________________
ગીતાહન ]
આથી સંતુષ્ટ થઈને યમ આ નચિકેતા પ્રતિ પુનઃ બો.
[ ૨૯
નિરોધ કેવી રીતે સંભવે તે જ રીતે મારા પરિપૂર્ણ આનંદસ્વરૂપને ઠેકાણે સમાધિ પણ કેવી રીતે હોઈ શકે? ચિદાનંદ વડે ભરપુર અને ગગત કરતાં ૫વિશળ તેમ જ ચરાચરમાં વ્યાપક એવા મારા આત્માને શભ વા અશુભ કરે એવી કઈ ક્રિયા છે વા? અગર તો તેમાં ક્રિયા જ કયાંથી હોઈ શકે? ઉપરાંત મારા જ સામર્થ્ય વડે આ બધા કરોડે ભાસો ભાયમાન થતા હોવાથી તેમાં કેઈ આભાસાત્મક ક્રિયા ભાસમાન થાય તોપણ શું અને ન થાય તો પણ શું? મને તે કર્તવ્ય અગર અકથ્ય એ બંને તલમાત્ર પણ સ્પશી શકતાં નથી, ત્યારે આ નિરોધનો શું અર્થ ?
અખંડ અનુસંધાનની પ્રાપ્તિ સત્ય અને પૂર્ણ સ્વભાવને એ બહુ" (વક્ષાંક ૧) સમાધિ કિવા ઉત્થાન દશામાં પણ સદા આનંદથી પરિપૂર્ણ ભરેલો છે; તો હવે આ દેડ, આ ઇંદ્રિયે, આ મન આ બુદ્ધિ ઇત્યાદિ તમામ પિતપોતાના સ્વભાવ અથવા પૂર્વસંસ્કાર કિંવા પ્રારબ્ધ વડે જે જે કર્મમાં, વિશ્વમાં અથવા વિચારોમાં પ્રવૃત્ત થતાં હોય તેમાં ભલે પ્રવૃત્ત થાઓ અને રવભાવથી જ જે થકી નિવૃત્ત થતાં હોય તેનાથી તે ભલે નિવૃત્ત થાઓ! તેમની પ્રવૃત્તિ અને નિવૃતિ વડે મારા અસંગ, ચિદાનંદણું અને સર્વત્ર ચરાચર વ્યાપક એવા આત્માને હાનિ પણ શી થવાની છે તથા લાભ પણ શું થવાનું છે? રાજા જનક કહે છેઃ એવી રીતે મને આત્મસ્વરૂપનું અખંડું અનુસંધાન પ્રાપ્ત થવાથી હું હંમેશને માટે સ્વસ્થ હેઈને પરમાનંદ મહાસાગર જ બની રહ્યો છું મારા પ્રકાશનો અસ્ત કદાપિ પણ થતો નથી. હું અત્યત પરિપૂર્ણ અને સર્વ સગરહિત છું. આ પ્રમાણે મારી ઉત્તમ અધિકારીની સ્થિતિ છે ત્રિપુ. જ્ઞાન, સર્ગઃ ૧૭ જુએ દત્તપરશુરામ) તાત્પર્ય કે, આ રીતે આત્મસ્વરૂપને જાણીને સ્વસ્થ, શાંત અને નિર્મળ બને તત્વરિત પુસન ઇંદ્રિો અને તેના વિષયોનું મડણ કરવા છતાં પણ પોતે કાંઈ કરતો નથી, એમ યથાર્થ રીતે સમજે છે. આથી તે વ્યવહારદૃષ્ટિએ કર્મ કરે છે એમ ઇતર લેકેને દેખાવા છતાં પણ વાસ્તવિક છે કાંઈ કરતા જ નથી. આ રીતે પૂર્ણ સ્થિતિમાં સ્થિત થયેલા મહાત્માનું મહત્વ શ્રીકૃષ્ણ ભગવાને અને કહેલું છે; એ ધ્યાનમાં રાખવું. પરંતુ આવા કથનાનો લાભ લઈ કેટલાક શુષ્ક વેદાંતીઓ અથવા સ્વાર્થ સાધવો એ જ જેમનું ધ્યેય છે એ જ્ઞાનને નામે ટૅગ કરનારાઓ કઈ પોતાને ભક્તિમાને નામે તે કઈ જ્ઞાનમાર્ગને નામે ઇવાદિ ભિન્ન ભિન્ન સાંપ્રદાયના નામે ઓળખાવવા પ્રયત્ન કરે છે , તેવા મહાત્મા નહિ પણ કેવળ દાનિકે જ ગણાય. આ સંબંધમાં એક પ્રસંગ યાદ આવે છે.
તમારા ભેગ છે કે તમે અન્ન ખાતા નથી પર્યટનમાં સૌરાષ્ટ્ર દેશમાં એક સ્થાન ઉપર સંધ્યાકાળ સુધી રોકાવાને પ્રસંગ આવ્યું. ગામ તે જોકે નાનું હતું, પરંતુ આગગાડીઓની અવરજવરનું મોટું મથક હતું. તપાસ કરતાં જણાવ્યું કે, ગામથી થોડે દૂર કઈ મહાત્માની સમાધિ હેઈ તેમની ગાદી ઉપર કઈ શિષ્ય બિરાજમાન છે. ત્યાં જઈનાનાદિ નિત્યકર્મ કરી થોડો આરામ લીવ ગાદીના અધિપતિએ ભોજનના સમયે પોતાના ઈતર કેઈશિષ્યને તેડવા મો વ્યા, પરત અનાદિના આહારનો અભ્યાસ ના, એમ કહી તેમને મેં વિદાય કર્યો. માધિપતિએ ભોજન સમાપ્તિ પછી પોતાની પાસે બોલાવ્યા. ત્યાં અન્ય પણ કેટલાક સંન્યાસી અને ગૃહસ્થાશ્રમીઓ બેઠા હતા. મઠાધિપતિ તે થોડું બેલાવાવાળા હતા, તેમણે ફકત ક્ષેમકુશળતા તથા આગમન ક્યાંથી અને શા કારણે થયું? વગેરે પ્રશ્નો પૂછજા તથા ભોજનને માટે કિવા ફરાળને માટે ઘણું જ આગ્રહ કર્યો; તેથી બને તે દહીંની લસી, છાશ કિવા તુલસી વગેરે નાખેલ ગરમ મસાલાવાળા ઉકાળાનો પ્રબંધ કરવા જણાવ્યું. તે સાંભળી નજીક બેઠેલા એક વિદ્વાન સંન્યાસી ગૃહસ્થે કહ્યું કે; “ મહાત્મા તમારા બેગ છે કે, તમે અનાદિ ખાતા નથી અને કપડાં પહેરતા નથી. અમે તે પૂર્વજન્મમાં ઘણું પુણ્ય કરીને આવ્યા છીએ એટલે પ્રભુનું નામ પણ લઈએ છીએ અને ખાઈપીને આનંદ કરીએ છીએ.” મે પ્રથમ તો તેમના કa તરફ ખાસ લક્ષ ને આપ્યું, આથી ચર્ચા વધી પડી. ગાદીના મહંત તો ઉકાળ તેયાર કરાવ્યો. “પરોપદેશ પાંડિત્યમ' એ કહેવત અનસાર ત્યાં તો મારા ઉપર ઉપદેશની ઝડી વરસ લાગી. મેં તે ઠંડે પેટ ઉકાળો પીવે અને પછી