________________
ગીતાહન) તે (યમ) આ મુજબ બોલવા લાગ્યું કે, હે અતિ પ્રિય એવા મહાત્મા! [૩૧ કરી લેકેના ઉપદેશને બહાને અંદરખાને પોતાને ઉપજીવિકારૂપ સ્વાર્થ સાધવાનું વ્યસનાત્મક કાર્ય કરે છે, પરંતુ યેયની પ્રાપ્તિને અર્થે તેના અનુષ્ઠાનમાં એટલે જ્ઞાન થવાના ઉપાયરૂપ વિવેક, વૈરાગ્ય, શમદમાદિ વસંપત્તિ અને મુમુક્ષપણું ઇત્યાદિ સાધનચતુષ્ટયમાં તત્પર રહેતા નથી, તેમ જ મનનાદિ માટે પણ કશે પ્રયત્ન કરતું નથી, તે જ્ઞાનબંધુ કહેવાય છે; કારણ કે, તેને ઉદ્દેશ ફક્ત પિતાનું તથા કુટુંબનું પેટ ભરવાને માટે અધ્યન કરીને તથા કથાઓ, પુરાણ, કીર્તનો તથા વ્યાખ્યા વગેરે દ્વારા લેકેની પાસેથી યુક્તિ પ્રયુક્તિથી દ્રવ્ય અને કીર્તિ સંપાદન કરવાં એ જ એક હોય છે, તેવા જ્ઞાનબંધુ કહેવાય છે. આ પ્રમાણે જે પુરૂને શાસ્ત્રના અભ્યાસ વડે મેળવેલો ઉપર ઉપરનો શબ્દબેધ વ્યવહારના ભોગે મેળવવા પૂરતો જ ઉપયેગી હોય છે, પરંતુ તેમનો એ શબ્દબોધ વૈરાગ્ય ઉપશમ આદિ ફળો વડે સફળ થયેલો દેખાતું નથી, તે પુરુષ હું જ્ઞાની છું, એમ કહી લોકોને ફસાવી અંદર ખાતે વિશ્વની લાલચમાં લપટાયેલ હોવાથી બીજાને બોધ આપવાર, એક જાતની પોતાની કારીગરી અથવા હાથચાલાકી કરી વેપાર ચલાવનાર હોય છે, તે જ્ઞાનબંધુ કહેવાય છે. જે પુ ઉપરથી લોકકલ્યાણને બહાને અંદરખાને વિષયવાસના ની તૃપ્તિની ઇચ્છા રાખી બીજાઓને અધ્યાત્મશાસ્ત્રાદિ સંભળાવી તેમાંથી પ્રાપ્ત થતાં વિષયો અને અન્નવસ્ત્રાદિના લાભથી જ માત્ર સંતોષ માને છે તથા આ રીતે લોકોને ફસાવી તેમની અજ્ઞાનતાનો લાભ લઈ કુડકપટ વડે પિતાની આજીવિકા ચલાવવી એ જ શાસ્ત્રજ્ઞાનનું ફળ છે, એમ સમજે છે તેમને જ્ઞાનબંધુ સમજવા અને તેઓ પોતે જ્ઞાનથી તદન રહિત હોવા છતાં પોતાનું ગુજરાન ચલાવવા સારું બીજાને ઉપનિવેદે, શાસ્ત્રો, પુરાણ વગેરેની કથા, કીર્તન, પુરાણ તથા વ્યાખ્યાનેદાર બોધ કરે છે અને ઉપરથી તે કાણે પોતે મારા જીવમુકત વેદાંતશાસ્ત્રાકાર છે, એવા ખોટા ડળ બતાવે છે; તેવા દંભીઓને તે નાટકમાંના નટાદની જેમ ખાલી પધારી જ સમજવા. આ સર્વ જાતનું જ્ઞાનબંધુપણું અશુભ અને ત્યજવાલાયક છે. હવે શુભ એવા જ્ઞાનીબંધુ કોને કહેવા, તે સંબંધમાં કહું છું,
આત્મજ્ઞાન વગરનું બાકીનું સર્વ જ્ઞાન નિરર્થક છે વેદમાં બતાવેલાં યજ્ઞયાગાદિ કર્મોને ધર્મ સમજીને જે નિષ્કામ ભાવે કરે છે તે પુરુષ જ્ઞાનથી દૂર ન હોવાને લીધે જ્ઞાનીબંધુ કહેવાય છે. આ પ્રકારનું જ્ઞાનીબંધુપણું તે શુભ અને યોગ્ય ગણાય છે. આત્મજ્ઞાન એ જ ખરું જ્ઞાન છે, બાકી બીજાં બધાં જે જે જ્ઞાન કહેવાય છે તે તો માત્ર જ્ઞાનના આભાસરૂપ જ છે; કેમકે આત્મજ્ઞાન વિના બીજા કશા વડે સર્વના સારરૂપ તથા જીવ અને જગતના અદિ પરબ્રહ્મતત્વનું શુદ્ધ સ્વરૂપ કદી પશુ જાગૃવામાં આવતું જ નથી. જેઓ આત્મજ્ઞાન મેળવ્યા સિવાય બીજી કાંઈ થોડું ઘણું જ્ઞાન મેળવી તેને જ આનું નામ જ્ઞાન કહેવાય, એમ માની લઈ અંતે કષ્ટદાયક એવી અનેક ચેષ્ટાઓ કરીને સંતોષ માને છે, તેઓને અધમ જ્ઞાનબધુ સમજવા; એટલે આત્મજ્ઞાન વગર બીજું બધુંજ્ઞાન અધમ હોઈ તે પ્રાપ્ત કરનારાઓને અધમ જ્ઞાનબંધુએ જાણવા.
જિજ્ઞાસુએ રિશંકુરત વચ્ચે નહિ રહેવું જોઈએ આ સંસારમાં બહાર અને અંદરના વિષયોને અનુભવનારી ત્તિઓ, તેનાં કારણો, તેને આશ્રય અને તે જાણવાના શબ્દાદિ વિષયોની જે કાંઈ પ્રતીતિ થાય છે, તે સર્વને મુમુક્ષુ પુરુષે સંકલ્પના ક્ષયરૂપ સંન્યાસ દ્વારા વિલય કરવો અને આત્યંતિક શાં ત મેળવવી. ઉદ્દેશ એ કે, જિજ્ઞ સુઓએ અંતિમ ભૂમિકામાં પહોંચ્યા વિના વચલી ભૂમિકામાં સંતોષ માનીને કદી પણ બેસી રહેવું ન જોઈએ, પરંતુ ઉત્તરોત્તર શ્રેષ્ઠ એવી ભૂમિકાઓ મેળવી બેય પ્રાપ્ત કરવા પોતાના પુરુષપ્રયત્નને જરા પણ શિથિલ થવા દેવો નહિ તમે જ્ઞાનબંધુપણાને પ્રાપ્ત થઈ આ સંસારના ભોગરૂપી રે ગ માં કદી પણ આસક્ત થશે નહિ. આ જગતમાં હિતકર અને માફકસર આહાર મેળવવા માટે શ્રુતસ્કૃતિમાં છેઠશષ્ટ પુરુષોએ બતાવેલું શુદ્ધ કર્મ જ કરવું.
આહારને ઉપાગ તો પ્રાણ ધારણ કરી રાખવા પૂરતો જ છે તથા પ્રાણનું ધારણ તો ફકત તસ્વજિજ્ઞાસાને | માટે હાઈ તત્વજ્ઞાનથી ફરીવાર સંસારમાં જન્મમરણનું દુઃખ ભોગવવું નહી પડે તેને માટે છે. તાત્પર્ય,