________________
ગીતાદોહન] અમૃતત્ત્વ(આત્મા)ને જ ઇચ્છે છે; આ બીજો વર હું પ્રાર્થ છું. [૨૮૫ કરીને કિવા સેવા કરીને, તેમને પ્રસન્ન કરવાથી જ પ્રાપ્ત થઈ શકે છે. જેમના ઉપદેશ વડે ફરીથી આવા પ્રકારને મોહ કદી પણ થતું નથી, એટલું જ નહિ પરંતુ જ્ઞાન થવાથી સમગ્ર ભૂતને તું તારામાં એટલે પ્રથમ
હું” રૂ૫ (ક્ષાંક ૩)માં તથા પછી મારામાં એટલે હું કે જે અનિર્વચનીય એવો તત કિવા આત્મર૫ (કક્ષાંક ૧) છું, તેમાં જોઈશ.
સર્વ ભૂતને પાતામાં અને પિતાને મારામાં જોઈશ તાત્પર્ય એ કે, સૌથી પ્રથમ તત્ત્વવિદ્દ એવા સદગુરુનું નિઃશંક થઈ સંપૂર્ણ શરણ ગ્રહણ કરવું તથા અતિ નમ્રતાપૂર્વક તેમની પાસેથી ઉપર બતાવેલ (૧) નમસ્કારાદિ કિવા (૨) તત્ત્વવિષયક પ્રશ્નો અથવા (૩) સેવાધારા સર્વત્ર આત્મા જ છે, આત્મા સિવાય અન્ય કાંઈ છે જ નહિ એવા પ્રકારનું પરોક્ષ જ્ઞાન પ્રાપ્ત કરી લેવાથી દુઃખદાયક એવા અનેક પ્રકારના દૈત કિંવા ભેદભેદોની જે પ્રતીતિ થાય છે તે સર્વને વિલય થઈ આ સમગ્ર ભૂતે કેવળ “હું” રૂપ જ છે, એટલે સર્વભૂત માત્ર પોતાને બહું' “હું” એમ જે કહે છે તેના ઉપર તું, તમે ઈત્યાદિ આરોપ કરવા એ સાવ મિથ્યા છે; માટે સત્યવૃત્તિને આશ્રય કરવાથી આ સર્વ પ્રથમ હું રૂપ છે, એમ નિશ્ચયપૂર્વક તારી જાણમાં આવશે. અર્થાત્ મમ, મારું, તારું, તું, તે, આ ઇત્યાદિ ભિન્ન ભિન્ન અનેક નામરૂપે થતો તમામ વ્યવહાર મિયા હેઈ ખરી રીતે તો તે સર્વ “હું” ૩૫ જ છે, એમ તારી નજરમાં આવશે. જેમ સુવણું એટલે તેના ઉપર અનેક દાગીનાઓનો આરોપ કરવામાં આવે છે તે વાસ્તવિક રીતે તો સાવ મિથ્યા જ છે, કેમકે જે તેમાંથી તેનું કાઢી લેવામાં આવે તો અંતે નામરૂપાદિ વડે ભાસતા દાગીનાનું અસ્તિત્વ બિલકલ સંભવતું નથી. તેમ સમસ્ત ભૂતમાત્રમાંથી હું એવો ભાવ જે કાઢી લેવામાં આવે તે મારું, તારું, તું, તે, આ, મમ વગેરે અનેક નામરૂપો વડે ભાસતા આ જગતનું અરિતત્વ રહેલું જ નથી. એટલે કે આ સર્વ દશ્ય ડું' (વૃક્ષાંક ૩) જ છે એમ તું પ્રથમ નિશ્ચયથી જાણી શકીશ; બાદ તે “હું એટલે કેણુ? એવો વિચાર તને પ્રાપ્ત થશે, અર્થાત “હુને જ તું, તમે, આ, મારું, તારું ઇત્યાદિ નામે વડે સંબોધવામાં આવતું હતું તેનું જ્ઞાન થઈ એ તમામ નામરૂ પાદિ મિથ્યા છે એમ જ્યારે તને જણાશે ત્યારે આ “હું” કેણું છે? તે જાણવાની તને ઇરછા થશે. અને તેમ થતાં તે જાણી શકીશ કે, આ “હું”નું મૂળ ઊગમસ્થાન તે જ્યાં હું એ ભાવ છે જ નહિ એવું અનિર્વચનીય તત્વ છેકારણ કે, જયાંથી “હું” “હું એવી રફુરણ થાય છે તે તત્વ “હુરૂપ જ હશે એમ કહેવું યોગ્ય ગણાશે નહિ. જેમ લાકડાં, ચુને, ઈંટ વગેરેથી પર તૈયાર થાય છે તે ઉપરથી ઘરનો બનાવનાર અથવા માલિક પણ લાકડાં, ઈટ કિવા યૂનાનો જ હશે એમ કહેવું અગ્ય છે; કારણ કે, તે ઘર બનાવવાના કાર્યમાં ઉપયોગી એવા સર્વ સામાનથી તદ્દન અલગ એવો એટલે કે જેમાં આ ચૂનો, ઈંટ, લાકડાં વગેરેને અંશ પણ હોતા નથી તે તે સર્વ કરતાં તદ્દન ભિન્ન હોય છે, તેમ જ્યાંથી હું”, “હુ" એવી પૂર્તિ થાય છે તે તત્વ આ “હુથી તદ્દન ભિન્ન છે અર્થાત્ તેમાં “હુ'ને અંશ પણ હેઈ શકે નહિ તેવા પ્રકારનું આ “હું"નું મૂળ સ્વરૂપ હેવું જોઈએ, એ પણ નિશ્ચિત સિદ્ધ થાય છે. આ તત્વને જાણવાને માટે વાણ, મન કિંવા બુદ્ધિ ઇત્યાદિ સર્વ નિરર્થક જ છે; કેમકે વાણી, મન, બુદ્ધિને જાણનાર તે બહુ છે અને જ્યાંથી આ “હું” ઉત્પન્ન થયો તે પદ તો અનિર્વચનીય એવું જ હોવું જોઈએ, એમ સિદ્ધ થાય છે. અજ્ઞાનીઓને સમજાવવા માટે વ્યવહારમાં આ પદને જ આત્મા, બ્રહ્મ, સત, ચિત, તત ઇત્યાદિ નામોની સંજ્ઞાઓ આપવામાં આવેલી છે. તે પદની પ્રાપ્તિને માટે “હું” ભાવને વિલય કરવો એજ એક ઉપાય હોવાથી તે અનિર્વચનીય હાઈ અનુભવનમ છે; વળી તે પદ સ્વતઃસિહ જ છે; તે ઉપર જ આ હું, તું, તે, આ, મા, તારું, ઈત્યાદિ અનેક ભાવોના આરોપ વિવર્તાભાવે થયેલાં છે. માટે આ સર્વને તું પ્રથમ પંક્ષિાંક ૩)માં અને તે હુને અનિર્વચનીય આત્મસ્વરૂપ એવા મારા (વમાં ૧)માં જોશે. સારાંશ, આમાં ભગવાને અર્જુનને એમ કહ્યું છે કે, આ સર્વ ભૂતેને હું અર્થાત પિતામાં એટલે હું” ૫(વૃક્ષાંક ૩)માં અને તે '(રક્ષાંક ૩)એટલે પોતાને મારામાં અર્થાત આ છે તે અનિર્વચનીય એ આત્મસ્વરૂપ લક્ષાંક ૧)જ છે, એમ હું જોઈ શકીશ (રાશિ).
I
It