________________
ગીતાહન ] તને મૃત્યુના મુખમાંથી મુક્ત થયેલા જોઈ તેને શોક નષ્ટ થઈ તે રાતે સુખે સૂ. [ ૨૭૭
નિરાશય એટલે શું ? કર્મફળનો સંગ ત્યજીને એટલે આસક્તિથી રહિત બની હંમેશાં તૃપ્ત અને નિરાશ્રય એટલે જે સર્વ આશ્રય હોવા છતાં પણ પોતાને કેાઈને આશ્રયની આવશ્યકતા નથી તેવો, નિત્ય આત્મસ્વરૂપમાં જ રમમાણ થયેલો પુરુષ જોકે બહારથી કર્મમાં રચ્યોપચ્યો હોય એમ દેખાય છે, છતાં અંતરમાં તો એક આત્મા વિના બીજી કોઈ વૃત્તિને ઉદય થવા દેતે નથી; તેથી તે ખરો નિઃસંગ હઈ કરવા છતાં વાસ્તવિક કંઈ કરતે જ નથી, એમ જાણુ.
અસંગ અને તેના પ્રકારે સંગનો ત્યાગ કરવાના બે પ્રકાર છે: (૧) સામાન્ય અને (૨) શ્રેઇ. સામાન્ય અસગપણું એ અભ્યાસને માટે ઉપયોગી છે; અને શ્રેષ્ઠ અસંગપણું એ અભ્યાસની પરિપકવતાદર્શકે છે. સામાન્ય અસંગપટ્ટાના અભ્યાસના મુખ્ય બે પ્રકારો છે, જે પ્રથમ અભ્યાસક્રમમાં (કિરણાંશ ૨૨ તથા અધ્યાય ૨ પાન ૧૬/૧૬૯ જુઓ) બતાવવામાં આવેલા છે, છતાં બંધની દૃઢતાને માટે સંક્ષેપમાં અને ફરીથી જણાવું છું; (૧) આત્મામાં “હું”ની કે તેના સાક્ષીભાવની ઉત્પત્તિ કદી થયેલી જ નથી, એટલે તેમાં અહેમમાદિભાવ અથવા જગતાદિ દશ્યભાવે જ કદી ઉત્પન્ન થયા નથી એ તે તે તદ્દન નિઃસંગ છે, છતાં જે જે કાંઈ ભાસે છે તે બધા ઈશ્વરની પિતાની માયા શક્તિ અથવા નિયતિના ત્રણ ગુણેને મિથ્યા એ વિસ્તાર છે. આત્માને આ પછી કશાની સાથે કિંચિત્માત્ર પણ સંબંધ નથી. આ પ્રમાણે નિશ્ચયપૂર્વક જાણીને અંતઃકરણમાંથી હું રૂ૫ વૃત્તિને ઉત્થાન જ થવા ન પામે એવા પ્રકારે નિઃશેષભાવને અભ્યાસ કરે તે પ્રથમ પ્રકાર, તથા (૨) અ સર્વે હું, તું, તે, આ, મારુ, તારું, ઇત્યાદિ રૂપે જે જે કાંઈ દશ્ય ભાસે છે તે સર્વ વાસ્તવિક રીતે તો અનિર્વચનીય એવો આત્મા(વૃક્ષાંક ૧)ના જ વિવર્તે છે; એટલે જેમ સુવર્ણને જ કડાં, કુંડલાદિ કહેવામાં આવે અથવા દેરીને ભ્રમથી સાપ કહેવામાં આવે અથવા પાણીને તરંગ કહેવામાં આવે તે વિવર્ત કહેવાય છે, તે પ્રમાણે વાસ્તવિક રીતે આત્મામાં નામરૂપાદિને લેશ પણ સંભવ નહિ હોવા છતાં તેને જ વિવર્તભાવે અનેક નામરૂ પાદિ વડે સંબોધવામાં આવે છે; એટલે કે જેને આત્મા કહેવું જોઈએ તેને જ “હું' “તું” “તે ' “આ' ઇત્યાદિ અનેક નામરૂપ વડે સંબોધવામાં આવે છે. આ રીતે સર્વ આત્મરૂપ છે, એમ જાણવું; અંતઃકરણમાં આત્મા વિના બીજી કોઈ પણ વૃત્તિને ઊડવા નહિ દેવી અને કદાચ અન્ય કઈ વૃત્તિનું ઉત્થાન થવા પામે તે તે થતાંની સાથે જ સર્વ આત્મરૂપ છે એવા નિશ્ચય વડે શરીર, વાણી અને મનદ્વારા જે જે કર્મો થાય છે, તે સર્વ પતાસહિત આત્મસ્વરૂપ જ છે, એ રીતના પ્રતિસંકલ્પ વડે તેને આત્મરૂપ બનાવી દેવા, એ પ્રમાણે અભ્યાસ કરવો તે સર્વાત્મભાવનો અભ્યાસક્રમ; તથા (૩) આ બંનેનો સમન્વય એટલે અંતઃકરણમાં વૃત્તિનું ઉત્થાન થતાં જ તે આત્માપ છે એ મુજબ તેને તુરત જ દાબી દઈ આત્મામાં કદી વૃત્તિનું ઉત્થાન થવું જ શક્ય નથી એમ વિચાર કરીને એકદમ એક સાથે પણ અભ્યાસ થઈ શકે છે, પરંતુ આ અભ્યાસને પ્રકાર ઉપર બતાવેલા બે પ્રકારનો સમન્વય હોઈ તેને સમાવેશ ઉપર બતાવેલા બે પ્રકારની અંતર્ગત જ થઈ જાય છે; માટે કેટલાકે આને જુદા પ્રકાર સમજતા નથી. આ બે પૈકી ગમે તે કઈ એક પ્રકારના અભ્યાસની પરિપકવતા થાય એટલે તે વગર પ્રયત્ન અર્થાત તે સિદ્ધ થવા પામે છે, તેને જ એક અસંગ કહે છે. વધુ ર૫ષ્ટતાને માટે શાસ્ત્રમાં આ અસંગાણાના સંબંધમાં જે વિવેચન છે તે અત્રે આપવામાં આવે તે અસ્થાને ગણાશે નહિ.
સામાન્ય અસંગ એટલે શું? અસંગ પણાના બે ભેદો છે, તે તમે સાંભળો. (૧) સામાન્ય તથા (૨) એ હું કર્તા પણ નથી અને ભક્તા પણ નથી, તેમ બાધ્ય કે બાધક પણ નથી, એવા જ નિશ્ચયથી સર્વ પદાર્થોમાં અસંગપણે રહેવું તે સામાન્ય અસંગ કહેવાય છે. સુખદુઃખાદિ સર્વ, પૂર્વે કરેલાં કર્મો વડે જ રચાયેલાં છે, એટલે તે ઈશ્વરને અધીન છે; વળી આ અનેક પ્રકારના ભોગો તે મહારોગોના જેવા છે, કેમકે પરિણામે તે થકી