________________
=
ગીતાદોન ]
નમનહે અતિથિ બ્રાહ્મણ! તને પ્રણામ છે.
[ ૨૧ -
ક્ષણક્ષણની થનારી ગતિઓ જેમ જોવામાં આવતી નથી તેમ કાળથી બદલાતી જતી દેહાદિકની ક્ષવૃક્ષણની અવસ્થાઓ પણ જોવામાં આવતી નથી. જેમ સૂર્યચંદ્રાદિકને એક પ્રદેશમાંથી બીજા પ્રદેશની પ્રાપ્તિ થવા ઉપરથી જ તેઓની ક્ષણે ક્ષણે થતી ગતિની સ્થિતિ કાપવામાં આવે છે, તેમ દેહાદિકની પણ બાભ, તરુણ, વહ ઇત્યાદિ દેખાવોપરથી ક્ષણે ક્ષણે બદલાતી અવસ્થાઓની કલ્પના કરવામાં આવે છે. આ પ્રમાણે (૧) નેમિત્તિક, (૨) પ્રાકૃતિક, (૩) આત્યંતિક અને (૪) નિત્ય, એમ ચાર પ્રકારના પ્રલયો તમને કહા (ભા સકં૦ ૧૨, અ ૪ જુઓ). આ વિવેચન ઉપરથી નિયતિ એટલે ઈરીશક્તિ, મા વિા પ્રકૃતિની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયના નિયમો કેવી રીતે નિશ્ચિત ઠરેલા છે, તે સંબંધમાં જિજ્ઞાસને ક૫ને આવશે.
નિયતિ નિશ્ચિત હશે તો એની સિદિ શી રીતે થશે ? ઉપર્યુક્ત વિવેચન ઉપરથી એક શંકા ઉપસ્થિત થવા સંભવ છે કે, દરેક યુગમાં આ પ્રમાણે અવતાર થતા રહી તેઓ જે પોતપોતાનું નિયત કાર્યો કર્યા જ કરે એવો નિયતિને કેમ નિશ્ચિત હોય તો પછી તેઓનો મોક્ષ થે કદી સંભવતો જ નથી અને તે બધા અવતારો જીવન્મુક્ત હતા, એમ શાસ્ત્રકારો કહે છે તે કેમ સિદ્ધ થાય ? એના ઉત્તરમાં પ્રથમ (અ૨ ૦ ૧૨ અને અ૦ ૪ ૦ ૫માં) વિવેયન આપેલું છે, છતાં અત્રે સંક્ષેપમાં એટલું જ જણાવવાનું છે કે, જેમ માટીનાં રમકડાં બનાવનાર કે વેપારી બીબાં વડે માટીનાં અનેક રમકડાંઓ બનાવે છે, બીબામાં માટી નાંખતાં તેમાં જ એક જ આકારનાં ગમે તેટલાં રમકડાં થઈ શકે છે, વળી લાકે લઈ જઈ તેને સમુદ્ર કિવા પાણુમાં નાખે છે અને વેપારી તરફથી પુન: બીજા તેવા જ આકારનાં રમકડાંઓ બનાવવામાં આવે છે, આ રીતે આકારમાં એકસરખાપણું હોવાથી જે રમકડાંઓને સમદ્ર કિવા નદીમાં વિલય થયો હોય તેનાં તે જ પાછાં થયાં એમ કાંઈ કહી શકાતું નથી તે પ્રમાણે દરેક યુગ, મનુ કિંવા કલ્પમાં થતા અવતારાદિને તો સ્વસ્વરૂપમાં વિલય થઈ જાય છે, તેથી તેના તે જ અવતારાદિ પાછા આવતા નથી; ફક્ત તેવા પ્રકારનું કાર્ય કરનારાઓના ગુણ અને કર્મની સામ્યતા ઉપર તે જ આ હોય એમ દેખાય છે. પરંતુ વાસ્તવિક તેવું હોતું નથી. જેમ રાજતંત્રમાં એક પ્રધાન નિવૃત્ત થઈ તેની જગ્યાએ બીજે આવે તે પણ પ્રથમનાની જેમ જ કામ કરે છે; આથી કાંઈ તે પ્રથમનો જ છે એમ કહી શકાય નહિ; પ્રધાન એ તે એક હોદ્દો છે, તે પ્રમાણે આ અવતારાદિ તે નિયતિના હોદ્દેદારે છે, એમ સમજે; આથી જેને મોક્ષ થયો હોય તેના તે જ બીજા યુગમાં પાછા આવે છે એમ સમજવું નિરાધાર હાઈ નિરર્થક છે અર્થાત નિયતિને ક્રમ નિશ્ચિત હોવા છતાં પણ મેક્ષની સિદ્ધિ થવામાં કિંચિત્માત્ર પણ પ્રત્યવાય આવતા નથી, એટલે શ્રીકૃષ્ણ ભગવાને દરેક યુગમાં હું સંભવું છું અર્થાત ભાસમાન થાઉં છું એમ જે કહ્યું છે, તેને સ્પષ્ટ ભાવાર્થ ઉપર્યુક્ત વિવેચનથી સિદ્ધ થાય છે.
जम्म कर्म मे दिन्यमेवं यो वेत्ति तत्वतः । त्यक्त्वा देहं पुनर्जन्म नैति मामेति लोन ॥९॥
મારું જન્મ તથા કર્મ દિખ્ય કેમ ? શ્રીભગવાન કહે છે: હે અર્જુન ! આ પ્રમાણે મારાં એટલે તત (ક્ષાંક ૧) સ્વરૂપ એવા આમાનાં દિવ્ય જન્મ તથા દિવ્ય કર્મને જે યથાર્થ રીતે જાણે છે, તે દેહ છોડ્યા પછી પણ પુનઃ જન્મમરણને પામતે નથી, પરંતુ અનિર્વચનીય એવા હં(વૃક્ષાંક ૧)૨૫ મને જ પામે છે. તાત્પર્ય એ કે, “હું” તે તત કિંવા આત્મસ્વરૂપ એ (ક્ષાંક ૧) હેઈ અજન્મા, નિષ્ક્રિય, નિર્વિકાર અને નિઃસંગ છે, છતાં જાણે જભ્યો છું કિવા કર્મ કરું છું એ જે દયાભાસ થાય છે તે પણ વાસ્તવિક તે અનિર્વચનીય એવા આત્મ કિંવા ચિતન્યાપ જ છે. દિવ્ય (દિવધાતુ) એટલે પ્રકાશ ચૈતન્ય૩૫. સારાંશ એ છે, “હું” એટલે આ જડ એવા દેતાદિપ નહિ પણ આત્મા અથવા ચેતનરૂપ હોવાથી મારાં જન્મો તથા સર્વ મેં પણ “દિવ્ય '