________________
ગીતાહન] તે ત્યાંથી પાછા ગયા ને કહ્યું કે આ પૂજ્ય યક્ષ કોણ છે ? એ જાણવાને હું સમર્થ નથી. [૧૬૯ હોવા છતાં તેના ઉપર તુ, તમે, મારું, શરીર, અવયવો વગેરે અનેક નામરૂપના જે આરોપ કરવામાં આવે છે, તે સર્વ મિથ્યા હોવાથી વિવર્ત કહેવાય છે; આથી “હુ” એટલે “તત” (આત્મરવરૂપ વૃક્ષાંક ૧) છે, એવી દરેક પદાર્થોમાં નિત્ય ભાવના કરવી. ટૂંકમાં, અંતઃકરણમાંથી વૃત્તિનું ઉત્થાન થતાં જ તેનાં નામ
વિલય કરી તે દરેક વૃત્તિનું ઉત્થાન થતાંની સાથે જ તે તે આત્મસ્વરૂપ એવા “હું” રૂ૫ છે, એવા નિશ્ચય વડે તેને વિલય કરતાં રહેવું; આ મુજબ વૃત્તિ તદાકાર થતાં સુધી તેને દઢ અભ્યાસ કરે.
શા તે હું” એટલે આ પણ હું, તે પણ હું, તું પણ હું, આમ સર્વે હુંરૂપ હોઈ તે હું એટલે જ આત્મા. એ રીતના દઢ નિશ્ચયથી નિત્ય પ્રતિ અભ્યાસ કરી તેમાં તન્મયતા પ્રાપ્ત કરી લેવી જોઈએ.
અભ્યાસક્રમમાં પડતે ત્રીજો અને ચે ભેદ (૩) અભ્યાસના મુખ્ય બે પ્રકારો ઉપર જણાવેલા છે. હવે એ બન્નેનો સમય તે ત્રીજો પ્રકાર છે, એટલે કે, આ જે જે કાંઈ છે તે સર્વ “હું” રૂપ જ છે તથા તે “હું” તે આત્મામાં કદી ઉત્પન્ન થયો જ નથી, અર્થાત્ અંતઃકરણમાંથી દૈતભાવની વૃત્તિનું ઉત્થાન થતાં વેંત જ તે સર્વ “હું” રૂપ છે અને તે હું” તે તત્વ એટલે આત્મા (વૃક્ષાંક ૧) માં કદી પણ ઉત્પન્ન થ શકય નથી. આ પ્રમાણે બંનેને એક સાથે અને એકદમ પણ અભ્યાસ થઈ શકે છે. આ રીતે કાંઈ નથી અથવા છે તથા તે બંનેને સાક્ષી
હું” (વૃક્ષાંક ૩) અને તે “હું” (વૃક્ષાંક ૩) નો પણ સાક્ષી શુદ્ધ “હું” (વૃક્ષાંક ૨), આ સર્વ ભાવોને નિઃશેષ એવા એક પરમપદમાં વિલય થઈ અંતે અનિર્વચનીયતા પ્રાપ્ત થઈ જાય છે.
ચોથે અભ્યાસક્રમ સાક્ષીભાવનો છે (અભ્યાસક્રમને માટે કિરણાંશ ૨૨ જુઓ). પરમપદનો અનુભવ પ્રાપ્ત કરવા પૂરતો જ આ અભ્યાસક્રમ સમજાવવાનો ઉદ્દેશ છે. જેનું આચરણ કરવાથી મુમુક્ષુ આત્મસ્વરૂપને સાક્ષાત્કાર કરી શકે છે. માત્ર આ અભ્યાસ કેવળ પોપટની જેમ બોલીને નહિ, પરંતુ વિવેજ્યુક્ત વિચાર કરીને અંતઃકરણપૂર્વક કરવાનું હોય છે.
- પરમ તત્વની પ્રાપ્તિ કિંવા સાક્ષાત્કાર ઉપર જણાવ્યા પ્રમાણે ચારમાંથી કઈ પણ એક પ્રકારનો અભ્યાસ દઢ નિશ્ચય અને શ્રદ્ધાયુક્ત અંતઃકરણથી સતત કર્યા કરે કે જેથી અનિર્વચનીય એવા પરમ પદનો અનુભવ આવે. તેમાં ક્ષણમાત્ર સ્થિર રહીને પછી આ મોહને પણ ત્યાગ કરી કેવળ નિશ્ચળ એવી સ્વાભાવિક સ્થિતિમાં સ્થિર રહેવું, એને જ સહજ સમાધિ અથવા વસતિ કહે છે. જળ. સમદ્ર, તરંગ, ફીણ, પરપોટા ઇત્યાદિ સર્વ ખરું જોતાં જળરૂપ હોવા છતાં તેને જુદાં જુદાં જાણવાં તે અજ્ઞાન છે અને તે સર્વને એક જળ રૂપે જ જાણવાં તે જ્ઞાન છે. આ પ્રમાણે જ્ઞાન થયા પછી પુનઃ સમુદ્ર, તરંગ, ફિણ, પરપોટા ઇત્યાદિ નામ રૂપનું સ્મરણ નહિ થાય, અર્થાત સર્વ કેવળ એક પાણી રૂપે જ દેખાય; રવપ્નમાં પણ પાણી સિવાય અન્ય રૂપે ભાસ નહિ થ તે જ નિવિકલ્પતા અથવા જ્ઞાનની પરિપકવ દશા કિવા સાક્ષાત્કાર કહેવાય છે. ત્યાર પછી પાણી પિતાને હું પાણી છું એમ કદી કહેતું નથી, તેમ પિતામાં સમુદ્ર, તરંગ, ફીણ, પરપોટાઓ ઇત્યાદિ સર્વ છે અથવા નથી તેની પણ પાણીને કાંઈ પડી નથી; એ બધું હોય તે પણ તે પિતાના સ્વરૂપથી ભ્રષ્ટ થતું નથી અને તે ન હોય તે પણ તેથી તેને કાંઈ હાનિ થતી નથી. એ મુજબ હોવું અને ન લેવું તથા એ બંનેને જાણનારા સાક્ષીભાવની તેને કદી પણ કાંઈ પડી નથી. તે પ્રમાણે આ કરોડો બ્રહ્માંડે, સમુદ્રમાં ઉત્પન્ન થતા બુદબુદો (પરપોટા) ની જેમ II ઉત્પન્ન થાય યા તો નષ્ટ થાય, હોય કે ન હોય, તે હોવાથી આત્મસ્વરૂ૫ કિચિત્માત્ર ૫ણ વિકારી થઈ શકતું ! નથી અને ન હોય તો તેથી તેની કાંઈ હાનિ થતી નથી અને હોવા છતાં તે સર્વે આત્મસ્વરૂપથી કદી ભિન્ન હેતાં નથી. આ સર્વ દયાદિ નામ રૂપો પણ તેનાં એટલે આત્મતત્વનાં જ હેઈ તેમાંથી અને તેના સ્વપથી કિંચિત્માત્ર પણ ભિન્ન હેતાં નથી, આથી તેમાં કશું પણ છે નહિ અને તે સર્વમાં વ્યાપ્ત પણ છે, તે સર્વને જાણે છે પણ ખરે અને નથી પણ જાણતે, બંને ભાવો તથા તેના સાક્ષીભાવનો પણ ઉદય નહિ થવા દેતાં કેવળ નિશળ એવા પરમપદમાં સહજ ભાવે સ્થિત થવું એ જ જીવન્મુક્તિ અથવા સહજ સમાધિ ના