________________
૧૪] વાયુ મનસ્પીચત્રવીમાતરિક્ષા થા મૌલિn ન. [સિદ્ધાન્તકારડ ભ૦ ગીઅત્રે /
બુદ્ધિયોગના આશ્રયનું પ્રયોજન શ્રીકૃષ્ણ ભગવાન કહે છે કે આ રીતે બુદ્ધિને (આગળ અખાય ૧૦ ક૧૦-૧૧ માં બુદ્ધિયોગ સંબંધમાં કહ્યું છે તે જોવું ) આશ્રય લઈ આ આવી પડેલું યુદ્ધકર્મ તું કરીશ તે તે કરવા છતાં પણ તેનાથી અલિપ્ત જ રહીશ, કેમકે આ સર્વાત્મભાવની દષ્ટિમાં કર્મને આરંભ, સ્થિતિ કિવા અંત પણ છે જ નહિ, વળી કરવાથી કંઈ લાભ પણ નથી અને ન કરવાથી કંઈ હાનિ પણ થતી નથી. તેમજ આ પ્રકારે થતા કર્મોમાં કોઈ પણ પ્રકારનો દેષ ઉત્પન્ન થવાનો ભય પણ નથી. આ કર્મ૨૫ પરમ શ્રેય પ્રાપ્ત થઈ શકે એવા ધર્મનું કિંચિત્માત્ર પણ જે અવલંબન થાય તે તે થકી મહાન ભયથી પણ રક્ષણ થાય છે. આ બુદિગના અભ્યાસની યુક્તિ એ છે કે, “ સર્વત્ર એક આત્મા જ છે. એ મનમાં દઢ નિશ્ચય કર.આ સન્ય, હું, તું, ધનુષ્ય, બાણ વગેરે જે જે નામ રૂપાદિ વડે ભાસગાન થાય છે તે સર્વ કેવળ એક આત્મસ્વરૂપ જ છે, એમ જાણવું. કેઈ કર્મ કરતું નથી, કઈ મારતું નથી, કોઈ મરતું નથી અને કઈ કદી ઉત્પન્ન થતું નથી પરંતુ તેવા પ્રકારે જે જે કાંઈ ભાયમાન થાય છે, તે સર્વને કેવળ એક આત્મરૂપે જોવું એ જ આ બુદ્ધિયોગના અભ્યાસની યુક્તિ છે. ભગવાન શ્રીકૃષ્ણ કહે છેઃ હે અર્જુન ! જેમાં સર્વ સંક૯પ શાંત થતાં તમામ વાસનાઓને વિલય થઈ જાય છે, તેવું તદ્દન નિવસન અને કેવળ ભાવનાથી જ પ્રતીત થતાં નામરૂપાત્મક આકરીને જ્યાં નિરાસ થઈ જાય છે એવું જે પ્રત્યક્ષ ચૈતન્ય કિંવા આત્મસ્વરૂપ અવશેષ રહે તે જ આત્મા અથવા બ્રહ્મ કહેવાય છે. આ સ્વરૂપને જાણવું તે જ્ઞાન, તેને માટે જે ઉધોગ અથવા અભ્યાસક્રમ તે યોગ અને અભ્યાસ કરનાર તે યોગી તથા અભ્યાસની પૂર્ણતા થઈ જીવન્મુક્તિ પ્રાપ્ત થઈ એટલે તે જ યોગનિષ્ઠ થયો એમ કહેવાય છે. આ સઘળું જગત અને હું પણ આત્મા કિવા બ્રહ્મ જ છીએ. એવા પ્રકારની સર્વાત્મભાવરૂપ બુદ્ધિથી જગતા િદશ્યની સત્યતામાં થયેલા મિથ્યા અહંકારને નાશ કરવો એ જ મુખ્ય બ્રહ્માર્પણ છે.
व्यवसायारिमका बुद्धिरे केह कुरुनन्दन । पहुशाखा हनन्ताश्व बुद्धयोऽव्यवसायिनाम् ॥ ४१ .
વ્યવસાયાત્મિકા બુદ્ધિ એટલે શું? હે કુનંદન ! આ પ્રમાણે બુદ્ધિ કિવા જ્ઞાનને આશ્રય લઈ અભ્યાસ કરનારે પોતાની બુદ્ધિ એકાગ્ર એટલે કેવળ એક આત્મસ્વરૂપ નિશ્ચયમાં જ તદ્દન સ્થિર અને પર્વતની જેમ અચળ રાખવી જોઈએ, અર્થાત હું તથા આ સર્વ આત્મરૂપ છે, એવા જ એક નિશ્ચયવાળી દેવી જોઈએ. જેમ અર્જુન તથા એકલવ્યની મહાભારતમાં વાત છે કે, સામે વૃક્ષ ઉપર બેઠેલા પક્ષી ની જમણી આંખ વીંધવાને માટે ગુરુએ આજ્ઞા કરી. સર્વ શિષ્યોને પક્ષી ક્યાં છે તે બરાબર બતાવવા જણાવ્યું. તેમાં કેટલાએ કહ્યું કે, અમુક અમુક ઝાડ ઉપર અમુક શાખા અને અમુક પ્રતિશાખા ઉપર તે બેઠું છે, કેટલાકે એ કેવળ બેઠેલી શાખાઓ બતાવી, કેટલાકેએ પ્રતિશાખા કહી, કેટલાકએ તો ફક્ત પક્ષી જ દેખાય છે એમ કહ્યું. પણ જ્યારે એકલવ્ય અને અર્જુનને પૂછ્યું, ત્યારે તેમણે જણાવ્યું કે, અમને તો ફક્ત જે આંખ વધવાની આપે આજ્ઞા કરી છે તે સિવાય બીજું કાંઈ જ નથી, માટે આપ આજ્ઞા આપે એટલે અમે બાણું છોડીએ, એ સાંભળો ગુરુ પ્રસન્ન થયા, તેમ પિતામહ આ સર્વમાં એક આત્મા સિવાય બીજું કાંઈ પણ સૂઝવાને તદ્દન બંધ થાય, એવા પ્રકારે બુદ્ધિને દરેક પ્રસંગે એક આત્મામાં જ પર્વતની જેમ તદ્દન સ્થિર અને અચલ રાખવી, અર્થાત્ બુદ્ધિને આત્મતત્વમાં જ એકાગ્ર નિશ્ચયવાળી રાખવી. આ બુદ્ધિયોગમાં એટલો જ એક વ્યવસાય એટલે ઉદ્યોગ અથવા કાર્ય કરવાનું હોય છે. વ્યવસાયનો અર્થ ઉદ્યોગ અથવા કાર્ય એવો થાય છે. વ્યવસાયામિકા બુદ્ધિ એટલે હું તથા આ સર્વ કેવળ એક આત્મસ્વરૂપ છે, એવા પ્રકારના એક આત્મીય વ્યવસાયમાં અર્થાત ઉધમમાં જ બુદ્ધિ સ્થિર કરવી તે