________________
૬૮ ]. તત્વવાળ વ # જે છે . [ સિદ્ધાન્તકાડ ભ૦ ગીવ અ૦ ૪/૧૭
નિમિ રાજા પૂછે છે? તમે કહી ગયા કે, નિત્યપ્રતિ આમસ્વરૂપ એવા નારાયણમાં જ તત્પર રહેને પુરુષ માયાને તરે છે, તે તે નારાયણ નામના પરમાત્મા બ્રહ્મનું સ્વરૂપ અમને કહે. તે સાંભળીને પિંપલાયન નામના પાંચમા યોગેશ્વર કહે છે કે, હે રાજન ! આ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લય જેમાં થાય છે; જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્ત એ ત્રણે અવસ્થાઓમાં સાક્ષીપણાથી જે અનુસ્મૃત છે; જે ત્રણે અવસ્થાથી જુદી નિઃશેષ એવી સંધિરૂપ સમાધિ આદિ અવસ્થામાં પણ અનુસ્મૃત છે તેમ જ દેહ, ઇંદ્રિય, પ્રાણ તથા મન જે આત્મચિંતન્યની સત્તાથી જ પ્રવર્તી રહ્યાં છે, તે પરમતત્વ (કક્ષાંક ૧)ને જ નારાયણ કહે છે, એમ સમજે. એ તત્વને મન, વાણી, ચક્ષુ, બુદ્ધિ, પ્રાણુ અને બીજી ઇ િપણ જાણી શકતી નથી. જેમ અમિને અગ્નિના અંશરૂપ તણખાઓ પ્રકાશ આપી શકતા નથી અને બાળી પણ શકતા નથી, તેમ જડ મન આદિની વૃત્તિઓમાં દેખાતો આત્મપ્રકાશ કે જે આ તમામ બાહ્ય વૃત્તિઓને પ્રકાશક છે, તેને પ્રકાશ તે વૃત્તિ થકી કેવી રીતે થાય? વેદ કે જે આત્મવરૂપ સમજવાને માટે પ્રમાણભૂત છે તે પણ વાણીરૂપ હોવાથી આત્મતત્વને સાક્ષાત્ નહિ, પણ કહી શકાય તેટલી કક્ષા સુધી જ વર્ણવે છે અને તેથી જ તે “જેતિ નેતિ” કહી સ્તબ્ધ થાય છે. એટલે વેદ લદ્યાર્થી કિવા તત્ત્વાર્થ વડે આત્મસ્વરૂપ જાણી શકાય એવી રીતે તેને વર્ણવે છે. કારણ કે, વેદ પોતે જે કહે છે કે, વાણી કિવા મન, બુદ્ધિ આદિ જે જે કાંઈ છે તે પૈકી કઈ પણ આત્મતત્વને પહોંચી શકતાં નથી. આમ હેાય તે પછી વેદ બ્રહ્મનું નિરૂપણુ જ કરતો નથી એમ સમજવાનું નથી; કારણ કે, જે જાવું છે તે બ્રહ્મ નથી, ઝીણું છે તે બ્રહ્મ નથી, જે વાણીથી કહેવાય છે તે બ્રહ્મ નથી ઇત્યાદિ જે નિષેધ વેદે કરે છે તે નિષેધન જે અવધિ છે તે જ બ્રહ્મ છે. અવધિ ન હોય તે નિષેધ જ સિદ્ધ થાય નહિ. આજે જે કાંઈ કાર્ય અને કારણોવાળું દેખાય છે તે સઘળું બ્રહ્મ જ દેખાય છે; કારણ કે, સર્વનું પરમ કારણ બ્રહ્મ જ છે. બ્રહ્મમાં માયા નામની મિથ્યા શક્તિ છે, તે થકી જ બ્રહ્મ એક છતાં પણ અનેકરૂપે ભાસે છે. અનિર્વચનીય એકરૂપ એવું જે બ્રહ્મ છે તે જ પ્રથમ વિવર્ત એવા “હું”(વૃક્ષાંક ૩) રૂ૫ ફુરણને પામી સત્વ, રજ અને તમ એવા ત્રણ પ્રકારના મિશ્રણવાળું બની બાદ પ્રધાન(અવ્યકત) તત્ત્વ (કક્ષાંક ૪) રૂપે પ્રતીત થયેલું છે; પછી તેને ક્રિયાશકિત ઉપરથી સૂત્ર વા સૂત્રાત્મા (વૃક્ષાંક ૬) તથા જ્ઞાનશક્તિ ઉપરથી મહત્તવ (વૃક્ષાંક ), એવાં નામે આપેલાં છે; પછી તેને જ સૂત્રાત્મા ના જીવને ઉપાધિ૩૫ અહંકાર (વૃક્ષાંક ૮) એવું નામ આપેલ છે. તે પછીથી ઇંદ્રિયોના દેવતા. ઇંદ્રિય વિષયો અને વિષયોના પ્રકાશ અથવા સુખદુઃખાદિ રૂપે એક બ્રહ્મ જ ભાસે છે. આ રીતે સર્વસ્વરૂપે પિતાથી જ પ્રતીત થતા બ્રહ્મને પોતાની સિદ્ધિને માટે બીજું કાંઈ પણ પ્રમાણ વા સાધન નહિ પહોંચી શકવાને લીધે બ્રહ્મનું અસ્તિત્વ છે, એમ શા ઉપરથી કહી શકાશે? એવી શંકા લાવવાનું કારણ નથી; કેમ કે આ બ્રહ્મ કિવા આત્મા કદી જન્મતો નથી, જમ્યા પછી છે પણ નહિ, મરતે પણ નથી, વધતો નથી, ફેરફારને એટલે કે વિકારાદિને પણુ પામતો નથી તેમ ઘટતો જતો નથી; કારણ કે, તે આ છએ વિકારોને તે તે વિકારના સમય પૂરત દ્રા છે. વિકારના દ્રષ્ટામાં તે વિકારીપણું કયાંથી હોય? સર્વ દેશ અને સર્વ કાળમાં અખંડ રીતે ચાલ્યું આવતું એક રસાત્મક એવું જે જ્ઞાન તે જ આત્મા છે. નીલ જ્ઞાન થયું અને પતિ જ્ઞાનને નાશ થયો એવી પ્રતીતિ ઉપરથી જ્ઞાનનો નાશ થાય છે એમ સમજવું નહિ; કારણ કે એક જ જ્ઞાન ઇકિયાના બળ વડે નીલ, પીત ઇત્યાદિ અનેક પ્રકારનું કલ્પાયેલું છે; એટલે તેમાં નિલ કિવા પતિ આદિ આકારપે ભાસતી વૃત્તિઓ જ ઉત્પન્ન થાય છે તથા નાશને પામતી રહે છે, પરંતુ જ્ઞાન તો કદી ઉત્પન્ન થતું નથી અને નાશને પણ પામતું નથી, તે તો સ્વતઃસિદ્ધ હોઈ અખંડિત જ છે.
નારાયણ, આત્મા વા બહા એ એક જ છે જેમ એક જ પ્રાણ જરાયુજ, અંડજ, દજ અને ઉમિજ આદિ અનેકવિધ શરીર ધારણ કરતા રહે છે, શરીર બદલાઈ જાય છે પણ તેઓને ધારણ કરનારે અને તેમાં રહેલો પ્રાણ વા છવ તો દરેક શરીરમાં એકનો એક જ રહ્યા કરે છે, તેમ દેહાદિક કે જેઓ બાલ્યાદિ અવસ્થાથી બદલાયા કરે છે,