________________
अन्ध समः प्रविशन्ति येऽविद्यामुपासते।
[ ઉપાસનાકાષ્ઠ કિર૦ ૧૬ કરવું ઉચિત છે? આ વખતને માટે મારો ધર્મ કયો છે ? અને તમારે પણ કયો છે ? તેને હવે તમે પોતે જ આ બધાં શાસ્ત્રો અને શાસ્ત્રવિદોની સમક્ષ નિર્ણય કરો. આ સાંભળીને તેઓને અંદરખાનેથી તે માટે ક્રોધ આવ્યો, તેના આવેશમાં જ તેઓએ નીચે પ્રમાણે કહ્યું :
કિરણશ ૧૬
સંન્યાસીને મેળાપ મહાત્મન ! શું સંન્યાસ વડે જ આત્મપ્રાપ્તિ થઈ શકે છે ? જનકાદિ જેવા રાજ્ય કરીને પણ વિદેહમુક્ત નડતા ? ઉત્તર : ભૂદેવ ! ખામાં કોધ કરવા જેવું શું છે ? તમારા આ પ્રશ્નનો ઉત્તર આપવા પૂર્વે હું તમને એક સંન્યાસી સાથે થયેલો સંવાદ કહું છું, કે જેથી તમારા સંશયની નિવૃત્તિ અનાયાસે જ થશે. એક સંન્યાસી પોતે પાશ્ચાત્ય વિદ્યાના ઉચ્ચ શ્રેણીના વિદ્વાન હતા, સિવાય પૌર્વાત્ય ભારતીય આધ્યાત્મશાસ્ત્રોના પણ સારા અભ્યાસક હતા, ઉત્તમ કોટીના વક્તા હતા અને એક ધાર્મિક સંસ્થાના અનુયાયી હોઈ તે સંસ્થાના પ્રચારને માટે તેમણે થોડા વર્ષ પૂર્વે એક મોટા શહેરમાં શાખા સ્થાપિત કરેલી હતી. આશ્રમમાં વિશથી પચીશ વર્ષ સુધીની ઉંમરને તેમના કેટલાક સંન્યાસી શિખ્યો પણ હતા.તેઓએ આવીને પોતે પિતાના આશ્રમનાં ઘણાં જ વખાણું કરવાની શરૂઆત કરી. ઘેડો સમય તે મેં તે બધું શાંતિથી સાંભળ્યું અને પછી તે એટલી હદે પહોંચી ગયા કે આખા જગતનું કલ્યાણ પોતે જે મનું અવલંબન કર્યું તે માર્ગે જ થાય તેમ છે, માટે લોકોએ આવી જ સંસ્થાઓને જ ચલાવવી જોઈએ વગેરે. તેમની આવી મિયા આત્મપ્રશંસા સાંભળીને મેં સહેજ કહ્યું કે, સ્વામીજી ! મને એક પ્રસંગ યાદ આવે છે, જે હું તમને કહું છું.
પરમાત્માની જડીબુટ્ટી એક દિવસે ગાડીમાં મુસાફરી કરતાં એક સારા દેશાગ્રણી ગૃહસ્થને ભેટે થયો. તેમણે મને કહ્યું, સાધુ મહારાજ! હું આપને પ્રશ્ન પૂછી શકું છું? ઉત્તર : ખુશીથી. આપ હિમાલયથી આવી રહ્યા છે, હિમાલવ એ તે જડીબુટ્ટીને માટે પ્રસિદ્ધ છે. તે આપ એવી કઈ જડીબુટ્ટી શોધીને લાગ્યા છે કે જેથી દેશના ઉપયોગને માટે મોટા પુ સેંકડો વર્ષ સુધી જીવતા રહે અને તેમના અનુભવો અને સેવાનો લાભ લોકોને લાંબો સમય મળતો રહે ! આજે તો એ એક મડાન પુરુ ગયો કે તેની જ પૂરવાને માટે તેવો કઈ બીજો અનુભવી નીપજતો નથી. મેં પૂછયુંઃ આપની ઉંમર સાઠેક વર્ષની તે હશે? ઉત્તર : ત્રેસઠ પૂરાં થયાં. સમજો કે તમને કોઈ એવી જડીબુટ આપે કે તમો ફરીથી પચીસ વર્ષના જુવાન બની જાઓ તે તમે શું કરશે? જિંદગીમાં જે ક્રમ આજ દિન સુધી કરતા આવ્યા તેનો તે જ, પચીસ વર્ષના થયા કે તમારે ફરીથી લગ્ન કરવાની ઈચ્છા થશે, વળી પાછાં છોકરાઓ થશે અને તમને પોષવાને માટે લોકોને ઉપરથી તે કલ્યાણ કરવાની ભાવના બતાવીને અંદરખાને પોતાની વિષયવાસનાની તૃપ્તી તથા ભરણપોષણને માટે પ્રયત્ન કરવો પડશે. આમ જ્યાં સુધી વાસના સિલક હશે ત્યાં સુધીને માટે પ્રથમ પિતાનું જુએ કે પારકાનું એટલે આવી રીતે વિષયવાસના સિલક રહેનારો કે હું લોકેનું કલ્યાણ કરવા નિકળ્યો છું, એમ કહેવા માગે તો તે એક નાદાનપણું જ છે. હા, આજકાલ એમ બને કે પોતાના સ્વાર્થ સાધી લેવાને માટે તેને લોકકલ્યાણનું નામ આપી લોકોને કદાચ છેતરી શકાય, પરંતુ તે વડે સાચું લોકકલ્યાણ થઈ શકે નહિ. વળી તમને જે પચીશ વર્ષને 'જવાન બનાવવામાં આવે તો પછી પરણીશ વર્ષની અંદરનો અનુભવ લેવાને રહી જાય તેનું શું? તેવું નહિ થશે પામે એટલા માટે ભગવાને પ્રથમથી જ એની જડીબુટ્ટી શોધી રાખેલી છે કે શરીર ભલે મરી જાય, પણ અંદરને વાસનામક જી વિષયો સહીત છ તે જ હોય છે અને તે ફરી ફરીથી વાસનાવશાત નવાં નવાં શરીરો લેતો રહે છે. આમ તેનું આ ચક્ર આત્મસાક્ષાત્કાર થતાં સુધી ચાલ્યા જ કરે છે. મરી ગયો એટલે શરીર છોડ્યા પછી જીવ બાળપણથી તે મરણ સુધીને અનુભવ ફરી ફરીને લેતે રહે છે. એટલે તમે કહે છે તેવી જડીમઢીથી તો કદાચ બાસઠ વર્ષનાને પચીસ વર્ષને બનાવી શકાય.