________________
ગીતાદેહન] તથા અનેક રૂપવાળી શબ્દ કરતી આ રત્નમાલિકાને તું ગ્રહણ કર [૩૦૭ જે સેંકડો પદાર્થોપે જાણે થઈ રહી ન હોય ! એમ જોવામાં આવે છે. ચિદાકાશરૂપ છવની અંદર વૃત્તિઓના સ્કરણ જેવું છે જે કાંઈ ભાસે છે તે તે વૃત્તિઓનું મૂળ અધિકાન તો આ એક ચૈતન્યતત્વે જ છે. તે તે વૃત્તિઓને માટે તેણે જેવા જેવા સ્વભાવની કલ્પના કરેલી હોય છે તે તે જ તેને સ્વભાવ મહાકલ્પના અંત સુધી બંધાઈ રહેલે હેય એમ જોવામાં આવે છે, સ્વપ્નમાં જોવામાં આવતું જગતાદિ દશ્ય સ્વખચૈતન્યથી ભિન્ન હેતું નથી, તેમ જાગૃતિમાં પ્રતીતિમાં આવતી આ પૃથ્વી, જળ, તેજ, વાયુ તથા આકાશ આદિ સર્વ વસ્તુઓ પણ વાસ્તવિક ચિપ એવા એક આત્માથી જરા પણ ભિન્ન નથી. આત્મચેતન થતાં અનેક કાર્યોની ખાણુરૂપ છે અને શબલ બ્રહ્મ દિવા ઈશ્વર પણ તેના ખજાનારૂપ જ છે. હે વત્સ ! પાણી અને હિમની જેમ આત્માને સાવયવ અને કઠિન ભાગનો જે આ મેટો ખજાનો જોવામાં આવે છે તે જ આ ભૂપીઠ હોઈ જેમ મનુષ્યના સમૂહનો આધાર રાજા ગણાય છે તેમ આ ભૂપીઠ એ જ આ સર્વના આધારરૂ૫ છે. જળને મુખ્ય ખજાનો મહાસાગર, તેજને મુખ્ય ખજાનો સૂર્ય, ચપળતાન મુખ્ય ખજાનો વાયુ અને શૂન્યતાન મુખ્ય ખજાનો આકાશ હોઈ આ પાંચ મહાભૂતો આ જગતની અંદર વ્યાપ્ત થઈને રહેલાં છે, એમ જે જોવામાં આવે છે તે તો સ્વપ્નની જેમ બ્રહ્મના જ એક વિલાસરૂપ છે. બ્રહ્મનું “અહમ્' “અહમ' (વૃક્ષાંક ૩) એવા વિવરૂ૫ જે કુરણું પ્રતીત થતું ભાસે છે તે જ આ સર્વભૂતાના મૂળ ખજાનારૂપ છે; તેથી એ પાંચ મહાભૂતની અદંર યાપ્ત થઈ રહેલો તેનો સ્વભાવ બ્રહ્મસત્તાથી કિચિન્માત્ર પણ ભિન્ન નથી. આમાં જ સૂર્ય ઉગ્ર કાંતિવાળો કેમ ? ઇત્યાદિ તારા પ્રશ્નોનું નિરાકરણ થઈ જાય છે, કેમ કે તેમ થવામાં હેતુરૂપ સ્વભાવ જ કારણ મનાય છે અને તે સ્વભાવ આ સર્વ દસ્યાદિમાં ઓતપ્રોત રહેલી એવી બ્રહ્મસત્તાથી સહેજ પણ જુદો હોતો નથી. સર્વજ્ઞ, શબલ બ્રહ, સાક્ષી, દ્રષ્ટા વા ઈશ્વર (વૃક્ષાંક ૨) પણ ચિદાકાશ, આત્મા અથવા બ્રહ્મરૂપ જ છે. તે સર્વવ્યાપી અને સર્વરૂપ છે. તેથી તે જ સર્વત્ર પોતાના પ્રકાશરૂપ મહિમા વડે સર્વ વિકી વિદ્વાનોને સ્વભાવરૂપે અને નિયતિરૂપે અનુભવમાં આવે છે.
જાતિશ્ચક્રની રચના તથા દિવસ નાના મોટા થવાનું કારણ હિરણ્યગર્ભ તે બ્રહ્મના એક બાલકરૂપ છે, તે ચૈતન્યરૂ૫ એવા પોતાના જ સ્વરૂપભૂત સંકલ્પ વડે ચિદાકાશરૂપ આ બ્રહ્માંડ નામની રચનાને કરોળિયાની લાળની જેમ પોતાની અંદર જ વિસ્તારી દે છે. જ્યારે આ સર્વજ્ઞ શબલબ્રહ્મ અર્થાત ઈશ્વર (વૃક્ષાંક ૨) આ સર્વ સ્થૂળ સૂમ પ્રપંચનો પોતાની અંદર જ લય કરી દે છે, ત્યારે હિરણ્યગર્ભના એક અવયવરૂપ એવા આ સૂર્યાદિનું ભ્રમણુસ્વભાવવાળું રૂપ દેખાતું નથી; કેમ કે તે પણ સંહાર કરનાર એવો વિરટ કિવા પરમ પુરુષરૂપ જ બની જાય છે. કરોળિયો જેમ પોતાની જ લાળથી પોતાના સંક૯૫ મુજબ ઘરને બાંધે છે, તેમ વિધાતા પણ પિતાના સંક૯પમાત્રથી જ ગ્રહ નક્ષત્રાદિના આશ્રયભૂત એવું શિશુમાર ચક્ર રચે છે. ધ્રુવથી લઈ ઉપર સત્ય અથવા બ્રહ્મલાક સુધીના ચક્રને શિશુમાર ચક્ર કહે છે. સૂર્યરૂપી નિમિત્ત વડે દક્ષિણાયન અને ઉત્તરાયણમાર્ગમાં ફરનારું આ બ્રહ્મ જ દિવસેના લાંબા
કાપણામાં હેતુરૂપ થાય છે. આ સર્વ એક બ્રહ્મનો જ વિવાર્તા છે અને અનિર્વચનીય એવું ચિદાકાશ એટલે બ્રહ્મ જ દશ્ય ભાસે છે. આ જયોતિશ્ચક્રમાં કેટલાક પદાર્થો વિશેષ પ્રકાશવાળા છે તથા કેટલાક તો પ્રકાશથી તદ્દન રહિત છે, આમ બ્રહ્મની અંદર વિચિત્ર પ્રકારના રહેલા પદાર્થો પણ બ્રહ્મરૂપ છે. વિવેકી તત્ત્વજ્ઞ પુરુષની દષ્ટિમાં તો આ પદાર્થોના સમૂહો કદી ઉત્પન્ન પણ થતા નથી અને દેખાતા પણ નથી, પરંતુ અનિર્વચનીય એવો ચિદાકાશરૂ૫ આત્મા જ વસ્તુતઃ ઉત્પન્ન નહિ હોવા છતાં પણ સ્વદસ્યની જેમ જાણે ઉત્પન્ન થયા હેય, એમ ભાસી રહ્યો છે. આત્મા ચિન્માત્ર છે, ચિપ છે, સર્વેશ્વર છે અને તે જ “તમે', “હું ઇત્યાદિ સર્વ દૃશ્ય આકારે પ્રત્યક્ષરૂપે ભાસે છે. દેહનો નાશ થતાં તેને પણ જાણે નાશ થતો હોય તેવું અજ્ઞાનીઓ માને છે ખરા, પરંતુ વસ્તુતઃ જોતાં તો તેને ભાસ પણ થતો નથી અને તેને કદી નાશ પણ થતું નથી. આમ ચિદાકાશ એટલે બ્રહ્મ જ પોતે પોતાના સ્વરૂપમાં સ્વપ્નસૃષ્ટિની જેમ જાગૃતિમાં પણ અનુભવમાં આવે છે, તે પછી આ જગતનું ચિદાકાશ વિના પારમાર્થિક સ્વરૂપ બીજું કયું હોઈ શકે?
*
*
*