________________
ગીતાદહન ] તારું કલ્યાણ છે ! સ્માત હે બ્રહ્મન ! મારી પાસે ત્રણ વર માગ– [૨૬૩ કોઈ સંતરું, કોઈ દાડમ, તે કોઈ જામફળ વગેરે અનેકવિધ નામોથી સંબંધે તો તેમ કહેવા થકી તે કઈ લીંબુ, મોસંબી, સંતરું, દાડમ કિંવા જામફળ ઇત્યાદિ થઈ જતું નથી, પરંતુ કેરી જ રહે છે. આ લીબુ, સંતરું ઇત્યાદિ સર્વ અજ્ઞાત કિંવા જ્ઞાત નામો તે પર્યાયે કેરીનાં જ ગણાય છે, તેમ આત્માને જાણનારા જ્ઞાનીઓ તો આ સર્વ આત્મસ્વરૂપ જ છે એમ નિઃશંકપણે અનુભવે છે, પરંતુ જેઓ તેને આત્મસ્વરૂપે જાણતા નથી તેવા અજ્ઞાનીઓ પણ આ આત્માને જ હું છે, તે છે, આ છે, જગત છે, આ અમુક છે, આ દેવતા છે ઇત્યાદિ અનેક નામરૂપથી પ્રતીત થનારા ચૌદ લોકવાળા બ્રહ્માંડાદ અથવા તેનાં કારણુ મહત્તવાદ ભિન્ન ભિન્ન રૂપે દેખે છે, પરંતુ આંબાના ફળ ઉપર ગમે તેટલાં નામને આરે કરવામાં આવે છતાં અંતે તે તે જેમ આંબાનું જ ફળ હતું, છે અને રહેશે તેમ ગમે તેટલાં નામરૂપોના આરોપ વડે સાત કિવા અજ્ઞાત આ જે જે કાંઈ પ્રતીત થાય છે તે પણ પર્યાયે તે મારી એટલે એક આમની જ ઉપાસના થાય છે. એમ સમજો. આથી શ્રીકણુ ભગવાને અત્રે રપષ્ટ કર્યું છે કે, સર્વ મના ખરી રીતે તે મને એટલે તત૨ ૫ એવા હું (વૃક્ષાંક ૧ )ને જ અનુસરે છે. વ્યવહારમાં પણ જુએ કે, પ્રથમ નિક્રય ચરાચર વ્યાપ્ત એવું આ આકાશ કે, જે પાંચ મહાભૂતમાં સર્વત્ર વ્યાપીને રહ્યું છે તે જ આ સર્વનો આધાર છે. તેમાંથી વાયુ, વાયુથ તેજ, તેજથી જળ અને જળથી પૃથ્વી એમ ઉત્તરોત્તર મિશ્ર થઈ ઇતર ચાર ભૂત થયેલાં છે; આથી તેને વાયુ તેજ જળ અને પૃથ્વી ગમે તે કહે તોપણ તે સર્વ વારતવક એક આકારાનાં જ પર્યાય એટલે જુદાં જુદાં નામ, સંજ્ઞાઓ, દ, વિકારો કે વિવર્તી ઇત્યાદિ જે કહો તે છે, અથવા વડના બીજમાંથી ઉતપન્ન થયેલ અંકુર, થડ, શાખા, પત્ર ઇત્યાદિ સર્વે વાસ્તવિક રીતે વડ એ જ એક સંતાના પર્યાય છે, અથવા દાગીના એ સુવર્ણના અને તરંગાદિ પાણીના પર્યાય યા વિવર્તે છે, તેમ આત્માને જ કઈ દેવ, દાનવ, અસુર. સિદ્ધ, ગંધર્વ ઈત્યાદિ ભિન્ન ભિન્ન પ્રકારનાં દેવતાઓનાં નામો વડે ઉપાસે કિંવા કાઈ તેને જગતાદિ દજ્યનાં નામથી કહે અથવા હું, તું, તે, આ વગેરે બીજા ગમે તેટલાં નામરૂપોની સંજ્ઞા વંડ કહેવામાં આવે, છતાં વાસ્તવમાં તો તે સર્વે જાણુ અથવા અજાણપણે બધી રીતે “હું” કે જે આત્મા કિંવા તરવરૂપ (વૃક્ષાંક ૧) છું. તેવા મારા માર્ગને જ અનુસરે છે, એમ નિશ્ચય પૂર્વક સમજવું; આથો જ વ્યવહારમાં કમળાવાળાને સર્વ પીળું દેખાય છે, પણ વાસ્તવમાં ત્યાં પીળું હોતું નથી કિંવા કાઈ પદાર્થ લાલ કાચ વડે જોતાં લાલ, કાળા વડે કાળા, લીલા વડે લીલ એમ જેવો કાચ હોય તેવો દેખાય છે, પરંતુ વાસ્તવિક તો તે એક જ પદાર્થ હે ઈ તેમાં લાલ, લીલું, કાળું અથવા પીળું બિલકુલ હેતું જ નથી; તેમ નિઃસંગ, અવ્યય, ફૂટસ્થ, અચલ, નિમળ, શઠ, શાંત અને જ્ઞાનસ્વરૂપ એવા આ અનિર્વચનીય આમામાં વાસ્તવિક રીતે નામ, ૩૫ કિંવા દસ્યાદિને કિંચિત્માત્ર પણ અંશ નથી, છતાં જે જેવો ભાવ કરે તે તે થયો હોય એમ અનુભવે છે. વિષયદષ્ટિવાળાઓને વિષયરૂપે, દેવદષ્ટિવાળાને દેવરૂપે, શત્રુને શત્રુરૂપે, મિત્રને મિત્રરૂપે ઇત્યાદિ ભિન્નભિન્ન દષ્ટિવાળાઓને પોતપોતાની દૃષ્ટિ અનુસાર જુદે જુદે રૂપે અનુભવમાં આવતું આ બધું દશ્યજાળ વિસ્તૃત વિકારોથી તદ્દન રહિત, અદ્વિતીય, અવ્યય અને અનિર્વચનીય એવું એક આત્મતત્ત્વ જ છે.
कान्तः कर्मणां सिद्धिं य॒जन्त इह देवताः ।
क्षिप्रं हि मानुषे लोके सिद्धिर्भवति कर्मजा ॥१२॥ દેવતાની ઉપાસનાથી પણ અને આત્માની જ ઉપાસના થાય છે આ મનુષ્યલોકમાં કર્મનાં ફળે તુરત મળતાં હોવાથી કર્મફળની ઇચ્છાવાળાઓ દેવતાઓને પૂજે છે. એટલે પ્રથમ (અધ્યાય ૩, શ્લોક ૧૦, ૧૧માં ) બતાવવામાં આવેલું છે કે, સૃષ્ટિના આરંભકાળમાં બ્રહ્મદેવે દેવતાઓ તથા મનુષ્યોને સૃજ્યાં અને તેઓને કહ્યું કે, હે મનુષ્યો ! તમો આ યજ્ઞકર્મા દ્વારા દેવતાઓને સંતુષ્ટ કરો અને તેઓ તમને તમારી ઈચ્છા પ્રમાણે ફળ આપશે; આથી જેઓને આત્મપ્રાપ્તિની નહિ પરંતુ વ્યાવહારિક કર્મફળની જ ઈચ્છા હોય છે એવા પોતપોતાની ભાવનાનુસાર તે તે દેવતાઓનું જ યજન કરે છે; કારણ કે