________________
૨૯૬ ] स्वत्प्रमष्टं माभिवदेप्रतीत
[ સિદ્ધાન્તકાણી ભર ગીe અ૦ ૪/૧૫ આપે છે. તેને વ્યાસજીએ આપેલ સાર નીચે પ્રમાણે છે [બારના પ્રશ્નો જાણવાની ઈચ્છા હોય તેમણે તે મૂળ ભાગવત સં. ૧૧, અ૦ ૨ થી ૫ માં જેવા. ]
ભાગવત ધર્મ કવિ ભાગવત ધર્મ સંબંધીનું લક્ષણ કહે છેઃ ભગવાને મનુ અને યાજ્ઞવલ્કયાદિના મુખઠાર વર્ણાશ્રમાદિના ધર્મો કહીને અજ્ઞાની પુરુષોને અનાયાસે જ સ્વસ્વરૂપની પ્રાપ્તિ માટે જે રહસ્યપૂર્ણ ઉપાયો શ્રીમુખેથી કહ્યા છે તે જ ભાગવત સંબંધી ધર્મો છે, એમ જાણે. હે રાજા ! હઠયોગ માર્ગમાં વિદ્ગો નડવાથી જેમ દુ:ખી થવાય છે તેમ આ ભાગવત ધર્મોમાં કડી વિહ્યો નડતાં નથી અને દુ:ખી પણ થવાતું નથી. આ ભાગવત ધર્મોમાં આંખો મીંચીને પણ દોડ્યા જવાય છે તેથી કાંઈ પ્રત્યવાય લાગતો નથી કિવા ફળથી ભ્રષ્ટ પણ થવાતું નથી. અત્રે આંખો એટલે પ્રતિકૃતિ સમજવી; કારણ કે, તેમાંથી એક ન હોય તો કાણે અને બંને ન હોય તો આંધળા કહેવાય છે, પણ ભાગવત ધર્મનું અવલંબન કરનારો તો આ બે આંખો મીંચીને એટલે ઋતિરસ્કૃતિના જ્ઞાન વગર દોડ્યો જાય તે પણ તેને કાંઈ હરકત આવતી નથી. કેવળ શાસ્ત્રવિધિ અનુસાર કરેલા કર્મો જ નારાયણ એટલે આત્મા (વૃક્ષાંક ૧) ને અર્પણ કરવા જોઈએ એટલો જ એક નિયમ નથી, પરંતુ કાયિક, વાચિક અને માનસિક, ઇન્દ્રિયોથી, બુદ્ધિથી, અહંકાર અને અયાસ વડે માની લીધેલા બ્રાહ્મણપણું આદિ સ્વભાવથી એટલે હું બ્રાહ્મણ છું, ક્ષત્રિય છું, વૈશ્ય છું, શદ્ર છું; હું બાલ, યુવાન કિંવા વૃદ્ધ છું અથવા તે હું બ્રહ્મચારી, ગૃહસ્થાશ્રમી, વાનપ્રસ્થ વા સંન્યાસી છું એમ માની લઈ તેવા અધ્યાસ વડે સ્વભાવજન્ય જે જે કાંઈ કર્મો કરવામાં આવે છે તે તમામ પરમેશ્વર સ્વરૂપ નારાયણને જ અર્પણ કરવાં જોઈએ. આમ કરવાથી તેની થતી તમામ ક્રિયાઓ પણ ભાગવત સંબંધી* ધર્મરૂપ જ થાય છે.
આ દ્વિત પ્રપંચ બિલકુલ વિદ્યમાન જ નથી અજ્ઞાનથી કપેલા ભવ જો કે જ્ઞાન વડે જ મટે છે, તે પણ ઈશ્વરથી વિમુખ પુરુષને ઈશ્વરની માયા વડ પિતાના મૂળ સ્વરૂપનું અજ્ઞાન થયું છે અને તે અજ્ઞાનર્થી જ “ હું દેહ છું'' એવી બુદ્ધિ થઈ છે તથા એવી બુદ્ધિને લીધે જ ભય ઉત્પન્ન થયેલો છે; માટે ગુમાં ઇશ્વર અને આત્માની ભાવના રાખતાં ભયના મૂળ કારણરૂપ માયાના નિયંતા ઈશ્વરનું અનન્ય ભક્તિ વડે વિવેકી પુર નિત્યપ્રતિ ભજન કરતા રહેવું જોઈએ.
જ્યાંસુધી વિપયા થકી ચિત્તમાં વિક્ષેપ થતો હોય ત્યાં સુધી અનન્ય ભક્તિ કેવી રીતે થઈ શકે છે અને તેમ ન થાય તે પછી અભય તે કયાંથી જ થવાય ? એમ સમજવું નહિ; કારણ કે વિષયે તે બિલકુલ વિદ્યમાન જ નથી એટલું જ નહિ પરંતુ વિષયરૂપે ભાલનારી આ તમામ દશ્ય જાળ પણ વાસ્તવિક આત્મસ્વરૂપ એવા ભગવાનને જ ૩૫ છે, છતાં તે કેવળ મનમાં વિલાસ વડે મિથ્યા ભાસી રહેલ છે; માટે જ્યારે જયારે ચિત્તમાં વિષયાનું ઉત્થાન થવા પામે છે, તુરંત તે પોતાના ઈષ્ટદેવ થી ભગવાનનું જ સ્વરૂપ છે; એવા પ્રકારના પ્રતિવૃત્તિ વડે તેને તત્કાળ દાબી દેવી. આ રીતે મનને નિગ્રહ કરી ભજન કરવાથી અભય થવાય છે. આ દ્વૈતપ્રપંચ જે કે વિદ્યમાન જ નથી, તે પણ મન વડે જેવું જેવું ચિંતન કરવામાં આવે છે તેને તે પ્રકારે
અતિમાં આ સર્વ આત્મસ્વરૂપ છે એ અભ્યાસક્રમ બતાવે છે, જ્યારે આ ભાગવત ધર્મમાં આત્માને જ નારાયણ (વિષ્ણુ) ભગવાન અથવા પોતપોતાના ઇષ્ટદેવતાનું નામ આપીને આત્માને બદલે સર્વત્ર તેની જ ભાવના કરી ઉપાસના કરવી એમ કહેલું છે, એમ જાણવું. આ રીતે ઉપાસકને અભ્યાસક્રમની સફળતાને માટે કહેવામાં આવ્યું છે. વાસ્તકિ કૃતિમાં બતાવેલા આત્મા અને પુરાણમાં બતાવેલા ભગવાન, વાસુદેવ કિંવા નારાયણ ઈત્યાદિમાં કિંચિત્માત્ર પણ ભેદભાવ નથી, જે આગળના વિવેચન ઉપરથી સ્પષ્ટ થાય છે. આમ કરવામાં શાસ્ત્રકારે માં ઉદ્દેશ એ તરી આવે છે કે, પુરાણના અધિકારીએ મંદ કેટિના હોવાથી તેઓ એકદમ ઉચ્ચ જ્ઞાન સમજવાને માટે શક્તિમાન હેતાં નથી. તેની માન્યતાએ આ સર્વ જગત જે દશ્યમાન થયેલું જોવામાં આવે છે તેને ઉત્પન્ન કરનાર કંઈક જરૂર છે. તે કેણુ છે તેનું સાચું જ્ઞાન પ્રાપ્ત થતાં સુધી આવી માન્યતાવાળાઓને તે નારાયણ વા પોતપોતાના ઇષ્ટદેવતારૂપ છે, એ રીતે સમજાવવામાં આવેલું છે, એટલે કૃતિમાં આત્મા અથવા બ્રહ્મની જગ્યાએ નારાયણાદિ નામના નિર્દેશ કરી આગળનું સર્વ વર્ણ શ્રુતિનિયમાનુસાર આત્માનું જ કરવામાં આવે છે, આમ સાંખ્ય, વેદાંત અને ભક્તિમાર્ગમાં તાવિક ભેદ બિલકુલ નથી.