પ્રસરી રહેલી દસ્યની ભ્રાંતિ પ્રત્યક્ષ સિદ્ધિરૂપે પ્રતીતિમાં આવે છે છતાં તેમાં વાસ્તવિક રીતે તે કશું પણ થયું જ નથી, કેમૂકે વિસ્તીર્ણ એવું એ આત્મતત્વ સર્વ દશ્યથી રહિત છે. આત્મતત્વરૂપ પરબ્રહ્મ અનાદિ છે અને તેનો આવિર્ભાવ કિવા તિરોભાવ કદી પણ થતો નથી, કેમકે તે જ પોતે સ્વરૂપના સાક્ષાત્કારના અભાવે સત અસતાદિ ભેદો વડે અનેક આકારે થઈ રહેલું ભાસે છે. જેમ હંમેશાં સ્ત્રીનું જ ચિંતન કરનારા પુરૂષને સ્વપ્નની સ્ત્રી સ્પષ્ટપણે પ્રતીતિમાં આવે છે અને જેમ સ્વપ્ન તથા સંકલ્પમાં પિતાના સ્વપ્નાદિના દેહને અને જગતને મિથ્યા અનુભવ થાય છે, તેમ ઘટને આકાર પણ શૂન્ય અને નિરાકાર હોવા છતાં પ્રતીતિમાં આવે છે. ચિદાકાશની અંદર સ્વપ્નમાં દેખાતી વસ્તુની પેઠે આ સર્વ દશ્ય પ્રપંચ જાણે કે ખરેખર કાર્ય સાધી આપનાર ન હોય ! તેવો દેખાય છે. તે આકાશ હેવા છતાં પણ કઠિન અને પાર્થિવાદિ પદાર્થોની પેઠે સાકારરૂપે ભાસે છે આ આતિવાહિક દેડ પોતે વાસ્તવિક નિરાકાર છે, શૂન્ય છે અને સ્વપ્નના જેવો આભાસરૂ૫ તથા મિથ્યા છે, છતાં તેને ક્રમે નીચે પ્રમાણે અનુભવ થાય છે.
જીવને વિસ્તાર કેવી રીતે બને? આ ચિતરૂપ એવો આતિવાહિક દેહધારી છવ વા મહાપ્રાણ (વૃક્ષાંક ૬) અસ્થિઓના સમૂહ વડે ધૂળ, બરડે, રૂંવાડાં, શિરાઓ તથા સ્નાયુઓ ઇત્યાદિ આકારે બની તે ઉપર સ્થૂળ શરીરની કલ્પના કરી લે છે;