________________
-
--
--
ર૫૮ ]
તિરો રાત્રીવાહી – [ સિદ્ધાન્તકાણ ભ૦ ગીવ અ૦ કોર્ટ ગોપાળ ગાવિંદને પણ એમ જ કહે છે કે, મને પણ તમારાં દર્શનનો લાભ થયો અર્થાત તે ગોપાળ કે જેને ગાવિંદ દસ્ય સમજતો હતો, તે પોતે પોતાને દ્રષ્ટા સમજશે તથા ગોવિંદને દશ્ય સમજશે, એટલે ગોવિંદની દૃષ્ટિએ પોતે દ્રષ્ટા અને ગોપાળ દશ્ય તથા ગોપાળની દૃષ્ટિએ પોતે દ્રષ્ટા અને ગોવિંદ દશ્ય થાય છે. આ મુજબ જે વ્યવહારમાં પરસ્પર ભારે વિચાર કરવામાં આવે તે એક જ વ્યક્તિ અરસપરસ દ્રષ્ટા અને દૃશ્યરૂપે બને છે અને દર્શન તે અદશ્ય નિર્વિકાર અને શુદ્ધ એવા પિતાના સ્વસ્વરૂપમાં જ સ્થિત હોય છે, તેમાં કિંચિત્માત્ર પણ ફેરફાર થતો નથી. આ રીતે વ્યવહારમાં પણ એક જ વ્યક્તિ પરસ્પર સાપેક્ષભાવ વડે છા તથા દશ્ય રૂપે બને છે, એ વાત સ્પષ્ટ થાય છે. આમ હેવાને લીધે સૂક્ષ્મ દૃષ્ટિએ વિચાર કરનારા બુદ્ધિમાનને જણાશે કે, વ્યાવહારિક દષ્ટિએ પણ દ્રષ્ટા અને દશ્ય ભાવોની સિદ્ધતા, સ્થિરતા કે નિશ્ચિતતા થઈ શકતી નથી; પણ જે દ્રષ્ટા છે તે જ દસ્ય બને છે અને જે દશ્ય છે તે જ દ્રષ્ટા બને છે. આ રીતે પણ દ્રષ્ટા અને દશ્ય ભાવોનું એકત્વ જ સિદ્ધ થાય છે. હવે દર્શનનો વિચાર કરી રહ્યો, વાસ્તવિક રીતે દસ્ય અને દ્રષ્ટા ભાનું ઐકય સિદ્ધ થયા પછી દર્શનનું જ અસ્તિત્વ જ રહેતું નથી. અર્થાત તે પણ અકયસ્વરૂપ જ બને છે; આમ હોવા છતાં પણ તે શબ્દમાં ગૂઢ રહસ્ય શું છે, તે જાણવાથી આપણું શાસ્ત્રકારની રચના કેવી વ્યાપક અને અર્થસૂચક હોય છે તે સમજી શકાશે.
દેવતાને માટે દર્શન શબ્દ કેમ? દર્શન’ શબ્દનો ઉદેશ તે દ્રષ્ટા અને દસ્ય આ બંને ભાવે જયાં નથી તે પદને બંધ કરાવી આપવાને છે. તે પદ એટલે જ અદશ્ય, નિર્વિક૫, નિરાકાર, અવ્યય એવા આત્માનું ચૈતન્યસ્વરૂપ છે, તેને જ આ. ત્રિપુટીમાં મધ્યસંધિદર્શક એવા દર્શનના નામથી સંબોધવામાં આવેલું હેઈ આ દશ્યાદિ સ્વરૂપે પણ તે જ બનેલું છે એવું સૂચન તેમાંથી મળે છે, એટલે કે તે ચિનન્યવરૂપ જ સૌથી પ્રથમ કેવળ નિર્વિકલ્પ, નિરાકાર, તત (વૃક્ષાંક ૧) સ્વરૂપે હતું (જુઓ વૃક્ષ કિરણશ ૩૬), બાદ તે જ પ્રથમ દ્રષ્ટાના દ્રષ્ટા રૂપે અર્થાત ત્રિપુટીના સાક્ષી (વૃક્ષાંક ૨) રૂપે થયું, ત્યાર પછી તે જ પુનઃ અવ્યક્ત રૂપે નિરાકાર અવસ્થામાં રહી આ માયાવી એવા દસ્યના દ્રષ્ટા (વૃક્ષાંક ૩) રૂપે વ્યક્ત થયું અને પાછું અવ્યક્ત એવા દર્શનરૂપ પોતાના સ્વરૂપમાં રહી તે જ પુનઃ દક્ષ્ય રૂપે વ્યક્ત રવરૂપે (વૃક્ષાંક ૪ થી ૧૫ ૪) પ્રકટ થાય છે, અને પછી જ્ઞાન વડે દ્રષ્ટા દૃશ્યનો બાધ (વિલય) થતાં તે જ ચૈતન્યતત્વ પુનઃ અવ્યક્ત એવા પોતાના મૂળ તત (વૃક્ષાંક ૧) સ્વરૂપમાં જ રહે છે. તાત્પર્ય એ કે, સુવર્ણ જેમ પોતાના મૂળ સ્વરૂપમાં બદલાયા વિના દાગીના રૂપે રહે છે, એટલે સુવર્ણન અંશ કાઢી લેતાં દાગીનાનું જુદું અસ્તિત્વ રહી શકતું નથી, અર્થાત જેનું ખરું નામ સુવર્ણ છે તેને જ વ્યવહારમાં જુદાં જુદાં નામરૂપોથી દાગીના સ્વરૂપે કહેવામાં આવે છે, તેમ આ એક ચૈતન્યતત્વ જ મૂળ અપ્રકટ એટલે અદશ્ય વા અવ્યકત એવા પોતાના સ્વસ્વરૂપમાં જેવું ને તેવું રહી તે જ “ અહં' “મારું ' ઇત્યાદિ દશ્ય વા પ્રકટરૂપે તથા તેના સાક્ષી ઇત્યાદિ રૂપે ભાસે છે; આથી તે પરમતત્વની ઉપર જે અનેક નામરૂપોનો આરોપ કરવામાં આવે છે. તે સર્વ નિરર્થક છે. આ પ્રમાણે દેવતાઓ તથા મહાત્માઓ પોતાના અનિર્વચનીય એવા કેવળ એક ચાન્યતવમાં જ સ્થિર હોય છે; અજ્ઞાનીઓની પેઠે તેમને “હું” છું એવો ખ્યાલ સ્વપ્નમાં પણ કદી હેત નથી, આ સર્વ “મમ” રૂ૫ દૃશ્યજાળ (વૃક્ષાંક ૪ થી ૧૫ ૪ ) તથા તેને સાક્ષી એવો પ્રતિબિંબરૂપ “હું (વૃક્ષાંક ૩) તેમ જ “હું'નો પણ સાક્ષો વા દ્રષ્ટા જે શુદ્ધ છે (વૃક્ષાંક ૨ ) છે તે સર્વ ચૈતન્ય૩૫ પરમાત્મા(વૃક્ષાંક ૧)જ છે, તે સિવાય બીજું કંઈ છે જ નહિ, તે પરમતત્વ એ જ મારું ખરું સ્વરૂપ છે, એવા અદ્વૈતભાવનો તેમને પૂર્ણ નિશ્ચય હોય છે, તેથી જ તેઓ લેકદષ્ટિએ પણ જીવન્મુક્ત (જીવતાં છતાં બંધનરહિત) કહેવાય છે. તેઓ પોતાની દૃષ્ટિએ તો કેવળ ચૈતન્યરૂપ જ હેય છે; આથી તેવાઓને માટે દર્શન’ શબ્દ પ્રયોગ કરવામાં આવેલ છે, એટલે કે દર્શને જનારને તેમના મૂળ સ્વરૂપનો બોધ થઈ શકે એવા ઉદ્દેશથી દષ્ટા તેઓ પ્રત્યે રસ્યભાવ છોડી દઈ તેમને દર્શન એટલે મૂળ અધ્યકત એવા ચિતન્યસ્વરૂપે જ જીએ, સારાંશ એ છે, જેનું દર્શન કરવામાં આવે છે તે દસ્પા૫ નથી પણ
--
-
- નામ
ના કરનાર