________________
૨૪૪ ] રિલ્શિયમ
ક્રર્ત ચન્મચાર સ્થિતિ છે
....
[ સિદ્ધાન્તકાણ૭ ભ૦ ગીઅ ૪/૮
જ કરવો જોઈએ. તે શંકાના નિવારણ માટે ભગવાને અને સ્પષ્ટતા કરી છે કે, તેવી નિર્મનસ્ક અવસ્થામાં પણ રહી શકાય છે. એ અવસ્થા જ સાચી હોઈ મોડાવહેલા દરેકને તેની પ્રાપ્તિ થયા સિવાય ખરી સુખશાંતિ કદાપિ શકય નથી. તે ભાવન જગતમાં પ્રત્યક્ષ ખાતરી કરાવી આપવાના ઉદ્દેશથી જેણે ડુંભાવનો વિલય કરી પ્રત્યક્ષ જીવન્મુક્ત પ્રાપ્ત કરેલી છે તેવા સાધુઓનું રક્ષણ આત્મરૂપ હું ભાવે હું જ કરું છું, એમ કહેલું છે. સારાંશ એ કે, અજ્ઞાની લોક પિતાને “હું” શરીરધારી છું એમ સમજે છે તથા આ બધું મિથ્યા ઉત્પત્તિ સ્થિતિ અને લયરૂપે ભાસના દસ્યજાળ નહિ હોવા છતાં છે એવી ખોટી કલ્પના કરી લે છે, તેઓની એ માન્યતા સાવ મિથ્યા હોઈ વાસ્તવિક રીતે તે પિતા સહિત આ સર્વ આત્મસ્વરૂપ છે, એવા બોધની ખાતરી થવાને માટે આ બધા મિથ્યા ભાવોનું હું એવા ભાવ વડે ધારણ કરી એ બધું આત્મરૂપ છે એમ બતાવી રહ્યો છું. ટૂંકમાં હું, તું, આ, તે ઇત્યાદિ રૂપે જે જે કાંઈ ભાયમાન થઈ રહ્યું છે તે સર્વ આત્મરૂપ છે. એ ભાવ સ્થાપન કરવાને માટે હું યુગે યુગે સંભવું છું.
યુગ અને યોગ સામાન્યતઃ યુગ શબ્દ તે વ્યવહારમાં કૃત (સત્ય), ત્રેતા, દ્વાપર અને કલિ એ ચારને માટે વપરાય છે; પરંતુ વસ્તુત: યોગ એટલે અકયભાવ થવો તથા યુગ એટલે મૈતભાવ થવો તે. અંતઃકરણમાં “અહં, ” એવી વૃત્તિનું ઉત્થાન થવું તે યુગ અને પુનઃ તેનો લય થવો તે યુગ. આ પ્રમાણેની જ ઉત્થાનની, કિયા તે યુગ કહેવાય અર્થાત અંતઃકરણમાં “અહં, હુંએવી વૃત્તિનું ઉત્થાન થતાં તે આત્મસ્વરૂ૫ છે એવા પ્રકારે તેને દાબી દેવું તે જ યુગયુગને વિષે મારું એટલે આત્માનું સંભવવું અર્થાત અવતરવું છે, એય જાણવું. આ અર્થ થોડે આશ્ચર્યજનક જણાશે ખરો, પરંતુ વિચાર કરવાથી તે કેવો યથાર્થ અને અનુભવસિદ્ધ છે તે સમજી શકાશે (જુઓ આત્યંતિક પ્રલય માટે આગળ પૃષ્ઠ ૨૫૬ તથા નિત્ય પ્રલય માટે પૃઢ ૨૬૯)
ભગવાનને પણ સાધુ અસાધુ હોય ખરા કે ? અવતાર સંબંધી શાસ્ત્રોમાં જે કથને આવે છે તે ઉપરથી એવી શંકા થવાનો સંભવ છે કે, ભગવાને આ શ્લોકમાં પરિત્રાણાય સાધનામ વિનાશાય ચ દુષ્ક નામ” ઇત્યાદિ કહી હું સાધઓના રક્ષણ તથા નાસને માટે અવતાર ધારણ કરું છું એમ કહેલું છે, તેને શો ઉદ્દેશ ! ભગવાનમાં પણ આ સાધુ અને આ અસાધુ એવો ભેદભાવ હોય છે ખરો કે? સર્વ શાસ્ત્રકારો તો, ભગવાન સમદષ્ટિવાળા છે એમ કહે છે અને શ્રીકૃણું ભગવાને પણ ઘણે સ્થળે તેનું વર્ણન કરેલું છે, તો પછી તેઓ આમ પરસ્પર વિરુદ્ધ તરોનું પ્રતિપાદન કેમ કરે છે? સિવાય ભગવાનનું અવતારકાર્ય સંપૂર્ણ થાય એટલે બધા દુકૃત્યોનો નાશ થઈ જગતમાં ફક્ત સાપુઓ જ રહેવા પામે એવો પણ આ કથનને આશય ની કળી શકે તેમ છે ? અને જો ખરેખર આમ જ હોય તો પછી દૂકો કરનારા કયાંથી નીપજે? કિવા આ સાધુઓ જ ફરીથી દુષ્કૃત્યો કરે છે કે શું? ઇત્યાદિ અનેક શંકાને સ્થાન રહે છે, તેટલા માટે આ કલેકનો તાત્વિક અર્થ શું છે તેનું દિગ્દર્શન ઉપર કરવામાં આવ્યું છે, છતાં આ શંકાઓ સંબંધે પણ થોડો વિચાર કરવો જરૂરી છે.
સત્કૃત્ય અને દુષ્ક વ્યવહારમાં સત્કૃત્ય અને દુકૃત્ય એમ બે પ્રકારના કૃત્યો છે. સત એ આત્મા (ક્ષાંક ૧નું હોવા છે, તથા કિ અસત્ એ અનાત્માનું દ્યોતક છે. આ સર્વ અભિન્ન એવા એક સંત આ આત્મસ્વીપ છે. રાજા સિવાય બીજું કાંઈ છે જ નહિ; એ પ્રકારના નિશ્ચય વડે સત એટલે આત્મસ્વરૂપ વ્યતિરિત બીણ કોઈ પણ વૃત્તિનું અંતઃકરણમાં ઉત્થાન જ થવા ન દેવું તેનું નામ સત્કૃત્ય કરનારા કિવા સાધુ સમજવા તથા અંતઃકરણમાં આત્મા સિવાય અન્ય વૃત્તિનું ઉત્થાન થવું તેનું નામ દુષ્કૃત્ય કરનાર ફિલા અસાધુ સમજવા. સારાંશ જન્મમરણમાંથી મુકત કરે તેવું જે કાર્ય તે સત્કૃત્ય અને વારંવાર જન્મમરણમાં નાંખે તેવું જે કાર્ય એ કૃત્ય દિવા અસત્ય છે, એમ જાણવું. આ રીતનું સત્કૃત્ય કરનારા સાધુઓના રક્ષણ માટે અને કૃત્ય દિવા