________________
૨૮૬] » તે પ્રકામિ તરુ ને નિરોધ નવિનઃ પ્રગાનના [સિદ્ધાન્તકાડ ભ૦ ગીe બ૦ ૪/૩૯
શનિ છે જેથ: સર્વે વાસના सर्व ज्ञानवेनैव पुजिनं सन्तरिष्यसि ॥ ३६ ॥
જ્ઞાનરૂપ વહાણથી મહાન પાપી પણ તરે છે હે અર્જુન ! વિશેષ શું કહું ? આ જ્ઞાનરૂ૫ વહાણ વડે ગમે તેવો મહાનમાં મહાન પાપી હોય તો તે પણ પાપરૂપ મહાસાગરમાંથી સારી રીતે તરી જશે, તો પછી ઇતરની તો વાત જ શી કરવી? ઉદેશ એ કે, ગમે તેવા મહાન પાપીને પણ આ જ્ઞાનરૂપ વહાણને આશ્રય પ્રાપ્ત થાય છે તેને તે પાપરૂપ મહાસાગરમાંથી તારી શકે છે, તો પછી આ તે ધર્મયુદ્ધ છે તેમાં આ જ્ઞાનદષ્ટિનો આશ્રય કરીને તારે હાથે ગમે તેટલો સંહાર થાય તે પણ તને પાપ લાગવાની ભીતિ રાખવાનું શું કારણ છે? અર્થાત આ રીતે જ્ઞાનનો આશ્રય કરીને હું ભાવને સંપૂર્ણ રીતે વિલય કરી અપક્ષ અનુભવ લઈ જીવન્મુક્ત બની તું યુદ્ધ કરીશ તે તેથી તેને કિંચિત્માત્ર પણ પાપ લાગશે નહિ.
यथैधासि समिद्धोऽग्निर्भस्मसात्कुरुतेऽर्जुन । શાના દiffજ અમલકરે તથા ૨૭,
જ્ઞાનાગ્નિથી તમામ કર્મો ભસ્મીભૂત થાય છે હે અર્જુન! જેમ પ્રજ્વલિત થયેલા અગ્નિમાં ગમે તેટલાં લાકડાં નાંખવામાં આવે તો પણ તે સર્વને ભસ્મ કરી નાખે છે તેમ ઉપર જણાવેલા આ જ્ઞાનરૂપ અગ્નિમાં સર્વ કર્મો ભસ્મીભૂત થઈ જાય છે. તાત્પર્ય કે, આ સર્વ દૃશ્ય વાસ્તવિક “હું(વૃક્ષાંક ૩) રૂપ છે તથા તે “હું તો આત્મા (વૃક્ષાંક ૧)માં કદી ઉત્પન્ન જ થયેલ નથી. એવા પ્રકારે જેને પૂર્ણ નિશ્ચય થયેલું હોય છે તેનાં તમામ કર્મો પણ આત્મ૨૫ જ બની જાય છે, કેમકે તેના અંતઃકરણમાં આત્મા સિવાય બીજી કોઈ વૃત્તિનું કદી ઉત્થાન જ થવા પામતું નથી. આથી તેનાં સર્વ કર્મો આ જ્ઞાનરૂ૫ અગ્નિ વડે ભસ્મ થઈ જાય છે.
म हिलानेन सदृशं पवित्रमिह विद्यते । तत्स्वयं योगसमिद्धः कालेनात्मनि विन्दति ॥ ३८ ॥
જ્ઞાનના જેવું પવિત્ર બીજું કાંઈ પણ નથી ખરેખર, આ લોકમાં જ્ઞાનની બરાબરી કરી શકે એવું પવિત્ર બીજી એક સાધન નથી. તે રવતસિહ હોવાથી આ સર્વ આત્મસ્વરૂ૫ છે, આત્મા સિવાય જે બીજું કાંઈ દેખાતો નથી તેને તે પોતામાં જ અનાયાસે પ્રાપ્ત થાય છે. તાત્પર્ય કે, આ જગતરૂપ દયબ્રાંતિને ટાળવાને માટે કેઈ પણ કાયિક, વાચિક યા માનસિક ક્રિયાઓ ઉપયોગી નથી, તેમ જ તપ, યજ્ઞ, દાન, વ્રત આદિ કોઈ પણુ કામમાં આવે એમ નથી. પરંતુ અહ વિલય કરી પોતે પિતામાં અર્થાત અનિર્વચનીય એવા સ્વરૂપમાં વિશ્રાંતિ લેવી એ સિવાય તેને જવાને માટે બીજું કોઈ પણ સાધન વા પ્રમાણ ઉપયોગી નથી. એ સ્વરૂપવિશ્રાંતિ સભંગતિથી તથા તત્ત્વશાસ્ત્રોના અભ્યાસમાં તત્પર રહેવાથી જ મેળવી શકાય છે. આ મોહજાળરૂપ અજ્ઞાનને દૂર કરવામાં બીજી કોઈ પણ ક્રિયાઓ કામ આવતી નથી, પરંતુ ફક્ત એક નાન જ કામમાં આવે છે. જ્ઞાન વગર ગમે તેટલાં તીર્થ, બતો, દાન, જપ કિંવા તપ આદિ કરવામાં આવે તે પણ તેથી મુક્તિ થઈ શકતી નથી. જેમ અરીસા મથેનાં પ્રતિબિંબો અરીસાપ છે, તે થકી જરા પણ ભિન્ન હતાં નથી છતાં ભિજા હેય એમ દેખાય છે, તેમ આ આત્મશ્ય એવું સ્વતઃસિહ જ્ઞાન જ અભિન્ન હોવા છતાં ભિન્ન ભિન્ન આકારે પ્રતીત થતુ કેય એમ અનુભવવામાં