________________
૩૦૨]
વર તાય રામ મયઃ (સિદ્ધાન્તકાડ ભર ગી- અર પ/૧૧ જ્ઞાનના નામથી પિતાને અને બીજાઓને અનર્થોની જાળ વડે બાંધી અધપતનમાં નાખી દે તે જ્ઞાનબંધુતા અશુભ છે તથા તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કરાવનારું જ્ઞાની પણું શ્રેષ્ઠ છે (યો. નિ. ઉ૦ ૦ ૨૧)
યોગ્ય વ્યવહાર કરવા છતાં પણ અલિપ્ત કેણુ? જીવન્મુક્ત પુરુષ જ્ઞાન વડે સર્વત્ર કેવળ અદ્વિતીય એવા એક બ્રહ્મમાં જ નિષ્ઠા રાખી ને ઓળંગી શકાય એવા પ્રારબ્ધ કર્મનાં ફળને સમાન ભાવના વડે ભોગવે છે. છતાં અંદરખાને તે તે સારી રીતે જાણે છે કે, આ શબ્દાદિક વિષપભોગ ચિત્તથી જુદા હોય એમ જોવામાં આવે છે ખરા, પરંતુ સર્વ આકારે તેમ જ કામસંકલ્પ આદિ અનેક વૃત્તિઓરૂપે પરિણામ પામનારા તે એક ચિત્તના જ વિકારે હેઈ તે ચિત્ત તે જ્ઞાન થતાંની સાથે જ નાશ પામે છે. તે બધા વિકારે તે ફકત એક આભાસ૩૫ હાઈ મૃગજળની જેમ તદન મિયા છે. એમ જે જાણે છે તે જ ખરો જ્ઞાની છે. અંતઃકરણમાંથી ઉત્પન્ન થનારા શબ્દાદિ વિષે તથા તેનો ઉપભોગ કરનારા ચાર તથા શ્રાદિ ઇંદ્રિયોનું પોત પોતાના ભોયરૂ૫ વિમાં પ્રવર થવારૂપ જે જ્ઞાન એટલે કે અંતઃકરણમાં ઇકિનું પોત પોતાના યોગ્ય વિષયમાં પ્રવૃત્ત થ ાને માટે તેમની તે તે વૃત્તિઓનું ઉત્થાન થતી વખતે જે વિજ્ઞાનનો ઉદય થવા પામે છે, તેમને તે તે વિયજ્ઞાનમાં તે સર્વના અધિકાન તથા સાક્ષ રૂપે રહેલા ચિપ અને જ્ઞાનસ્વરૂપ એવા એક પરમાત્માને જ સત્ય જાણવા; તે સિવાયનું બાકી મિથ્યા છે. જે આ સર્વ દશ્ય વસ્તુને આ પ્રકારના જ્ઞાન વડે નિયા જાણે છે તથા તેને વાસનાથી રહિત તદ્દન શુદ્ધ અને નિર્મળ એવા બ્રહ્મસ્વરૂપે જ અનુભવે છે, તે જ્ઞાની કહેવાય છે. આમતર તે વસ્તુતઃ સર્વદા સ્વતઃસિદ્ધ જ છે, એવા આ આત્માના લાભથી જે પુરુષ શાંતિ પામ્ય હેય છે, તેવો વિવેકી ' પુરુષ હંમેશ યથાપ્રાપ્ત વ્યવહાર કર્યા કરતો હેય તે પણ તેમાં નિત્ય શીતળતા જ અનુભવે છે; આવો પુરુષ જ જ્ઞાની કહેવાય છે. જે બોધ પુનર્જનમના મૂળરૂપ અજ્ઞાનને છેદી નાખ છે; પુર્નજન્મ કદી પણ થવા દેતો નથી અને મેક્ષ આપે છે. તેને જ જ્ઞાનપથ કહેવામાં આવે છે; તે વિના કેવળ બીજાઓના કલ્યાણને નામે કથાઓ શ્રવણ કરાવવી બેધ દેવો અને પોતાની ઉપજીવિકા ચલાવવી એ ચતુરાઈ તે શિલ્પકર્મ કરનારા મજારોની પેઠે અન્નવસ્ત્ર મેળવવાનો એક જાતને વેપાર છે, એમ સમજવું. જે પુરુષ અનાયાસે આવી પડેલા કાર્યોમાં ઇરછાઓ અને સંકલ્પથી રહિત થઈ રડે છે, જે પોતાના ચિત્તને શરદઋતુના આકાશની જેમ નિર્મળ, અસંગ અને નિવિકાર રાખીને વ્યવહાર કરે છે, તે જ્ઞાની કહેવાય છે. આવા જ્ઞાનનિષ્ઠ જીવન્મુક્ત અને બીજાની દષ્ટિએ લૌકિક કર્મ કરવા છતાં અને જીવતા છતાં પણ પોતામાં કર્તાપણાનું કશું અભિમાન ન હેવાથી અકમાં અને નહિ જન્મેલા જેવા જ છે; વળી તેઓને દેડ બીજાઓની દષ્ટિએ મરણને શરણ થયેલો હોય એમ દેખ , તોપગુ પોતે અમમાદિત હોઈ તદ્દન નિરભિમા હવા ની તેઓ વાસ્તવમાં અમર જેવા જ છે. સિવાય બીજા આની દૃષ્ટિમાં તેઓ દેખાતા હોવા છતાં પણ પોતાપણાના આભમાનનાં અભાવને લીધે નહિ દેખાતા જેવા જ છે. જેમ કોઈ પુરુસનું મન ખોવાઈ ગયેલા કિમતી દાગીના ઓ તરફ જ લાગેલું હોય છે અને પોતે ઘરમાં બેઠા હોવા છતાં પણ ઘરના કામકાજને દેખતે નથી, તેમ નાનપ્રાપ્ત થયેલા વિવેકી પુરુષનું મન નિયતિ બ્રહ્મમાં જ ચોંટેલું હોવાથી દેહયાત્રા સંબંધી કર્મો કર્યા કરતો હોવા છતાં પણ પોતે તે કર્મોને દેખતો નથી. (વધુ માટે યો૦ નિ ઉ૦ ૦ ૨૨ જુઓ).
ખરું કલ્યાણ ઇચ્છનારે દંભને ત્યાગ કરે જેને ખરેખર પરમાત્મપ્રાપ્તિ કરી ખરુ કલ્યાગુ અથવા આત્મહિત સાધવાની ઇચ્છા હોય તેમણે દંભને સ્પર્શ પણ થવા નહિ દેતાં ઈ. દ્રશે, તેના વિષયો અને તેનાં કર્મો ઇત્યાદિ કશાને મારામાં કિચિ માત્ર પણ સ્પર્શ નથી, એમ સર્વથી અસંગ એવા સ્વરૂપમાં જ સ્થિત થઈ રહેવું જોઈએ અને ઇધિ સ્વભાવ અનુસાર પોતાના વિજેમાં પ્રવર્તે તે પગ શું અને નહિ પ્રવર્તે તે ૫શું શું? એમ બંનેને સમાન ગણું “હું” તે તે બંનેના સાક્ષીભાવથી પણ પર અનિવ ચનીય એવો આત્મસ્વરૂપ હેવાથી “હું” કાંઈ પણ કરતું નથી અને કરાવતે પણ નથી” એમ માનવું. મુક્તિ મેળવવાને માટે ભોગાને ત્યાગ, આત્મવિચાર