________________
૨૮૪ ] aો રમતાં મારા પ્રતિવેન ને વન . [ સિદ્ધાન્તકારડ ભ૦ ગીઅ૦૪/૩૫
બીજા પણ કેટલાક કેવળ સત્સંગથી જ આત્મસ્વરૂપ એવા મને પામ્યા છે. એઓએ કાંઈ વેદાધ્યયન કર્યું ન હતું. ઉપાસના કરી ન હતી, વ્રત કે તપ પણ કર્યા ન હતા; તોપણ તે બધા સત એટલે આત્મસ્વરૂપ એ જે હું તે મારા સંગથી જ આત્મસ્વરૂપ પામેલાં છે. ગોપીઓ, ગાય, વૃક્ષો, મૃગ, નાગ અને બીજા પણ કેટલાક અતિ મૂઢ બુદ્ધિવાળા ગણાતા જીવો કેવળ સત્સંગથી જ કૃતાર્થ બનેલાં છે; વૃત્રાસુર આદિકેએ તો કદાચ જપત પાદિ બીજાં કઈ સાધનોનો આશ્રય લીધો હોય પરંતુ બિચારી ગેપી અને ગાયને માટે તે બીજાં કાઈ સાધનો હતાં જ નહિ. યોગ, સાંખ્ય, દાન, વ્રત, તપ, યજ્ઞ, વ્યાખ્યાન, વેદાધ્યયન અને સંન્યાસ વગેરે માગૅદ્વારા ગમે તેટલા યત્ન કરે તે પણ હું કે જે અનિર્વચનીય એવો આત્મસ્વરૂપ છું તેનો પાર પામી શકવો મુશ્કેલ છે, છતાં તે કેવળ એક સત્સંગ વડે જ પામી શકાય છે, માટે હે ઉદ્ધવ! આત્મસ્વરૂપ એવા મારા ભજનનો પ્રભાવ જ એવો છે કે, સર્વ ભાવે મને અર્પણ થનાર અંતે મારા સ્વરૂપને જ પામે છે; એટલા માટે તમે તિરસ્કૃતિમાં કહેલાં વિધિવા એટલે શ્રતિઋત્યાદિ શાસ્ત્રમાં પેયપ્રાપ્તિને માટે આજ્ઞારૂપ જે વા આવેલાં છે તે વિધિ કિંવા નિઃશેષ વાકને કહેવાય; કારણ કે, તે પદની બુનિઋત્યાદિ શાસ્ત્રમાં નેતિ નેતિ કહી અનિર્વચનીયતા દર્શાવવામાં આવેલી છે તે; તથા આમ કરવું, આમ નહિ કરવું ઈત્યાદિ પ્રકારનાં નિયમવાકે, અને તેમાં બતાવેલું પ્રવૃત્તકમ, નિવૃત્તકમ, સાંભળવાનું અથવા સાંભળેલું ઇત્યાદિ સર્વ છોડી
ઈને બહુ' કે જે સર્વ પ્રાણીઓનો અદ્વિતીય એવો એક આત્મા છું, માટે સર્વ જગત ભગવત એવા મારુ ૩૫ છે એ ભાવથી નિઃશંક થઈ એક મારું જ શરણુ લે અને આત્મસ્વરૂપ એવા મને પ્રાપ્ત થઈને સંસારના , સઘળા ભયથી છૂટી જાઓ (ભાકં૦ ૧૧ અ. ૧૨ ક. ૧ થી ૧૫).
દુઃખનિવૃત્તિનું આદિ કારણ કયું? ખરું જોતાં તે અવિચારે જ સર્વને ઘાત કરેલ છે. સુવિચાર વડે જ સ્વહિત સાધી શકાય છે અને તે પ્રાપ્ત કરવાને માટે અનેક પ્રકારે માહાતમ્ય સાંભળવું એ સૌથી પ્રથા ઉપાય છે એ વાત ખરી, પરંતુ આમાં એક એવો સંશય ઉત્પન્ન થાય છે કે, પ્રથમ આ શ્રવણની પ્રાપ્તિ કેવી રીતે થઈ શકે? તેને માટે ઉપાય શો છે? અને જે તે અનાયાસે પ્રાપ્ત થશે એમ કહેવામાં આવે તે એવી રીતે તે મને આજ સુધી કેમ પ્રાપ્ત થયું નહિ? વળી મારા કરતાં પણ જેઓ વધારે દુખી છે, જે ડગલે અને પગલે આધાત સહન કર્યો જાય છે તેઓને પણ શ્રવણુરૂપ સાધન પ્રાપ્ત થવાનું કઈ જગ્યાએ જોવામાં આવતું નથી, તેનું કારણ શું? આ વિષય અને કૃપા કરીને સમજાવો આવી રીતે પરશુરામે દત્તાત્રેયને પ્રશ્ન પૂછ્યું.
સત્સંગ વડે જ ખરું કલ્યાણ થઈ શકે છે પરશુરામનો પ્રશ્ન સાંભળીને દયાનિધિ દત્તાત્રેયે આનંદપૂર્વક કહ્યુંઃ મેક્ષનું મૂળ કારણ શું છે તે હું તને કહું છું. બ્રહ્મનિષ્ઠ એવા આત્મપરાયણ સંતની સાથે સહવાસ એ જ એક સર્વ દુઃખનિવૃત્તિનું આદિકારણ છે; પરમાર્થરૂપી ફળની પ્રાપ્તિ થવાને માટે સત્સંગ એ જ મૂળ બીજ છે; તને મહાત્મા સંવર્ત મેળાપ થવાથી જ મોક્ષરૂપી ફળ આપનારી આ અવસ્થા પ્રાપ્ત થયેલી છે. તાત્પર્ય એ છે કે, સંતપુરુષોનો સહવાસ સાધવાથી સાચા સુખને માર્ગ સાંપડે છે; સત્સંગ વિના ખરું કલ્યાણ કેઈ સમયે કોઈને પણ થયું છે ખરું કે? વ્યવહારમાં પણ એવો નિયમ છે કે, મનુષ્યને જેવી સંગતિ પ્રાપ્ત થાય તેવું જ તેને ફળ મળે છે (ત્રિપુરારહસ્ય વા દત્ત પરશુરામ જ્ઞાનખંડ સ )
पज्जात्वा न पुनहिमेवं यास्यसि पाण्डव । येन भुतान्यशेषेण तुझ्यस्यात्मन्य॒थो मयि ॥ ३५ ॥
મેહનિવૃત્તિના ઉપાય ભગવાન કહે છેઃ હે અને ! આ આત્મજ્ઞાન તે તત્ત્વને જાણનારા અપક્ષ સાક્ષાત્કારી એવા પત્યોના સહવાસ વડે, તેમની પાસે નમ્ર ભાવે જઈ નમસ્કારાદિ દ્વારા અથવા તરવવિષયક પ્રશ્નો