________________
૩૧૦]. सन्धिं त्रिकर्मकृत्तरति जन्ममृत्यू ।
[ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીર અ૭ ૫/૧૪ અને અનેક ભાવિ નામને ધારણ કરનારા એ ચિતન્ય એટલે બ્રહ્મતત્વમાંથી રસન્માત્રાની ઉત્પત્તિ પોતાની મેળે જ થાય છે: તે જ અન્ન, પ્રાણ વગેરેના સમુદાયના માધુર્ય આદિના અનભવરૂપ કહેવાય છે. ચતન્યના વિવરૂપ જીવ જ આ સર્વ ભાવિ રૂપ તથા નામના સંકલ્પને ધારણ કરનાર કાર્યકારણના સમૂહરૂપ છે. તે ચિતન્ય પિોતે જ પોતાના સંકલ્પ વડે ગંધતભાત્રાને ઉત્પન્ન કરે છે. ભૂગોળ પણ તે થકી જ ઉતપન્ન થાય છે, તેથી તે પણ આકાશરૂપી વૃક્ષના બીજરૂપ છે અને તે જ સર્વના આધાર એવા આત્મારૂપ છે. ચૈતન્ય વડે જ સર્વ સંસાર પ્રસરે છે. એવી રીતે પંચતન્માત્રાનો સમૂહ વતઃ તો ઉત્પન્ન નહિ થયેલ હોવા છતાં થઈ ગયો છે અને કેવળ કલ્પનાના બળ વડે જ નિરાકાર છતાં સાકાર થઈ રહ્યો હોય એવો ભાસે છે ખરે, પરંતુ વરસ્તુતઃ આ બધું અપરોક્ષાનુભવરૂ૫ આત્માથી અભિન્ન, એકરસાત્મક અને અનિર્વચનીય એવું પરમતત્વ જ સર્વત્ર ઓતપ્રોત છે.
લ ઇકિયે પણ આત્મરૂપ જ છે - આ પાંચ તન્માત્રાને સમૂહ કાકતાલીયની પેઠે પોતે જે પ્રદેશ વડે રૂપને અનુભવે છે તે પ્રદેશ (સ્થાન) એ ચક્ષ કહેવાય છે; વળી જે પ્રદેશ વડે તે શબ્દને અનુભવે છે તે શ્રોત્ર, સ્પર્શને અનુભવે છે તે વચા, રસને અનુભવ કરે છે તે રસને અને જે પ્રદેશ વડે તે ગંધને અનુભવ કરે છે તે ધ્રાણેન્દ્રિય કહેવાય છે. એક નિયમિત આકૃતિને ધારણ કરી રહેલું આ ચૈતન્યરૂપ બ્રહ્મ પોતે જ પિતામાં દિશા કાળ આદિના ભેદને કપી લઈ મર્યાદિત બને છે અને સર્વાત્મભાવના અભાવને લીધે સર્વને જાણી શકતો નથી. એ રીતે અનંત એવી સંસાર સંબંધી આ બધી મિથ્યા ક૯૫ના મહાકાશમાં રહેલા બટાકાશ, મહાકાશની જેમ અમર્યાદિત એવા આત્મસ્વરૂપમાં મર્યાદિત એવા આત્મસ્વરૂપે પ્રત્યેક જીવમાં રહેલી છે. એમ જે જોવામાં આવે છે તે પણ વાસ્તવિક આત્મરવરૂપ હોઈ તેને પોતાને જ તે તેવા તેવા અનુમાન વડે તેવી તેવી અનુભવાય છે. અનંતપણાને લીધે તે વર્ણવી શકાય તેવી પણ નથી, તેમ તે આમરવરૂપ હોઈ આત્માથી કિચિત્માત્ર પણ જદી નથી. પરમાર્થ દષ્ટિએ જોતાં તે કદી પણ ઉદય કિવા અસ્તને પ્રાપ્ત થતી નથી. પણ, શિલાની અંદરના ગર્ભની પેઠે તે એક અદ્વિતીય, આનંદધન અને નિર્ચાપારપણે રહેલી છે.
જીવના સ્વરૂપનું વર્ણન આ પ્રમાણે વસ્તુતઃ તે જીવ પણ ચિદાકાશરૂપે જ છે; તેમાં જે હું, તું, તે, આ ઇત્યાદિ ભાવની ઉત્પત્તિ થયેલી કહેવામાં આવે છે, તે તે ફક્ત બંધ થવા પૂરતી જ છે, પરંતુ વાસ્તવિક નથી; કેમ કે તે પરબ્રહ્મથી તદ્દત અભિન્ન છે. આ ચિદાભાસ કિવા જીવ બ્રહ્મને એક ઉપાધિયુક્ત અવયવ હોઈ તે અકૃત્રિમ છે. વાસ્તવિક તે આ ચિદાકાશ જ દશ્ય અને દ્રષ્ટારૂપે એટલે હું અને મારું એવા ભાવને પામે છે ત્યારે તે મહાપ્રાણ કિંવા જીવ (વૃક્ષાંક ૬) શબ્દ વડે કહેવાય છે, ચિત્તરૂપ છતાં દસ્યપરાયણ થઈ રહેનાર આ જીવનાં અનેક વિચિત્ર નામો છે, તે તમે સાંભળો. તે ચિદાકાશરૂપ બ્રહ્મ પોતે પોતામાં આ બધાં મુખ્યપ્રાણ, કર્મેન્દ્રિય તથા જ્ઞાનેન્દ્રિયોને ધારણ કરે છે, તેથી તે જીવ” એવા શબ્દ વડે કહેવાય છે. દશ્યને સંકલ્પ દ્વારા અનુભવવાથી તે ચિત્ત” (વૃક્ષાંક ૯) શબ્દ વડે ઓળખાય છે. અમુક વસ્તુ અમુક પ્રકારની છે એવો સ્પષ્ટ બોધ એનાથી જ થાય છે, તેથી તે “બુદ્ધિ” (વૃક્ષાંક ૧૦) શબ્દ વડે પણ કહેવાય છે. સંકલ્પ કરવાથી અને મનને પણ જ્ઞાતા હેવાથી તે “મન” (રક્ષાંક ૧૧) એવા નામથી ઓળખાય છે. “હું છું” એવી પ્રતીતિ ઉત્પન્ન કરવાથી તેને અહંકાર (વૃક્ષાંક ૮) શબ્દથી પણ ઓળખવામાં આવે છે. શાસ્ત્રને વિચારનારા વિવેકી પુરુષો ચિદરૂ૫ આત્મા કે જે પરમાર્થરૂપ છે તેને જ મુખ્યત્વે “ચિત” (વૃક્ષાંક ૧) શબ્દ વડે સંબોધે છે. તે જ છવ કહેવાઈઝેઢ એવા સંકલ્પસમૂહના સંયોગથી પાંચ કર્મે કિય, જ્ઞાનેંદિયો, તથા તેના વિષય અને દેવતા સહિત (૧) આકાશ, (૨) વાયુ, (૩) વહ્નિ, (૪) જળ અને (૫) પૃથ્વી એ પાંચ મહાભૂત તથા (૬) મન, (૭) બુદ્ધિ અને (૮) જીવ એ ત્રણ મળી કુલ આઠ; કે જેને પુર્યષ્ટક કહેવામાં આવે છે, તે સૃષ્ટિના આરંભકાળમાં એટલે આ બ્રહ્માંડાદરૂપ કાર્યાષ્ટિની ઉત્પત્તિ થયા પૂર્વે પ્રથમ સૂમરૂપે હોય છે, તેથી તેને