________________
ગીતાહન] જે અલ્પબુદ્ધિ પુરુષના ઘેર ભૂખે વાટાણું વાસ કરે છે તેનાં– [ ૨૭ ગુણીપણું સિદ્ધ થાય છે; તેમ જ વિશેષણવિશેષ્યપણું, વ્યાપકવ્યાપ્યપણું ઇત્યાદિ સર્વે પરસ્પર સાપેક્ષભાવે છે. આમ એકને છોડી બીજાનું નિરૂપણ થઈ શકતું નથી, માટે બ્રહ્મમાં કારણ૫ણું આદિ ધર્મો અધ્યારેપ પક્ષમાં જ કરાવેલા છે, પણ વાસ્તવિક નથી. આવાં અનેક કારણેથી પ્રપંચનું મિથ્યાપણું સિદ્ધ થાય છે, આની સ્પષ્ટતાને માટે શાસ્ત્રકથન કહું છું.
દર્શન એટલે શું? જુઓ કે, (૧) દ્રષ્ટા, (૨) દર્શન અને (૩) દૃશ્ય, એ ત્રિપુટી પિકી દર્શન શબ્દ વચલો છે. દ્રષ્ટા એટલે જેનાર, દશ્ય એટલે જોવાની વસ્તુ અગર વિષય અને દર્શન એટલે વસ્તુ કિવા વિષય જોઈ કે જાણી શકાય તેવું સાધન, એવા અર્થમાં આ ત્રિપુટીમાં શબ્દો યોજાયેલા છે. વ્યવહારમાં પણ સામાન્યતઃ “દર્શન” શબ્દ આ અર્થમાં જ પ્રચલિત છે. છતાં વ્યવહારમાં બધા લેકે દેવમંદિરોમાં કે મહાત્માઓની પાસે જાય છે ત્યારે “દર્શન માટે જવું છે ' અથવા તે “દર્શન કરીને આવ્યા, “દર્શન થાય છે... વગેરે શબ્દોચ્ચાર કરતા નજરે પડે છે. આ ઉપરથી શું સમજવું? સર્વ લોકો જૂઠું બોલે છે કે શું આ વિચાર ? વિના રહેશે નહિ; કારણ કે, જોવાની વસ્તુ અથવા જાણવાના વિષયને તે દસ્ય કહેવામાં આવે છે, એ વ્યવહારને જ નિયમ છે. દ્રષ્ટા અને દશ્ય એ બંને જોઈ શકાય પરંતુ દર્શન તે અદશ્ય વસ્તુ છે. આમ સ્પષ્ટ હોવા છતાં દેવમંદિરોમાં દેવતાઓના તથા મહાત્માઓનાં દર્શન માટે ગયા હતા, એમ બોલવામાં આવે છે. વસ્તુતઃ દેવમંદિરોમાં દેવતાઓની મૂર્તિઓ કે અન્ય દો અથવા તો મહાત્માઓ એ સર્વે તો દસ્ય હાય છે તથા દર્શને જનારા પોતે તેના દ્રષ્ટા હોય છે; છતાં તે દૃશ્યને જ “ દર્શન' શબ્દ લગાડવામાં આવે છે, તેનું કારણ શું હશે ? વારુ, આમાં જૂઠ બોલવાનું પણ કાંઈ પ્રજન નથી અને શાસ્ત્રકારે આપણને જ હું બતાવે એમ પણ સંભવતું નથી. બીજા વ્યાવહારિક દો જેવાં કે નાટક, સૃષ્ટિસૌંદર્ય ઇત્યાદિને માટે
દો” જોયાં એવું કહેવામાં આવે છે. તેમને માટે કાંઈ દર્શન શબ્દ લગાડવામાં આવતું નથી, પરંતુ મહાત્માઓ, પૂજ્યો અને વયોવૃદ્ધો ઇત્યાદિકે માટે ખાસ કરીને “દર્શન' એ શબ્દપ્રયોગ કરવામાં આવે છે, તે આવા શબ્દપ્રયોગમાં કાંઈ વિશેષ મહત્વ હોવું જોઈએ, તેને હવે આપણે અહીં સંક્ષેપમાં વિચાર કરીશું.
દશ્યને દર્શન કેમ કહેવાય? સ્વભાવથી જ મનુષ્યમાત્રની ઈચ્છા શાશ્વત અને અખંડ સુખ માટેની હોય છે અને તેટલા માટે જ તેઓ રાત્રિ દિવસ પ્રયત્ન ( પ્રવૃત્તિ) કર્યું જાય છે; પરંતુ સુખનું સાચું સાધન કયું અને ક્યાં છે, તેનું સર્વ મનુષ્યોને જ્ઞાન હોતું નથી; આથી પોતાની પાસે પોતાના અંતઃકરણમાં જ બેઠેલા અને અદ્વૈત એવા એક ચૈતન્યધન પરમાત્માને તે ઓળખી શકતા નથી અને આમતેમ વ્યર્થ ફાંફાં મારે છે. આ એક ચિત ધન પરમાત્મા જ હું, તું, તે, આ ઇત્યાદિ રૂપે ભાસતાં દશ્ય, વિશ્વાદિ, ત્રિપુટીઓ, ત્રણે અવસ્થાઓ તથા તે સર્વને સાક્ષી ઇત્યાદિ ઉપર જણાવી ગયા તે પ્રમાણે ચરાચરરૂપે વ્યાપ્ત થયેલ છે, અર્થાત આ દસ્પાદિમાં એક નિર્વિકાર અને ચિત ધન પરમાત્મા વિના બીજું કશું (ત) સંભવતું જ નથી, નામથી વ્યાપેલ આ તમામ દસ્થ કેવળ મિથ્થારૂપ જ છે. આ સર્વ નામરૂપે તે ચિત ધન પરમાત્માના જ વિવર્તે છે. આ પ્રકારની અદ્વૈતભાવની સિદ્ધતાનો ઉદેશ તરત લક્ષ્યમાં આવે તેટલા માટે જ દેવદર્શન કિવા મહાત્માઓનાં દર્શન કર્યું એમ કહેવાની પ્રથા કિવા ક્રમ વ્યવહારમાં બધાને અર્થે યોજવામાં આવ્યો છે અને તેમાં દશ્ય શબ્દને બદલે “દર્શન’ શબ્દની અર્થસૂચક યોજના શાસ્ત્રકારોએ કરી છે, એમ વિચારને અંતે જણાશે.
દ્રષ્ટા અને દશ્યની એકતા વ્યવહારમાં પણ જોનારને દ્રષ્ટા તથા જે જોવામાં આવે છે તેને હણ્ય કરે છે. ખા પ્રમાણે દ્રષ્ટા જેને
કહે છે તે દયની દષ્ટિએ વિચાર કરીશું તો જણાશે કે, તે દક્ષ પોતાને દ્રષ્ટા રહે. તેમ જ જે પોતાને દ્રા તરીકે ઓળખાતા હતા તેને હલ્પ કહેશે. ઉદાહરણ તરીકે ગેવિ નામનો કોઈ માણસ ગોપાળ નામના કે મનુષ્યનાં દર્શને ગયો તેમાં દર્શને જનાર ગાવિંદ પોતે દ્રષ્ટા છે અને ગોપાળ એ તેને હલ્પ છે અને
૧૭