________________
ગીતાહન ]
આ અગ્નિ તારા નામથી જ પ્રસિદ્ધ થશે;
[ ૩૦૫
આ મારો છે એ અહંકાર ધારણ કરનાર જીવાત્મા અને તેની સ્થળ સૂમ ઈદ્રિ, તેના વિષયો, તેનાં કર્મો તથા તે કર્મોનાં ફળ ઇત્યાદિ કશાની સાથે નલમાત્ર પણ સંબધ હેત નથી; આથી ઘટમાંનું આકાશ જેમ ઘટ કટી જવાથી અથવા રહેવાથી હર્ષશેકાદિ ભાવોને પામતું નથી તથા હર્ષાકાદિ કરનાર કોઈક સાક્ષી છે એ રીતે તેના સાક્ષીભાવને પણ જાણતું નથી. તેમ આ ચિત ધન આત્મા કિંવા બ્રહ્મ (વૃક્ષાંક ૧) ધટમાંના આકાશની જેમ દેહમાં સુખેથી રહેવા છતાં પોતે કાંઈ કરતે એ નથી અને કરાવતા પણ નથી.
न कर्तुत्वं न कर्माणि लोकस्य सृजति प्रभुः । न कर्मफलसश्यागं स्वभावस्तु प्रवर्तते ॥ १४ ॥
આત્મા કઈ કરતો નથી એ શી રીતે જાણી શકાય? ઉપર બતાવેલું જ છે કે, ઘટમાં રહેલું આકાશ એ કાંઈ ઘટને ઉત્પન્ન કરતું નથી, તેમ જ આ મારું પર છે એમ પણ કહેતું નથી, પણ તેવું અભિમાન ધારણ કરનાર માલિક તે કઈ બીજો જ હોય છે. આ માલિક જ ધર વડે ઉત્પન્ન થતાં સુખદુઃખાદિને જાણે છે, પરંતુ ધર પડી જવાથી થતું દુઃખ અને રહેવાથી થનાર સુખને આકાશ તે કાંઈ જાણતું નથી. વધવું, ઘટવું ઇત્યાદિ છ પ્રકારના વિકારો એ ઘરના હે ઈ તે વડે થતાં સુખદુઃખાદિ તો માલિકને હેય છે અને તે તે ધર અને તેના માલિકને પોતપોતાના રવભાવાનુસાર થતાં જ રહે છે; તેમ આ પ્રભુ અર્થાત આત્મા (વૃક્ષાંક ૧) કર્તાપણાને, લોકને, તેનાં કર્મોને અથવા તે કર્મફળને કોઈ પણ સંજોગોમાં કદી સરજતો નથી, પરંતુ ઘરરૂપ દેહ અને જીવાત્મારૂ૫ માલિક મેહવશ થઈ જેના તેના સ્વભાવ પ્રમાણે જ પ્રત્યે જાય છે. તાત્પર્ય એ કે, આત્મા (ક્ષાંક ૧) તે ઘરમાં રહેનારા આકાશની જેમ તદ્દન નિર્લેપ છે; તે કાંઈ કરતે, કરાવત અથવા કરવા કરાવવાની પ્રેરણા પણ કરતે નથી, તેમ તેવું કાંઈ હશે એમ પણ જાણતો નથી. જેમ ધટને માલિક આકાશ નથી, પરંતુ તેથી જુદી જ કાઈ હોય છે. તેમ આ જ છું” એવા મિથ્યા અહંકાર ધારણ કરનાર ચરાચરને સાક્ષી ઈશ્વર, દ્રષ્ટા અથવા પુરુષ (વૃક્ષાંક ૨) છે, અને આ પ્રતિબિંબાત્મક “હું' (વૃક્ષાંક ૩) સર્વ કર્મોના ભક્તા કહેવાય છે તથા ત્રણ ગુણના મિશ્રણને એકત્રિત ધારણ કરનારી અવ્યક્ત નામની પ્રકૃતિ (વૃક્ષાંક ૪) છે, એમ સમજવું. આ ત્રણ ગણોના આધારે જ તે કાર્ય કરવાની પ્રેરણા કરે છે. તે પ્રેરણા મુજબ આજ્ઞા કરવાનું કામ જ્ઞાન તથા કિયા એમ બંને શક્તિનું જેમાં મિશ્રણ છે તેવા અર્ધનારીનટેશ્વર અથવા પ્રકૃતિ (વૃક્ષાંક ૫) નું છે. આ રીતે તમામ કાર્યને આજ્ઞા કરવાની જવાબદારી તે આ તત્વની જ છે. તેની આજ્ઞા પ્રમાણે મર્યાદિત બની મમભાવ ધારણ કરી શક્તિરૂપે પ્રકટ થવાનું કાર્ય તે જીવ (વૃક્ષાંક ૬)નું છે; તે જ પ્રકૃતિ કિવા માયાના ત્રણ ગણોના આધારે મહત્તવાદિનો અંગીકાર કરી તથા અનેક પ્રકારની વાસનાઓ ધારણ કરીને કર્મોના કર્તાપણાનો અહંકાર ધારણ કરતો રહે છે. આમ જે અહંકાર ધારણ કરનારું તત્ત્વ છે તે જ પ્રથમ મહત્તવ એટલે પરમાત્માનું અંતઃકરણ છે (વૃક્ષાંક ૭), અને તે મહત્તત્ત્વમાંથી અહંકાર (વક્ષાંક ૮) ઉત્પન્ન થયેલ છે, એમ સમજવું. આ પ્રમાણે અધિકારવશાત નિયત થયેલાં કાર્યોમાં પોતપોતાના સ્વભાવનુસાર જે તે પ્રત્યે જાય છે. આત્મા તે આ બધાથી તદ્દન નિઃસંગ છે. સ્વભાવમાં સ્વભાવ એવા બે શબ્દો હાઈતેને અર્થે વાસ્તવિક રીતે તે એકરૂપ એવો પોતાનો એટલે આત્માનો ભાવ એવો થાય છે, પરંતુ વ્યવહારમાં નિયત થયેલા રણે ચાલવું તેને “સ્વભાવ” એમ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે, પગે ચાલવું, આંખે જેવું, કાને સાંભળવું એ જે તે ઈદ્રિયોનો સ્વભાવ ગણાય છે. આ બાબત વધ વિવેચન કરવા કરતાં શાસ્ત્રમાં આ સંબંધ શું કહેવામાં આવેલું છે, તેનો વિચાર કરીશું.
આ બધું નિયમિત કેવી રીતે છે? પ્રશ્ન: વિચિત્ર એવા અસંખ્ય પદાર્થોમાં અમુક જ એક ચોક્કસ નિયમ કેમ હોય છે? પદાર્થોને એ જ પ્રકારનો અચળ સ્વભાવ કેમ દેખાય છે? દેવતાઓ અસંખ્ય હોવા છતાં સર્વે જ કેમ તેમ કાંતિવાળા છે