________________
ગીતાદોહન ] કે યમ! વસ્ત્ર પ્રાપ્તિ કરાવનારા અમિતે જાણે છે તે
[ ૨૮૧ જાણનારાઓમાં ઉત્તમ અને નિષ્કામ કર્મો કરનારા કહેવાય છે. કેટલાક જ્ઞાનીઓ જ્ઞાન વડે પ્રદીપ્ત થયેલા મનના નિમહમાં કર્મશપ એને હેમે છે. આત્મપભાવના નહિ પરંતુ જેમાં કેવળ દ્રવ્યો અથવા પદાર્થોને જ ઉપયોગ થાય છે એવી પૂલ અને સકામ દષ્ટિથી યજ્ઞને માટે તૈયાર થયેલા વિષયેચ્છ કામનાવાળા મનુષ્યોને જોઈ પ્રાણીઓ ભયને પામે છે. માટે નિષ્કામ એવા આત્મભાવથી થતા યા જ શ્રેષ્ઠ છે, એમ સમજે (ભા. ર૦ ૭, અ. ૧૫).” ભગવાન બોલ્યા હે કુરુવંશમાં શ્રેષ્ઠ એવા અર્જુન ! આ પ્રમાણે યજ્ઞ નહિ કરનારાઓને આ લોકમાં પણ સિદ્ધિ થતી નથી એટલે આ લોકમાં પણ તે સુખી થતા નથી, તે પછી પરલોકની તો વાત જ શી કરવી?
एवं बहुविधा यशा वितता ब्रह्मणो मुखे । कर्मजान्विद्धि तान्सर्वानेव ज्ञात्वा विमोक्ष्यसे ॥ ३२ ॥
યને વિસ્તાર વેદમાંથી જ થવા પામેલ છે ઉપર બતાવેલા (૧) આ સર્વ બ્રહ્મરૂ૫ છે, (૨) આ સર્વ દેવતા૫ છે, (૩) બ્રહ્માર્પણદષ્ટિએ હવન કરવામાં આવે છે એટલે કે હું જે આ હવન કરું છું તે સર્વ બ્રહ્મને જ પહેચે છે એવી ભાવનાથી થતા યો, (૪) શ્રોત્રાદિ ઈદ્રિના સંયમરૂ૫ અગ્નિમાં હવન કરવું તે, (૫) શબ્દાદિ વિષયોનું ઇકિયોરૂપ અગ્નિમાં હવન કરવું તે, (૬) સર્વ ઇંદ્રિયો, પ્રાણુ અને તેનાં કર્મો આત્મસ્વરૂપ છે એવા દઢ નિશ્ચય વડે તેવા પ્રકારના આત્મરૂપ અગ્નિમાં હવન કરવું તે, (૭) કેઈ પણ સંકલ્પનું અંતઃકરણમાંથી ઉત્થાન જ થવા નહિ દેવારૂપ સંયમનિરૂપ અર્થાત નિઃશેષભાવના અભ્યાસરૂપ યજ્ઞ, (૮) દ્રવ્યય, (૯) તપયજ્ઞ, (૧૦) યોગયજ્ઞ, (૧૧) સ્વાધ્યાય કિવા સ્વકર્માનુષ્ઠાનરૂપ યજ્ઞ, (૧૨) જ્ઞાનયજ્ઞ; એવા આ બાર યજ્ઞો તથા પ્રાણોપાસના પૈકી (૧૩) પ્રાણનો અપાનમાં એટલે ઉસ વા પૂરક તથા અપાનને પ્રાણમાં એટલે નિ:શ્વાસ વા રેચક અને તે બંનેને નિરોધ એટલે કુંભક, આ પ્રમાણે ત્રણ પ્રકારને પ્રાણાયામરૂપ થત યજ્ઞ અને (૧૪) સ્વાભાવિક પ્રાણે પાસના
અર્થાત સહજકુંભક, આ બે પ્રકારની ઉપાસના કરનારા પ્રાણોપાસકો તેમ જ (૫) ધારણાભ્યાસ; મળી કુલ પર પ્રકારના જે યનો કહેવામાં આવેલા છે તે; તથા તે સિવાયના પણ બીજા અનેક પ્રકારના યજ્ઞા બ્રહ્મરૂપ
એવા આ બ્રહ્મના મુખમાં જ ચાલુ છે, એટલે આવા ઘણા પ્રકારના યજ્ઞો બ્રહ્મદેવના મુખમાંથી નીકળેલા એવા તેમાંથી જ વિસ્તારને પામેલા છે; તે સર્વેને ઉગમ (ઉદભવ) કર્મમાંથી જ થયેલ છે, એમ જાણું, આગળ જણાવેલું જ છે કે, યજ્ઞની ઉત્પત્તિ કર્મમાંથી અને કર્મની ઉત્પત્તિ બ્રહ્મદેવમાંથી જ થયેલી હોઈ બ્રહ્મદેવની ઉત્પત્તિ અક્ષર એવા બ્રહ્મવૃક્ષાંક ૧)માંથી થયેલી છે, માટે વટબીજ અથવા બીજાફર ન્યાયાનુસાર આ સર્વ બ્રહ્મ કિંવા આત્મસ્વરૂપ જ છે, એમ જાણુ. આ રીતનું જ્ઞાન થયું કે તું તરત મુક્ત થઈશ (દેહયજ્ઞને માટે પ્રાણાગ્નિહોત્રોપનિષદ જુઓ).
भेयान्द्रव्यमयाजाज्वानयज्ञः परन्तप । सर्व कर्माखिलं पार्थ लाने परिसमाप्यते ॥ ३३ ॥
સર્વસને અંત જ્ઞાનયજ્ઞમાં જ થાય છે, ભગવાન આગળ કહે છેઃ હે અર્જુન! ઉપર જે અનેક પ્રકારના યજ્ઞોને વિસ્તાર કહેવામાં આવ્યો, તે સર્વમાં દ્રવ્યમય યજ્ઞ કરતાં જ્ઞાનમય યજ્ઞ જ વધુ શ્રેષ્ઠ છે; એટલે જે યજ્ઞમાં અનેક પ્રકારની સાધન સામગ્રીની જરૂર છે તે ય કરતાં આ સર્વ બ્રહ્મ છે, એવા દઢ નિશ્ચય વડે બ્રહવ્યતિરિક્ત અંતઃકરણમાં બીજી કઈ વૃત્તિનું ઉત્થાન જ થવા નહિ પામે એવો યજ્ઞ કે જે જ્ઞાનયજ્ઞ કહેવાય છે તે જ શ્રેષ્ઠ છે; કારણ કે, હે પાર્થ! આ તમામ યજ્ઞની સમાપ્તિ વા અંત છેવટે તે જ્ઞાનમાં જ થાય છે. જેમ તમામ નદીઓને
અંતે તો એક સમુદ્રમાં જ થાય છે તેમ ઉ૫યંત સર્વ યાને સમાવેશ અને તે જ્ઞાનયજ્ઞમાં જ