________________
ગીતાહન]
આજ્ઞાનુસાર આપની પાસેથી હું ત્રણ પિકી આ પ્રથમ વર માગું છું.
[ ૨૯૯
તેઓમાં પણ આત્મા તે એકનો એક જ રહે છે; તે કદી બદલાતું નથી; માટે આત્મા કિંધા બ્રહ્મ જે કે સર્વાત્મક છે, તે પણ વિકારોનો તેને કિંચિત્માત્ર પણ કદી સ્પર્શ થતો નથી, જાગ્રત, વમ અને સુષુપ્તિ આ ત્રણે અવસ્થાઓમાં આત્મા તે નિવિકાર જ રહે છે. જાગ્રતમાં ઇદ્રિય કામ કરે છે; રવમમાં જાગ્રત સંસ્કારવાળે અહંકાર કામ કરે છે; તેથી જે કે આત્મા નિર્વિકાર હોવા છતાં સવિકાર જેવો જણાય છે. તોપણ સુષુપ્તિમાં ઇકિયને અને અહંકારનો લય થતાં લિંગ શરીરરૂપ ઉપાધિ પણ આછાદિત થઈ જવાને લીધે ફકત નિર્વિકાર આત્માનો જ અનુભવ થાય છે, છતાં તેમાં આછાદનને લીધે સ્મૃતિજ્ઞાન શેષ રહેવા પામતું હોવાથી સુષુપ્તિમાંથી ઊયા પછી આપણને એવી રમૃતિ થાય છે કે, આટલા વખતથી હું સુખેથી સૂઈ રહ્યો હતો અને કાંઈ જાણતે પણ નહતા. આ સમૃતિ પરથી સિદ્ધ થાય છે કે, સુષુપ્તિમાં પણ સુખ અને અજ્ઞાનને જાણનાર તે કઈ બીને જ હોય છે. જે વસ્તુ અનુભવમાં આવેલી ન હોય તેનું મરણ થવું કદી પણ સંભવે નહિ. સુષુપ્તિમાં આત્માનો અનુભવ થવા છતાં પાછો સંસાર કેમ થાય છે? તેનું કારણ તે સમયમાં પણ અવિદ્યા અને તેના સંસ્કારો તે શેષ રૂપે રહે છે. ધન, પુત્ર અને પ્રતિષ્ઠા આદિ એષણાઓ વા ઈચ્છો છોડી દઈ કેવળ એક નારાયણસ્વરૂપ ભગવાનના ચરણરજની જ ઈચ્છા રાખવી. આ રીતની થયેલી ભક્તિથી જ્યારે અવિદ્યા તથા ગુણકર્માદિથી થયેલો ચિત્તનો સંસ્કારરૂપ મેલ જોવાઈ જાય છે, ત્યારે ચિત્ત શુદ્ધ થતાં આત્મતત્વ અપરોક્ષ અનુભવમાં આવે છે. જેમ સૂર્યને પ્રકાશ સ્વચ્છ અને સ્વતઃસિદ્ધ હોય છે છતાં પણ જે તે વાદળાંથી આચ્છાદિત થાય છે ત્યારે અનુભવમાં આવી શકતો નથી, પણું જ્યારે તદન નિર્મળ હોય ત્યારે જ અનુભવમાં આવે છે. આ રીતે જ્યારે આત્માને અપરોક્ષ અનુભવ થાય છે ત્યારે સંસારની આત્યંતિક નિવૃત્તિ થવા પામે છે. તાત્પર્ય એ કે, ભગવાન નારાયણ એટલે જ આત્મા કિલાબા (કક્ષાંક ૧) છે; એમ જે તેને ઐયરૂપે જાણે છે તે જ ખરો જ્ઞાની છે, એમ જાણ. આને જ ભાગવત કિ નારાયણીય ધર્મ કહે છે (જુઓ ભા૦ સ્ક૦ ૧૧, અ૦ ૩, ૦ ૩૪ થી ૪૧).
किं कर्म किमकर्मेति कवयोऽप्यत्र मोहिताः । तत्ते कर्म प्रवक्ष्यामि वजनात्वा मोक्ष्यसेऽशुभात् ॥१६॥ कर्मणो यपि बोजव्य बोजयं च विकर्मणः । अकर्मनाभ बोजण्यं गहमा कर्मणो गतिः ॥१७॥
તને કર્મ કરવાનું કેમ કહી રહ્યો છું ? શ્રીકૃષ્ણ ભગવાન કહે છે કે, હે અર્જુન! તું યથાપ્રાપ્ત કર્મ કર, એમ તને હું જે વારંવાર કહી રહ્યો હું તેનું કારણ એ છે કે, કર્મ કેને કહેવું અને અકર્મ કોને કહેવું તેને નિર્ણય કરવાના પ્રસંગે મોટા મોટા બુદ્ધિમાને પણ ભ્રાંતિમાં પડી ગયા છે; માટે હવે હું તને એ કર્મનું રહસ્ય સારી રીતે સમજાવીને કહું છું, તે જાણીને અશુભ એટલે તરૂપે ભાસનારું સંસારરૂપ જન્મમરણનું ચક્ર કે જે મહાન દુ:ખરૂપ છે તે ભોગવવા૫ પાપથકી તું મુક્ત થઈશ. જગતમાં મહાનમાં મહાન દુઃખ હોય તો જન્મવું અને મરવું એ જ એક છે. અવિવેન કિવા મૂહો તે તેવું સમજવાને શક્તિમાન હતા નથી; તેઓ બિચારા પરવશની મા ગમે તેટલું લખ આવે તોપણ હાય હાય કરીને સહન કર્યું જાય છે, તેઓને માટે બીજો કોઈપણ પાય ડતો નથી, તેઓ તો બાપડાં હંમેશાં શોકસાગરમાં જ ડૂબેલા રહે છે, તેમાં સારાસાર વિવેક દષ્ટિ નk હોવાથી નિત્ય આ જન્મમરણ ૫ ૬ઃખપર પરામાં જ સબબ કરે છે. તેમાંથી હવાને ઉપાય કદી શાધતા જ નથી, પરંતુ કેવળ પશુઓની જેમ વિષયોગમાં જ રચ્યાપચ્યા રહી સંસાર દુઃખને જ સુખ સમજી તેને