________________
ગીતાદેહન )
શ્રદ્ધાવાળા એવા મને તું કહે, કારણ કે વર્ગલકવાળાઓ પણ–
1 ૨૮૩
પૂછીને તેના ઉત્તરની અભિલાષાથો પરમાનંદના સમુદ્રરૂપ પરબ્રહ્મનો અપરોક્ષ અનુભવ કરનારા મહાત્માઓનાં ચરાનું સેવન શા માટે કરતા નથી? કેવળ વ્રત, ઉપવાસ અને શીતાણાદિ સહન કરી દુઃખદાયક એવી ક્રિયાઓ કરતા રહી મિથ્યા આયુષ્યનો ક્ષય શા માટે કરો છે? અને શીલાની અંદર રહેલા કીડાની પેઠે આ પર્વતની ગુફા વિષે તમે કેમ પડ્યા રહે છે? આત્માનુભવી સમદષ્ટિવાળા પુરુષોને પ્રશ્ન કરવાથી તેમની સેવા કરવાથી અને તેઓના સમાગમથી એવી નિબંધ યુકિત મળી આવે છે કે, જે વડે આ સંસાર બંધનમાંથી મુક્ત થઈ શકાય છે; માટે તમો શરીરને મિથ્યા કષ્ટ પડે એવી આ ચેષ્ટાઓને છોડી દઈ કાઈ આત્માનુભવી મહાત્મા ગુરુની સાથે રહી, જે કાળે જે કંઈ મળે તેનું સેવન કરતા રહે તથા એ ગુરુએ બતાવેલા માર્ગમાં જ દઢ રહી પછી જોઈએ તે આ વનની ગુફામાં સુખેથી પડ્યા રહે( નિઃ પૂ૦ સ. ૮૭, શ્લો- ૧૫ થી ૩૪).
तद्विद्धि प्रणिपानेन परिप्रश्नेन सेवया । उपदेश्यन्ति ते ज्ञानं ज्ञानिनस्तत्त्वदर्शिनः ॥ ३४ ॥
આત્મજ્ઞાન સપુરુષ પાસેથી પ્રાપ્ત કરી લેવું જોઈએ પ્રથમ બતાવેલું છે કે, આ ચરાચર દશ્ય જાળ કેવળ આત્મવરૂપ જ છે, આત્મા સિવાય બીજું કાંઈ છે જ નહિ એમ સાક્ષાત્કાર વડે જાણવું તે જ જ્ઞાન છે; એટલે તત, આત્મા કિંવા બ્રહ્મને અપરોક્ષાનવ વડે નિઃશંક રીતે અનુભવવું એ જ ખરું જ્ઞાન કહેવાય. તે જ્ઞાનને ઉપદેશ જ્ઞાતાઓ એટલે બ્રહ્મનિષ્ઠ મહાત્મા પુરુષોને નમ્રભાવે પ્રણામ કરવાથી, તત્ત્વજ્ઞાન સંબંધમાં વિચાર કરીને મનની તમામ શંકાઓનું પ્રશ્નો દ્વારા સમાધાન કરાવી લેવાથી તથા સેવા કરી તેમની પ્રસન્નતા કરવા થકી તેઓ કરે છે. તાત્પર્ય કે, એ જ્ઞાન તો તું ત્યારે જ પ્રાપ્ત કરી શકીશ કે, નમ્ર ભાવે તેઓને પ્રણિપાત કરી સર્વભાવે તેમને શરણે જવાથી, પ્રશ્ન કરવાથી એટલે સંસારી વિષયો સંબંધના નહિ પણ તેમાં વૈરાગ્ય ઉત્પન્ન થયા બાદ આત્મસંબંધમાં સારો વિચાર કરી પછી તત્ત્વસંબંધમાં સમાધાન થતાં સુધી પ્રશ્નો કરીને તથા તેમની યોગ્ય શશ્રષા અર્થાત સેવા કરી તેઓને પ્રસન્ન કરીને જ તેઓની પાસેથી સંપાદન કરી શકાય છે, અર્થાત આત્મપ્રાપ્તિને માટે મહાત્માઓનો સત્સંગ એ જ સૌથી શ્રેષ્ઠ એવો ઉપાય છે. જેઓ હંમેશને માટે બ્રહ્મસ્વરૂપમાં જ રમમાણ થયેલા છે, બ્રહ્મ સિવાય બીજું કાંઈ દેખતા જ નથી એવા અપરક્ષાનુભવિ મહાપુરુષોને સંગ એ જ ખરો સત્સંગ કહેવાય. સત્સંગ શબ્દ સત એટલે આત્મા તથા સંગ, એ બે શબ્દો મળીને થયો છે. તેને અર્થ આત્માની સાથે અયભાવ કરાવનારે સંગ તે સત્સંગ કહેવાય. આ પ્રકારના સત્સંગની શ્રેષ્ઠતાના સંબંધમાં દરેક શાસ્ત્રમાં ઘણાં વર્ણને આવેલાં છે. તે પૈકી શ્રીકૃષ્ણ ભગવાને ભાગવતમાં સત્સંગના મહિમા સંબંધે જે વિવેચન કર્યું છે, તેને સંક્ષેપમાં સાર નીચે પ્રમાણે છે.
સત્સંગની વ્યાખ્યા અને મહિમા શ્રીકણ કહે છેઃ હે ઉદવ! સઘળા સંગને મટાડનાર સત્સંગ વડે આત્મરવરૂપ એવા મને વશ કરી શકાય છે. આ ગ, ધર્મ, વેદાધ્યયન, તપ, સંન્યાસ, યજ્ઞ એટલે ઈષ્ટકર્મો, વાવ, કુવા, તલાવ આદિ કરવા૫ પૂર્તકર્મો; દક્ષિણા, વ્રત, વિવિધ પ્રકારના દેવતાઓના પૂજન, મંત્ર, તીર્થો, નિયમો કે યમો ઇત્યાદિ પછી સત્સંગની બરોબરી કરી શકે એવું કંઈ પણ સાધન નથી. દેત્યો, રાક્ષસ, મૃગે, પક્ષીઓ, નાગકે, સિહો, ગંધ, ચારણ, યક્ષો, વિદ્યાધરે તથા મનુષ્યો; તેમાં પણ શો, સ્ત્રીઓ અને અતિશો, કે જેઓ રજ અને તમોગુણના રવભાવવાળા હતા તેઓ પણ કેવળ સત્સંગથી જ મને પામ્યા છે. તે ઉદ્ધવ ! વૃત્રાસુર પ્રહાદ આદિ દે, વૃષપર્વ, બળિ, બાણાસુર, મયદાનવ, વિભિષણ, સુગ્રીવ, હનુમાન, જાંબુવાન, ગજે જટાયુ પક્ષી, તુલાધાર વૈશ્ય, ધર્મવ્યાધ, મુજા, વ્રજની ગોપીઓ, યજ્ઞ કરનારા બ્રાહ્મણની જીઓ અને