________________
૩૦૮]
त्रिणाचिकेतस्त्रिभिरेत्य
[ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીર અ૦ પ/૧૪
આ સર્વનું તાત્ત્વિક સ્વરૂપ તો બ્રહ્મ જ છે. જે વસ્તુ જે સ્વરૂપે અને જે પ્રકારે બ્રહ્મસત્તા વડે ફુરે છે, એટલે કે, તેમાં રહેલી નિયામક એવી બ્રહ્મસત્તાએ તે વસ્તુ સંબંધમાં જેવી ભાવના દઢ કરી હેય છે, એ બ્રહ્મસત્તાના બળથી તે વસ્તુ તે રૂપે અને તે પ્રકારે
જ્યાં સુધી નિયમિતરૂપે પ્રતીતિમાં આવે છે ત્યાં સુધી તેને જ નિયતિ કિવા સ્વભાવાદિ શબ્દ વડે ઓળખવામાં આવે છે. કોતરાંવાળા ધાનની અંદર અપ્રકટરૂપે રહેલી અંકુરશક્તિની પેઠે તે બ્રહ્મસત્તા જ સૌથી પ્રથમ ઉત્પન્ન થનારા પોતાના આકાશરૂપ અંગની અંદર શબ્દતન્માત્રા જેવી સૂક્ષ્મ સ્થિતિ વડે અપ્રકટરૂપે રહે છે અને પછી તેના વડે જ આ દસ્યરચના ઉત્પન્ન થાય છે; એવા પ્રકારની કલ્પના પણ ફક્ત અવિવેકીઓને તત્ત્વબોધ થવાને માટે કૃતિ આદિ શાસ્ત્રોમાં મહર્ષિઓએ કહેલી છે, પરંતુ વાસ્તવિક રીતે એ તેનું કાંઈ તાત્વિકપણું નથી. તે તો કેવળ અનિર્વચનીય એવા બ્રહ્મ ઉપર મૂર્ખાઓએ કરેલી મિથ્યા કલ્પનાના વિલયને માટે એક યુક્તિરૂપ છે, પણ વસ્તુતઃ તો મૂર્ખાઓએ કરેલી આ કલ્પનાઓ જ મૂળમાં વૃથા છે. વાસ્તવિક રીતે આ કાળ, દેશ કે ક્રિયા ઈત્યાદિ કશું કદી ઉત્પન્ન પણ થતું નથી અને નાશને પણ પામતું નથી, પરંતુ શિલાના ગર્ભને એટલે પથ્થરને ગમે ત્યાંથી તોડે છતાં તે અંદર પણ બહારના જેટલો જ ઘન અર્થાત કઠણ નીકળે છે, તેમ શાંત એકરસમય તથા બ્રહ્મસત્તારૂપે પણ એ એક આત્મા જ સત્ય હોવા છતાં તેણે પોતા ઉપર જ રેલી મિથ્યા આરોપિત દષ્ટિથી પોતે જ જાણે અસત્ય છે, એમ અજ્ઞાનીઓને ભાસી રહ્યો છે. જેમ હંમેશાં એક અવયવની અંદર રહેનારા પરમાણુઓ અસ્તને કિંવા ઉદયભાવને પામતાં નથી, તેમ આત્મપદમાં રહેનાર જગતના સંબંધમાં સમજવું. આકાશ જેમ પોતાના સ્વરૂપમાં રહે છે તેમ આ જગતરૂપ આકાશ પણ ચિદાકાશની અંદર ચિદ્ર જ રહેલું છે, તો પછી એ શુદ્ધ ચિદાકાશનો ઉદય કિવા અસ્ત કયાંથી હોય? અનિર્વચનીય, અનંત, સ્વયંપ્રકાશ અને આત્મરૂપ એવા સર્વવ્યાપી ચિપ ચિતામણની સત્તા સ્વાભાવિક રીતે જ વિવરૂપે થઈ રહે છે અને તે જ પોતાની મેળે પિતામાં જ જાણે દશ્યભાવને ધારણ કરી રહ્યું ન હોય, તેવું થઈ જાય છે.
ચિત્ત અને જીવભાવની ઉત્પત્તિ આ ચિપ અથવા બ્રહ્મનું વાસ્તવિક સ્વરૂપ નહિ ઓળખાયાથી જ તર્ક અને અવિચારની રકૃતિ થાય છે. ભાવિ પદાર્થોના નામરૂપની કલ્પના કરતાં તેની અંદર પ્રથમ કાંઈકે રૂપની કલ્પના થાય છે, પરંતુ એ ચિદાત્મા પોતે તે અનિર્વચનીય, આકાશ કરતાં પણ અતિ સૂમ, શુદ્ધ, સર્વવ્યાપી તથા ભાવિ પદાર્થોનો ઉદબોધ કરનારો છે. એ પરમ સત્તારૂપ આત્મા અથવા બ્રહ્મ જયારે જડ પદાર્થોને ચેતનરૂપ બનાવી દે છે, ત્યારે તે કાંઈક અનુભવમાં આવે છે અને તેથી તે ચિત એવા નામને યોગ્ય થાય છે; ત્યારપછી ઘાટા અભ્યાસને હીધે તે ભાવિ એવા છવાદિ નામોને ધારણ કરી લે છે, પરંતુ આ સઘળી કેવળ પોતાની કલ્પના માત્ર જ છે, જ્ઞાન થયા બાદ તો તે સર્વે પરમપદરૂપ જ છે એવું અનુભવાય છે. આ પરમ સત્તારૂપ બ્રહ્મ અથવા આત્મા પોતે જ્યારે જીવ એવા નામને ધારણ કરે છે ત્યારે તેની અંદર ચિદાકાશનું આચ્છાદન કરનારી અવિદ્યા રહેલી હોવાથી તે પોતાનું ખરું સ્વરૂપ જાણી શકતું નથી, પરંતુ જીવાત્મામાં જ્યારે જ્ઞાનનો ઉદય થાય છે ત્યારે તે અતિશદ્ધ એવા પરબ્રહ્મની સાથે એકતાને પામે છે, અજ્ઞાનના આવરણવાળી જીવદશામાં આત્મા
તે જ પોતાના અધ્યાસની અનેકત્વની તાદાઓ ભાવનામાત્રથી ખડાં થઈ ગયેલ દેહ ઇકિયાદિ વડે સંસારને પ્રાપ્ત થાય છે અને પિતાના સ્વસ્વરૂપના વિસ્મરણથી થનાર અનેક ગ્લાનિકારક કર્મો તે કર્યો જાય છે. આત્મસત્તા વસ્તુતઃ શન્યરૂપ હોવા છતાં પણ જયારે તે શબ્દાદિ ગુણોને ધારણ કરીને સવિકલ્પભાવના વડે યુક્ત બને છે, ત્યારે તે ભાવિ એવા આકાશાદિ પંચમહાભૂતોના નિદાનરૂપ અને સૂમસૂતરૂપે બની જાય છે; પછી કાળની સત્તા રહિત અહંતાને ઉદય થવા પામે છે. આ કાળની સત્તા એટલે ઈશ્વરનું ઇક્ષણ (વૃક્ષાંક ૨ તથા ૩ ની વચ્ચેનું) તથા અહમ (વૃક્ષાંક ૩) એ બે જ જગતની સ્થિતિનું મુખ્ય બીજ છે અને તે જ ભાવિ એવાં મર્વ નામરૂપને ધારણ કરીને રહે છે. ચૈતન્યશક્તિ તે સર્વથી ભિન્ન છે અને આ જગતના સમૂહે એ એક