________________
ગીતાદહન ] ઉદ્દાલકને અત્રે આવ્યાની ખાતરીસહ, તારા પ્રતિ પૂર્વવત્ પ્રેમ થશે, અને– [ ૨૭૧ આમ કરવાથી જ્ઞાનસિદ્ધિ એટલે વેદનાં વિધિવા કે જે તમામ કર્મોના બંધનમાંથી છૂટવારૂપ હોઈ જીવન્મુક્ત દશાની પ્રાપ્તિ કરાવી આપે છે તે ધ્યેયની પ્રાપ્તિ થઈ કૃતકૃત્યતા થાય છે.
વેદ અને નિષ્કામ કર્મ હવે વેદમાં ફળ થવાનું કહ્યું છે માટે ફળની ઈચ્છા નહિ રાખતાં કર્મ કરીશું તે પણ ફળપ્રાપ્તિ થવા વગર રહેશે નહિ, એમ સમજવું નહિ. દવા પીવામાં જેમ ખાંડના લાડુની લાલચ આપવામાં આવે છે તેમ અજ્ઞાનીઓને તેમના સ્વભાવનુસાર કર્મમાં શ્રદ્ધા ઉત્પન્ન કરાવવા અને અંતે તે થકી નિવૃત્ત કરી આત્મસ્વરૂપની પ્રાપ્તિ કરાવવા સારુ વેદમાં ફળ થવાનું કહ્યું છે, આ મુજબ પ્રથમ જ્યારે તેને કમમાં શ્રદ્ધા ઉત્પન્ન થાય છે એટલે છેવટે વેદના વિધિવાયના અર્થને મનુષ્ય સારી રીતે વિચારે છે. આમ વિચારની જાગૃતિ થયા છતાં ૫ણ જે પુરુષ આત્મસ્વરૂપને જાણ્યા વિના મારે છે તે કંગાલ છે. આત્માને જાણવાને માટે જ બ્રહ્મચર્ય, તપ અને યજ્ઞાદિ કરવામાં આવે છે ઈત્યાદિ પ્રકારનાં વેદવચનો જોતાં તે કિામ કર્મમાં જ પ્રવર્તાવે છે એવો વિદને ગુહ્ય અભિપ્રાય છે. આ રીતે નિષ્કામભાવના રાખી કર્મ કરે છે તેવા કર્મોથી કર્મ કરવા છતાં પણ વેદમાં કર્મનાં જે સ્વર્ગાદિક ફળ કહેલાં છે તે કદી પણ થાય નહિ; કારણ કે, સ્વર્ગાદિકની ઈચ્છા રાખીને કર્મો કર્યા હોય તો જ સ્વર્ગાદિક ફળ પ્રાપ્ત થાય છે, એમ વેદમાં સ્પષ્ટ કર્યું છે. માટે ફલાદિકની ઈચ્છા રાખ્યા વિના કર્મ કરે તે તેને સ્વર્ગાદિકની પ્રાપ્તિ નહિ થતાં ઉલટ જ્ઞાનરૂપ ફળની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. આને વેદોક્ત કર્મયોગ પણ કહે છે (ભાવ &૦ ૧૧, અ૦ ૩, ૦ ૪૨ થી ૫૫ ).
ઉપયુંક્ત વિવેચન ઉપરથી કર્મ, વિકર્મ અને અકર્મ કોને કહેવા તે સંબંધે શાસ્ત્રમાંને નિર્ણય કહ્યો તથા વેદમાં કર્મ કરવાનું કેમ કહેવામાં આવ્યું છે, તેનો ઉદ્દેશ સમજાવ્યા, તે સમજાયાથી ભગવાન શ્રીકૃષ્ણ કર્મ સંબંધમાં અત્યાર સુધી જે કાંઈ કહી ગયા તથા હવે જે બતાવે છે તે સર્વની વેદના સિદ્ધાંત સાથે કેવા પ્રકારે એકવાકયતા છે, તેની કલ્પના આવી શકશે; એટલે આ ભગવદગીતા પણ વેદના સિદ્ધાંતોનું જ પ્રતિપાદન કરે છે, એ વાત સ્પષ્ટ થાય છે.
कर्मण्यकर्म यः पश्येदकर्मणि च कर्म यः ।। स बुद्धिमाम्मनुष्येषु स युक्तः कृत्स्नकर्मकृत् ॥१८॥
અકર્મ અને અકર્મમાં કામ શ્રીકૃષ્ણ ભગવાન અર્જુનને કહી રહ્યા છે કે, હે અર્જુન! જે કર્મમાં અકર્મને દેખે છે તથા અકર્મમાં કર્મને દેખે છે, તેવો બુદ્ધિમાન મનુષ્ય જ સર્વયુક્ત એટલે યોગ્ય કર્મો કરવાવાળો છે, એમ જાણવું; એટલે કર્મમાં અકર્મને તથા આકર્મમાં કર્મને દેખે તે જ ખરો કર્મનું રહસ્ય જાણનારો તથા તમામ કર્મોને યથાર્થ રીતે કરવાવાળો છે, એમ જાણવું. ભગવાને આમાં અત્યંત ગૂઢ રહસ્ય સમજાવેલું છે. જેમ આકાશમાંથી વાયુ, વતિ (તજ), જળ અને પૃથ્વી એમ કમે પાંચ મહાભૂતે વિવર્તન પામેલાં છે, એટલે ચરાચર અનંત સ્વરૂપે ભાસમાન થનારા આ તમામ દસ્યનું મૂળ બીજ આકાશ જ છે કિંવા જેમ વડના બીજમાંથી થનારું વૃક્ષ વડનું કહેવાય છે, તેનાં મૂળ, થડ, શાખા, પાન, ફળ વિગેરે સર્વ વડનાં જ ગણાય છે તે મુજબ આ વાય વહિ ઈત્યાદિ મહાજતોનું મૂળ આકાશ હોવાથી અનંતરૂપે દષ્ટિગોચર થનારું આ સર્વ દસ્ય પણ વાસ્તવમાં આકાશરૂપ જ છે, એમ જાણવું. આમ એક આકાશ જ અનેક આકારે દશ્યમાન થવા છતાં તે પોતે પોતાના અસલ સ્વરૂપે તો તદ્દન અસંગ, નિર્મળ, શુદ્ધ, અત્યંત પવિત્ર, નિર્વિકાર, નિરામય, અજ, અવ્યય, શાંત તથા ચેતરફ વ્યાપેલું હોય છે, તેમાં યત્કિંચિત વિકાર સંભવત નથી; તે પ્રમાણે આ સર્વ દશ્યજાળ તતા એવા આત્મા (વક્ષાંક ૧)ને આધારે જ વિવરૂપે ભાયમાન થતું હોવા છતાં તે આ દસ્પાદિને આકાશની જેમ કર્તા થતો નથી. જેમ આકાયના આધારે જે આ સર્વ દશ્ય રહે છે, જે આકાશ ન હોય તે આ