________________
૩૦૬]
@ જેમામને હૃાા છે જટક [ સિદ્ધાન્તકાણ ભ૦ ગી- અ. પ/૧૪ દિવસો લાંબા ટૂંકા શા માટે થાય છે? એટલે આ બધા પોતપોતાના સ્વભાવનુસાર બિનચૂક કેની સત્તાથી પ્રવર્તે છે ?
નિયતિ એટલે શું? ઉત્તર : વિધાતા બ્રહ્મદેવને પ્રથમ કલ્પના આરંભમાં એટલે સૃષ્ટિના આરંભકાળમાં કાકાલીયની પેઠે જેવા જેવા નિયમવાળ જે જે વરતનું ભાન થયું અને જે સ્વરૂપે તથા જેવા કાર્ય કારણભાવથી તેની સ્થિતિ ક૯૫વામાં આવી, તેવા જ પ્રકારે તે આજ પર્યત જગતના નામથી ઓળખાય છે. વિધા સર્વશક્તિમાન છે તેથી તેને આદિકાળમાં જે જેવું ભાસ્યું છે તેવું જ જાણે સત્યરૂપે ન હોય! તેવા પ્રકારે તેના આયુષ્યની મર્યાદા પૂર્ણ થતાં સુધી દેખાવા લાગ્યું; કેમકે તે પોતે સત્ય સંકઃપવાન હોવાને લીધે તેને જે ભાન થયું તે અન્યથા કેમ થાય ? વરસ્તુતઃ બ્રહ્મ પોતે જ પોતામાં પોતાની ચિત્સત્તાને લીધે જે પ્રમાણે થઈ રહ્યું છે અને જે પ્રમાણે ઘણા લાંબા સમયથી ભાસે છે તેનું જ માયાની અંદર સૃષ્ટિરૂપે ભાન થાય છે અને પ્રલયકાળમાં અભાન થાય છે. સર્વ વસ્તુની અંદર જે કાંઈ અનાદિ ચોક્કસ નિયતરૂપ વસ્તુશક્તિ રહેલી છે તેને જ નિયતિ એવું નામ આપવામાં આવ્યું છે. “આ અમુક અમુક પ્રકારનું છે તથા તમુક તમુક પ્રકારનું છે” એવા નિયમરૂપે પણ વાસ્તવિક તે બ્રહ્મ જ પોતે પોતામાં ભાસી રહેલું છે. તેને જ વિવર્તભાવે “નિયતિ” શબ્દ વડે કહેવામાં આવે છે અને તે જ સૃષ્ટિની ઉત્પત્તિ, સ્થિતિ અને સંહારના રૂપને ધારણ કરે છે. ચિદાકાશ એટલે બ્રહ્મ કિવા આત્માની અંદર પોતાની મેળે જ જાગ્રત, સ્વપ્ન અને સષણિરૂપી વિવર્ત ખડો થઈ જાય છે. જેમ જળની અંદર રહેનારું દવપણું જળથી જુદુ નથી, તેમ આ વિવત પણ ચિદાકાશ એટલે બ્રહ્મથી જુદો નથી; તે : સ્વચ્છ ચિદાકાશરૂપ જ છે. જેમ આકાશની અંદર શુન્યપણું, કપૂરમાં સુગંધ અને તાપમાં ગરમી રહેલી છે તેમ ચિદાકાશ૫ બ્રહ્મની અંદર જાગ્રતાદિ અવસ્થાઓ રહેલી છે અને તે તેનાથી કાંઈ જુદી નથી. સૃષ્ટિપ્રલયના પ્રવાહરૂપે ભાસી રહેલી ભિન્નતા વાસ્તવિક આત્માની અભિન્ન સત્તાને લીધે જ હોવાથી એ ચિદાકાશ જ સૃષ્ટિ અને પ્રલય એવા નામને ધારણ કરી રહેલું ઈ વસ્તુતઃ ચિદાકાશરૂપ બ્રહ્મની અંદર આ સર્વ ભાસી રહ્યું છે. સર્વ સૃષ્ટિની નિયમિત વ્યવસ્થા વિધાતાના વિલાસને અનુસરીને છે. એ ચિદાકાશ ક્ષણને કલ્પ અને કલ્પને ક્ષણ હેવાનો સંકલ્પ કરીને તેમ કરી મૂકે છે, આમ વાસ્તવિક રીતે તે તે પોતે જ તુરત તે તે રૂપે થઈ જાય છે. સ્વપ્નમાં સર્વ દો જેમ સ્વપ્નચેતન્યના જ વિવર્તે હેય છે, તે મુજબ તે તે દેશ, તે કાળ, તે તે ક્રિયા, તે તે દ્રવ્ય તથા તે તે ઉદય આદિ સર્વ, સ્વભાવે જ ચિત્માત્ર તત્વને એક વિવર્ત જ છે. તે તત્ત્વ વસ્તુતઃ નિરાકાર છે. તે જ પોતાની અંદર પોતાને જળરૂપાદિ બાહ્ય વિષયોના અનુભવરૂપ તથા સંકપાદિ આંતવિષયોના અનુભવરૂપ અને દેશ, કાળ, ક્રિયા આદિરૂ૫ થઈ જાય છે. એવી રીતે જે વસ્તુ જે કા એ ચિન્માત્ર પોતે જ પોતામાં હિરણ્યગર્ભરૂપે બની જેવા જેવા નિયમવાળી હોવી જોઈએ એમ પ્રથમના કલ્પમાં કલ્પી લીધેલ હોય છે, તે તેવા જ નિયમ અર્થાત સ્વભાવવાળી બની મહાકલ્પના અંત સુધી તેમની તેમ જ રહેલી છે, પરંતુ વસ્તુત; તે કાળ, દેશ અને ક્રિયાદિરૂપે ભિન્ન ભિન્ન નિયમવાળું જોવામાં આવતું આ સર્વ ચિદાકાશરૂપ હોઈ તે બ્રહ્મના એક નિમેષરૂ૫ છે તથા એ સઘળા પદાર્થોનો સ્વભાવ મહાક૯૫ સુધી જ એવા રૂપે થયેલું હોય છે.
આત્મા જ સર્વત્ર પિતાના મહિમા વડે સ્વભાવરૂપે ભાસે છે સ્વભાવનું ખરું રહસ્ય જાણનારા વિવેકી પુરુષો આમ મહાકલ્પ એટલે બ્રહ્મદેવના પ્રથમ દિવસથી તે તેના આયુષ્યની મર્યાદા પૂર્ણ થતાં સુધી તેણે કરેલા સંકલ્પ મુજબ પોતપોતાના ઠરાવેલા નિયમમાં એકરૂપે રહેવું તેને જ રવભાવ એવા નામથી ઓળખે છે. સર્વમાં આકાશની પેઠે રહેલું છવરૂપે ભાસતું ચિસ્વરૂ૫ જ સ્વભાવરૂપ છે. જેમ એક જ અમિ દેશકાળના ભેદ વડે અનેકરૂપે થઈ રહે છે, છતાં તે પિતાના મૂળ સ્વરૂપને કદી પણ છોડતો નથી; પરંતુ તે સર્વ ઉvણ વસ્તુમાં અનુસૂત હોય છે, એટલે એતપ્રેત એવા ઉg પ્રકાશના રૂપને ધારણ કરીને રહે છે, એ જ તેને સ્વભાવ કહેવાય છે તેમ આ એક ચિત્માત્ર તત્વ