________________
૮૨ ] મને નય સુવા જ અરમાવિશ્વા િવ વધુનાનિ વિજ્ઞાન [ ઉપાસનાકાષ્ઠ કિર૦ ૩૦ સંગ્રહ કરવો નહિ, સુખદુઃખાદિ ગમે તે પ્રસંગો પ્રાપ્ત થાય તો પણ તેમાં હર્ષ અથવા શોક કરવો નહિ, ગમે તેવી વિપત્તિઓમાં પણ શાંતિને ઢળવા દેવી નહિ, ધીરજ, ક્ષમા, દયા, પવિત્રતા વગેરેને આશ્રય કરો, દાન કરવું તથા હંમેશાં સત્ય બોલવું, હિંસા કરવી નહિ, ચોરી કરવી નહિ, કટુ અને અમૃત વાણી પણ કહેવી નહિ; સરળતા રાખવી, સ્કાર અને અંદર એક જ પ્રકારનું વર્તન રાખવું, સત કાર્યો કરવાં, લોકોને ઉપયોગી તથા હિતકારક થાય એવાં કાર્યો હંમેશ કરતાં રહેવાં, સર્વત્ર ઈશ્વર ભાવના કરવી, સમતા રાખવી ઇત્યાદિ પ્રકારના સગુણોનો આશ્રય લઈ વ્યવહાર કરવાથી આ લોકમાં તથા પરલોકમાં એમ બંને પ્રકારે શ્રેય થાય છે. એટલે ઉપર કહ્યા પ્રમાણે બાળકને જેમ પેડાની પણ પ્રાપ્તિ થાય છે તેમ તેને “જગતનું તમામ પ્રકારનું ઐશ્વર્ય, કીર્તિ, લક્ષ્મી અને વિજયાદિની પ્રાપ્તિ થાય છે એટલું જ નહિ પણ સદ્ગુણેની વૃદ્ધિ થવાથી અંતે તે વેદના વિધવાક્યને આત્મસાક્ષાત્કાર પ્રાપ્ત કરાવવાનો જે ઉદ્દેશ છે, તેની પણ પ્રાપ્તિ થઈ શકે છે. આ રીતે વેદનાં નિયમવાનો અંતિમ ઉદેશ તો ક્રમે ક્રમે વિજયીજનોને તેમાંથી ધીરે ધીરે નિવૃત્ત કરાવીને આત્મસ્વરૂપમાં જોડવાનો જ છે. જેમ કેઈ બાળક વિદ્યા ભણતો ન હોય અને રમતિયાળ હોય, તો તેને તારે રમત વગર ચાલતું નથી તો અમુક સમય પૂરતું જ રમવું” એવો નિયમ કરી આપવામાં આવે છે અને બાંધી આપેલા નિયમ પ્રમાણે જે તે રમે નહિ તે તેને તું કેમ રખે નહિ એમ કહીને મારવામાં આવતો નથી; એટલે જેમ આ નિયમને અર્થ કરાવેલા વખતે તું રમત નહિ કરે તે હું તને મારીશ એવું કહેવાનો હોતો નથી, પરંતુ રમતમાંથી છોડાવવાને જ હોય છે, તેમ વેદમાં આવેલાં નિયમવાનો અર્થ લેકેને તેમની વિષયી પ્રવૃત્તિમાંથી ઉગારવાનો હોઈ આત્મામાં જોડવાનો એ જ એક છે. તસ્માત હે રાજન ! દરેક મનુય પછી તે વ્યવહાર દૃષ્ટિએ ગમે તે વર્ણ, ન્યાત, જાતવાળો હોય, પરંતુ તે પોતે પોતાને માટે હું નીચ કેટિન નહિ પરંતુ સર્વોચ્ચ એ આત્મા જ છું, એ નિશ્ચય કરે. તેણે પોતાને હું હીન છું એમ કદી સમજવું નહિ જોઈએ. આ રીતે પોતે સર્વોત્તમ એ આત્મસ્વરૂપ હોવા છતાં પણ પોતાને કેમ વિશાત હીન, દુર્બળ, અમુક મર્યાદાવાળે કિંવા અધમ સમજે તેવા અધમાધમ અથવા અસુરને માટે આ વેદશાસ્ત્રો તો શું પણ કોઈ પણ શાસ્ત્ર નિરુપયોગી જ ગણાય. આ પ્રમાણે હે રાજન ! આ શાસ્ત્રના અધિકારી સર્વ મનુષ્યો છે. કેમકે પોતે અત્યચ્ચ અને સર્વોત્તમ એવો આત્મરૂપ હોવા છતાં પોતાને અધમ સમજી લે એ તે વળી કેણું હોય? આ તને તારા પ્રશ્ન ઉપરથી અધિકારી અને અધિકારી સંબંધે કહ્યું. હવે આપણે સર્વ શાસ્ત્રના ભંડારરૂપ આ જ્ઞાન કે જે ભગવદગીતાને નિમિત્ત કરીને કહેવાયેલું છે તેની પૂર્વ પીકા સંબંધી પ્રથમતઃ સંક્ષેપમાં થોડો વિચાર કરીશું.
કિરણાંશ ૩૦
પૂર્વ પીઠિકા શ્રીભગવદગીતાની પરંપરા : આ ભગવદ્દગીતા મહાભારતમાં આવેલી છે. મહાભારતની રચના મહર્ષિ વેદવ્યાસાચાયે કરેલી હોઈ તેનો વ્યવહારમાં પ્રવૃત થયાની પરંપરા આ પ્રમાણેની છેઃ શ્રીવેદવ્યાસાચાર્યું પિતાના પુત્ર શુકદેવજીને, શુકદેવજીએ સૂત શૌનકાદિ ઋષિઓને અને તે ઋષિઓએ પોતે પોતાનાં શિષ્યવૃંદને કહેલી છે. તે પછી એક શિષ્ય પરંપરા વૈશંપાયન ઋષિ દ્વારા જનમેજય રાજા સુધી ઊતરી આવેલી છે. આ મહાભારતમાં કુલ અઢાર પર્વે હાઈ તેના છઠ્ઠા ભીમપર્વને અધ્યાય પચીશથી બે તાળીશ સુધી શ્રીમદ્દ ભગવદગીતા ઉપનિષદ આવેલું છે. જેનો ઉદ્દેશ અધ્યાત્મ કિંવા તત્વજ્ઞાનનો બોધ આપવાને હેાય તે ઉપનિષદ કહેવાય.
પુનિશ શબ્દ “પ” અને “નિ આવય સાથે સ ( ૪) ધાતુ ઉપરથી થયેલો છે. એટલે સમીપપણું, બેસવું કિંવા સ્થિર થવું. કલ્યાણકારી અને સત્ય એવા એક આત્મતત્વમાં સ્થિત થવું, જેના થકી વાસ્તવિક તત્વનો અર્થાત આત્મસ્વરૂપને બોધ થાય. ટૂંકમાં જેનું અંતિમ દયેય આત્મસ્વરૂપની પ્રાપ્તિ કરાવી આપવી એ જ એક હાય તે ઉદેશને ધ્યાનમાં રાખી જેમાં આત્મતત્વબોધ કરાયેલ છે તેને ઉપનિષદ્દ કહે છે. શ્રીભગવદગીતામાં