________________
ગીતાદેહન] હે વૈશ્વાનર! આપણે વેર અતિથિ તરિકે બ્રાહ્મણ પ્રવેશ કરે છે. [૨૫૧ દૈવપરાયણ થઈ ને કાંઈ પણ કર્યા વિના મં રહેવું એ પણ નિયતિને જ નિશ્ચય છે. જે પુરુષ કાંઈ પણ કાર્ય ન કરે તે તેને બુદ્ધિ, કર્મ, વિકાર તથા આકૃતિ વગેરે કાંઈ પણ થાય જ નહિ.
પ્રલય થતાં સુધી સર્વ પદાર્થોની આ મુજબની વ્યવસ્થા નિશ્ચિત કરેલી છે. અમુક અમુક આ પ્રકારે અવશ્ય થાય એવી નિશ્ચય કરનારી જે ઈશ્વરીય શક્તિ તે જ નિયતિ કહેવાય છે. આ નિયતિ સ્થિતિનું બ્રહ્મા, વિષ્ણુ, મહેશ વગેરે જેવા પણ કદી ઉલ્લંધન કરી શકતા નથી.
મોક્ષરૂપી ફળને માટે પુરુષાર્થ કરવા જોઈએ આમ છે છતાં બુદ્ધિમાન પુરુષે આ નિયતિના આધારથી પુરુષાર્થને ત્યાગ કરવો નહિ; કારણકે, પુરુષાર્થ વિના નિયતિ કાંઈ પણ ફળ આપવા સમર્થ નથી. પુરુષાર્થ ન કરે તેને જ નિયતિ કહે છે અને તે જ જ્યારે સૃષ્ટિમાં ફળરૂપ થાય છે, ત્યારે તેને પૌરુષ કહે છે; એટલે વ્યવહારમાં જેમ ઘણા પ્રયત્નથી દ્રવ્ય કમાઈને પછી નિરાંતે બેસીને ખાવામાં આવે છે, તેમાં દ્રવ્ય મેળવવાનો પ્રયત્ન એ પુરુષાર્થ તથા તે મેળવ્યા પછી બેઠાં બેઠાં ખાવું તેને નિયતિ સમજવામાં આવે છે, પરંતુ વાસ્તવિક રીતે તો એ પૌરુષ જ છે; તેમ જીવાત્માએ પ્રથમ કરેલા પુરુષાર્થના ફળ રૂપે શરીરાદિ ધારણ કરીને તે દ્વારા તે પૂર્વફળને ભોગવે છે, તેને નિયતિરૂ૫ માનવામાં આવે છે, પણ વાસ્તવિક તે પૌરુષ જ છે, છતાં વ્યવહારમાં લકે નિયતિ ને પુરુષાર્થ ભિન્નભિન્ન સમજે છે. તાત્પર્ય કે, પાછળ કરેલે પુરુષાર્થ એ જ પ્રસ્તુત નિયતિ. પુરુષાર્થ કર્યા વિનાની નિયતિ નિષ્ફળ છે અને પુરુષાર્થરૂપી નિયતિ જ સફળ છે. કદાચ એમ કહેવામાં આવે છે, જે મનુષ્ય કોઈ પણ પુરુષાર્થ કર્યા વિના અજગરનું વ્રત ધારણ કરે છે. તેને આહાર મળે છે અને તેથી તેની તૃપ્તિ પણ થાય છે, માટે પુરુષાર્થ વગર પણ નિયતિ ફળ આપે છે, તે તેના ઉત્તરમાં કહેવાનું કે, આ રીતે અજગરનું વ્રત ધારણ કરનારને પણ આહાર મળ્યા પછી ખાવું, ચાલવું વગેરે કમરૂપ પુરુષાર્થ વિના તૃપ્તિરૂ૫ ફળની પ્રાપ્તિ કદાપિ પણ થતી નથી; તેમ જ તેવા મનુષ્યને જે દેહ રહે છે તે પણ તેને પ્રાણવાયુ હલનચલન વગેરે પુરુષાર્થ કરે છે તેથી જ ને? જે તે શ્વાસોચ્છવાસ લેવારૂપ કર્મ પણ ન કરે તે પછી પ્રાણ પણ શી રીતે ટકે ? વળી કેટલાક
ગીઓ સમાધિથી પિતાના પ્રાણવાયુને રોકે છે એમ કહીશું તે તે પણ એક જાતને પુરુષાર્થ જ થયો અને તેથી મુકિતરૂપ ફળ પ્રાપ્ત થાય છે. આ ઉપરથી પૌરુષ વિને ફળસિદ્ધિ નથી, તે નિશ્ચય છે; માટે પુરુષાર્થ કરવો જોઈએ.
બ્રહ્મસત્તાની પ્રતીતિ નિયતિ વડે જ થાય છે શાસ્ત્રમાં લખ્યા પ્રમાણેના પુરુષાર્થમાં પરાયણ રહેવું તેને જ કલ્યાણરૂપ એવું સાધન કહે છે. તેવા સાધનની પૂર્ણતા થયા પછી કર્મોને અત્યંત વિરામ થવાથી જ કલ્યાણુરૂપી ફળની પ્રાપ્તિ થાય તેને જ મેક્ષ કહે છે અને તે શાસ્ત્રીય સાધન વડે જ સાધ્ય છે. આ રીતે સાધ્ય અને સાધન વડે થતા મોક્ષારૂપ કલ્યાણથી જ્ઞાનીને પક્ષ સબળ છે; કારણ કે, તે કાર્યરૂપી અવિદ્યાનો નાશ કરે છે. જ્ઞાનીને નિયતિ પણ દુઃખરૂપ નથી, કેમકે કોના મોહપાશમાં પડી સુખદુઃખાદિ ભોગવવાં તે જીવાત્માને માટે નિયતિરૂપ કહેવાય છે, પરંતુ તત્ત્વવિદેના દૈતભાવને તે અત્યંત વિલય થવા પામેલ હોઈ છવભાવનો પણ સદંતર લેપ થયેલો હોય છે અને તેથી જ તેઓ જીવન્મુક્ત કહેવાય છે. તેમની આ દુઃખરહિત નિયતિને નિયતિ નહિ પરંતુ બ્રહ્મસત્તા કહે છે. તે બ્રહ્મસત્તાની અવસ્થામાં યત્નથી કાયમને માટે સ્થિતિ થવી તે જ પરમગતિ હોઈ પરમ શુદ્ધપદની પ્રાપ્તિરૂપ છે. પૃથ્વીમાં રહેલા જળની સત્તા જેવી રીતે તૃણ, વલ્લીઓ અને ઝાડ વગેરે પદાર્થ રૂપે જોવામાં આવે છે. તેવી રીતે બ્રહ્મની સત્તા જ નિયતિના મહાવિલાસથી સર્વ ઠેકાણે દસ્પાદિરૂપે પ્રતીત થયેલી જોવામાં આવે છે ( જુઓ વા ઉ૫૦ સ. ૬૨) સારાંશ એ છે કે, આત્મવરૂપને પ્રાપ્તિ માટે પુરુષાર્થની જરૂર હોય છે; બાકી વ્યવહારના કોઈ પણ અર્થમાં કૃતિ અર્થાત નિયતિ એટલે પ્રારબ્ધ જ શ્રેષ્ઠ છે, એમ સિદ્ધ થાય છે. આ રીતે આપણે નિયતિ સંબંધે શાસ્ત્રાર્થ જાણે. હવે ઈશ્વરે ધારણ કરેલા અવતારાદિ નિયતિના નિયમ પ્રમાણે પ્રત્યેક યુગમાં તથા મવંતરમાં શું શું કર્યો કરે છે એટલે કયા કામને માટે તે ધારણ કરવામાં આવે છે, તેનાં કર્મો, તેનું પ્રયોજન તથા ગુણેને સંક્ષેપમાં વિચાર કરીશું.
.