________________
ગીતાહન ] અને હું અત્રે આવ્યાની ખાતરી મારી સાથે તે પૂર્વવત્ સારી રીતે બેલે. [ ૨૬૩ સવમ કિવા મનોરાજ્યની પેઠે તેનું ચિંતન કરનારને મન વડે તે તેને પ્રતીત થાય છે. માટે સમજુ પુરુષે કર્મોના સંકલ્પ અને વિકલ્પ કરનારા એવા મનને રોકવું જોઈએ અને તેવી ભક્તિ વડે ભજન કરવાથી જ અનન્યતા અને અભયતા પ્રાપ્ત થઈ શકે છે.
ભગવાનમાં તન્મયતા કેવી હેવી જોઈએ? વાસ્તવિક અજન્મા એવા ભગવાનનાં જન્મ, કર્મ એટલે કે ભગવાનનો જન્મ થયો છે અને તે અમુક અમુક કર્મો કરે છે ઇત્યાદિ અર્થવાળાં જે જે નામો અને વિષ્ણુને દસ્થરવરૂપે પ્રસિદ્ધ છે તેઓનું શ્રવણુ અને કીર્તન કરવું અને તેમ કરવામાં લાજ નહિ રાખતાં નિઃસ્પૃહ થઈને ફરવું જોઈએ. પરંતુ એ નિર્લજ્જતા લોકોને ઉપદ્રવકારક નીવડે એવી અર્થાત બુદ્ધિવાળી વા તામસી હોવી ન જોઈએ. આ ઉત્પત્તિ, સ્થિતિ અને લય તેમ જ કર્તા, કરણ, કર્મ, જ્ઞાતા, જ્ઞાન, ય; દ્રષ્ટા, દર્શન, દશ્ય ઇત્યાદિ રૂપે જે જે કાંઈ ભાસી રહ્યું છે અને તે સર્વને જાણનાર સર્વને સાક્ષી એ બધું પણ ભગવાનનું જ રૂપ છે. આ મુજબ સર્વાત્મભાવનો નિયમ રાખનારો અને ભગવાનનાં નામ કીર્તનથી પીગળી જનારા અંતઃકરણવાળા ભક્ત, ફક્ત લોકેને ડાળ બતાવી ભક્ત કહેવરાવવા સારુ એટલે દાંબિકની પેઠ નહિ પરંતુ ઝૂંડ પકડેલા હાથીની પેઠે ભગવાનમાં તન્મય થઈને કઈ કઈ સમયે હસે છે, કઈ કઈ સમયે રવે છે. કઈ કઈ સમયે મોટેથી બૂમ પાડે છે, કેઈસમયે અતિ હર્ષથી ગાય છે અને કેઈ કાઈ સમયે તે “જય જય” એમ બોલીને નાચવા લાગે છે. આવી રીતની સ્વાભાવિક તન્મયતા થવી જોઈએ; તેમાં દાંભિકતાનો અંશ પણ નહિ હોવો જોઈએ. આવા ભગવદ્ભક્તોનાં લક્ષણો સર્વ સામાન્ય લેકે ઓળખી શકતા નથી, તેથી તેને લાભ લઈ કેટલાક દાંભિકે પણ બયાન કરે છે તથા કથાકીર્તનાદિ સમયે જાણે કે ભગવદ્ભક્તિમાં લીન થઈ ગયા છીએ એમ બનાવવાને ખાતર ચોધાર અશ્રુઓ વહી રહ્યાં ન હોય ! એમ ઉપર ટપકે રડવાનો ડોળ કરી લોકોમાં છાપ બેસાડી પોતાનો દ્રવ્યરૂપ સ્વાર્થ સાધે છે. પરંતુ તે તે દશ પ્રકારનાં શૃંગારાદિ રસો પૈકીનો માત્ર એક કરૂણરસ જ છે. તેવી ભક્તિ એ તન્મયતારૂપ નહિ પણ નાટકમાં નટની પેઠે કેવળ ઢોંગ કહેવાય છે, એમ આમાં ભગવાને સ્પષ્ટ કહેલું છે, તે ધ્યાનમાં લેવું જોઈએ.
નિત્યપ્રતિ ભગવદ્દભજનમાં તન્મય થવું જોઈએ આકાશ, વાયુ વહિ, જળ, પૃથ્વી, નક્ષત્રાદિક, પ્રાણીઓ, દિશાઓ, વૃક્ષાદિ, નદીઓ, સમુદ્રો અને જે જે કાંઈ આ બધા પદાર્થો છે તે તે સઘળું ભગવાનનું રૂપ છે, એમ સમજી અનન્યભાવથી તેઓને પ્રણામ કરવા. આ રીતના સર્વાત્મભાવ વડે સિદ્ધ થયેલ સમત્વની ગતિ એટલે મેક્ષપદની પ્રાપ્તિ યોગીઓને માટે પણ
જ્યાં પરમ દુર્લભ છે તે પછી ફક્ત એક જન્મમાં અને તે પણ કેવળ નામસંકીર્તન માત્રથી જ શી રીતે સાધ્ય થઈ શકે? એ રીતની શંકા રાખવી ઈષ્ટ નથી; કેમ કે ભોજન કરતાં કરતાં મનુષ્યને કોળિયે કોળિયે જ નહિ પરંતુ પ્રત્યેક કણે કણે સુખ, ઉદરપોષણ તથા સુધાની નિવૃત્તિ થાય છે, તેમ ભગવાનનું ભજન કરતાં કરતાં પુરુષને ભગવતસ્વરૂપમાં તન્મય બની થનારી ભક્તિ તથા ભક્તિના સ્થાનકરૂપ ભગવાનસ્વરૂપની સ્કૃતિ અને ઘર આદિમાં વૈરાગ્ય એ ત્રણે બાબતે ભજનના સમયે એક સાથે જ થતી રહે છે. જેમ ઘણું પ્રાસ (કાળિયા) જમવાથી હળવે હળવે સુખાદિ વધતાં જઈ છેવટે પરમસુખની પ્રાપ્તિ થાય છે, તેમ નિત્યપ્રતિ ભગવદ્દભજનમાં જ તન્મયતા થવાથી ભક્તિ આદિ વધતાં જઈ અંતે પરમ ભક્તિની પ્રાપ્તિ થાય છે; માટે હે રાજા! આ પ્રમાણે અવિચ્છિન્નપણથી ભગવાનનાં ચરણનું ભજન કરનારા વૈષ્ણવને ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય પ્રબળ થતાં અંતે સાક્ષાત પરમશાંતિ પ્રાપ્ત થાય છે (જુઓ ભા. ર૪૦ ૧૧, અ૦ ૨, શ્લ૦ ૨૮ થી ૪૩).
નારાયણ એટલે કેણ, હવે આ ભાગવત કિંવા નારાયણીય એવા વૈદિક સંપ્રદાયમાં જેને નારાયણ કહે છે તે કોણ? એ સંબંધે શાસ્ત્રમાંના કથનનો થોડો વિચાર કરીશું.