________________
૨૬૨] નમતુ રાતે મેગા તમાત્ર ત્રીવાસળ | . [સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગી. અ૦૪/૧૨
---
-
-
-
-
-
--
--
-
-
રા
તમાન રાજા
એટલે ચિંતન્યરૂપ જ છે. તે આત્મસ્વરૂપથી કિંચિત્માત્ર પણ ભિન્ન નથી, એમ જે જાણે છે તે દેહત્યાગ પછી પણ મારા તે દિવ્ય સ્વરૂપને જ પ્રાપ્ત થાય છે. આ કથનનો આશય એ છે કે, જે મને એટલે “હું” ને દેહધારી નહિ. પરંતુ આત્મા કિંવા ચૈતન્યસ્વરૂપ છે એમ સમજે છે, અને જે હું ચૈતન્યસ્વરૂપ છું તે પછી મારા જન્મ કિવા કર્મો પણ ચિતન્ય૨૫ જ હોઈ શકે; એ પ્રમાણે મારા જન્મ તથા કર્મોનું ખરું રહરય તત્ત્વતઃ જાણે છે એટલે “હું” દેહાદિ નહિ પરતું તતરવરૂપ એ આત્મા છું. એવા પ્રકારે જે મને મારા જન્મો અને તમામ કર્મોસહિત તક હોવાનું જાણે છે તે પણ દેહ છોડ્યા પછી પુનઃ જન્મમરણાદિ દુઃખ પરંપરામાં આવતો નથી, પરંતુ તેને પણ મારા સ્વરૂપમાં જ વિલય થાય છે, કેમકે મારું આ જન્મો કિવા કર્મો દેખવામાં ભલે આવતાં હોય, પરંતુ વાસ્તવમાં તે તે સર્વે નિઃસંગ એવા તત્ વા આત્મસ્વરૂપ જ છે; એટલે કે તત્વતઃ હું અજન્મા છતાં જન્મ પામેલ તથા નિષ્ક્રિય હોવા છતાં પણું ક્રિયાવાળા હાઉ એમ ભાણું છું. એ રીતને ગૂઢ રહસ્યને જે તત્ત્વદૃષ્ટિથી અર્થાત આ સર્વ તત કિવા આત્મસ્વરૂપ (ક્ષાંક ૧) છે એમ પરોક્ષ રીતે યા અપરાક્ષ અનુભવસહિત જાણે છે, તે પણ અંતે'તતરૂપ બની વિદેહમુક્તિને જ પામે છે.
वीतरागभयकोधा मन्मया मामुपाश्रिताः । बहो मानतपसा पृता मद्भावमागताः ॥१०॥
મારામાં નિષ્ઠા રાખનારા અને મારામાં આ પ્રમાણે મારા સાચા તત કિવા આત્મવરૂપનું જ્ઞાન પ્રાપ્ત થયેલા રાગ એટલે આસક્તિ, ભય તથા ક્રોધ જેનાં નષ્ટ થયેલાં છે એવા મારા એટલે આત્મામાં જ નિકાવાળા, મારા એટલે આત્માને જ આશ્રય કરી રહેલા અને આ પ્રકારનાં જ્ઞાનરૂપ તપ અર્થાત “હું” એટલે આ શરીરધારી કુણ નહિ, પરંતુ “હું” એટલે તત કિવા આત્મસ્વરૂ૫ છું, એવા પ્રકારના જ્ઞાન વડે નિત્યપ્રતિ આત્મામાં જ બુદ્ધિ રાખનારા ઘણું પવિત્ર પુરુષે અંતે જન્મમરણમાંથી છૂટીને તત કિવા આત્મા(વૃક્ષાંક ૧) એવો જે “હું” તેવા મારા સ્વસ્વરૂપમાં જ આવીને મળેલા છે. ઉદેશ એ કે, જેઓ અંતઃકરણમાં વૃત્તિ ઉત્પન્ન થતાં જ આ કુણું એટલે શરીરધારી નહિ અથવા હું એટલે દેહધારી નહિ પરંતુ આત્મસ્વરૂપ, નિઃસંગ, નિર્વિકાર, અજન્મા, નિષ્ક્રિય, અનિર્વચનીય, શાંત, કુટસ્થ અને અચળ એવા ભગવાનરૂપ છે, એ પ્રમાણેના નિશ્ચય વડે આત્માકાર બનેલા હેઈ અંત:કરણમાં આત્મા સિવાય બીજી કઈ વૃત્તિનું ઉત્થાન જ થવા દેતા નથી તેવાઓ રાગ, ભય અને કેધથી રહિત બની તે મારા પરમષ્ઠ એવા આત્મરવરૂપમાં જ સ્થિતિને પામે છે; એવાઓને અંતે દુ:ખમય જન્મમરણની પરંપરામાં પડવાને પ્રસંગ કદાપિ આવતા નથી.
ये यथा मां प्रपद्यन्ते तास्तथैव भजाम्यहम् । मम वर्मानुषर्तन्ते मनुष्याः पार्थ सर्वशः ॥११॥
જે મને જે રીતે ભજે છે તે રીતે હું તેને પ્રતીત થાઉં છું પાર્થ ! વાસ્તવિક રીતે તે આ સર્વ ચરાચર દેશ્યાદિમાં અનિર્વચનીય એવા એક આત્મા(વૃક્ષાંક ૧) સિવાય બીજું કાંઈ પણ છે જ નહિ; એટલે હું, તું, તે, આ, તારું, મારું ઇત્યાદિ આપો જેના ઉપર કરવામાં આવે છે તે વસ્તુતઃ તે આત્મા જ છે; છતાં જે મને જેવા પ્રકારની ભાવના વડે ભજે છે તેને હું તેગ પ્રકારની ભાવના વડે જ ભજું છું એટલે અનુભવમાં આવું છું. અર્થાત આ જગતમાં ગમે તેવી ભાવના રાખવામાં આવે છતાં જાણે કિંવા અજાણપણે વસ્તુતઃ તે તે કેવળ એક તત કિંવા આત્મસ્વરૂપ(વૃક્ષાંક ૧) એ જે હું તેના માર્ગને જ અનુસરે છે, એમ સમજવું. એટલે જેમ આંબાનું ફળ હોય તેને જાણવાવાળે તો તે આંબાનું ફળ કેરી છે એમ કહેશે, પરંતુ અજ્ઞાનીઓ પૈકી તેને જ કેાઈ લીંબુ, કેાઈ મોસંબી,