________________
- અ
ગીતાદેહન]. પૂર્વના તથા હાલના મહાપુરુષો કેમ વર્યા છે તે જુઓ.
[ ૨૪૭ એટલે મનુષ્યોનાં બાર લાખ છનું હજાર સૌર વર્ષોને એક ત્રેતાયુગ થાય છે તથા દેવતાઓનાં અડતાલીશ. વર્ષો અગર મનુષ્યોનાં સત્તર લાખ અઠ્ઠાવીસ હજાર સૌર વર્ષોનો એક કત કિવા સત્યયુગ થાય છે. આ ચાર યુગે મળીને એક મહાયુગ કિયા ચોકડી કહેવાય છે, જેમાં દિવ્ય વર્ષો બાર હજાર અને સૌર વર્ષે તેતાલીશ લાખ વીશ હજાર થાય છે. આવા જયારે એક હજાર મહાયુગ થાય છે ત્યારે બ્રહ્મદેવને એક દિવસ થાય છે, તેને ક૫ કહે છે. ક૫માં દેવતાઓનાં વર્ષો એક કરોડ વીશ લાખ તથા સૌર વર્ષ ચાર અબજ બત્રીસ કરોડ થાય છે, એટલી જ બ્રહ્મદેવની રાત્રિ હોય છે. આ મુજબ બ્રહ્મદેવનું અહોરાત્ર કહેવાય છે. આવાં ત્રણસો સાઠ અહોરાત્ર એટલે તેનું એક વર્ષ છે, અને આ પ્રમાણે સો વર્ષો સુધી જ બ્રહ્મદેવનું આયુષ્ય પ્રમાણ આ નિયતિ તંત્રના આધારે નિશ્ચિત થયેલું છે, તેને મહાકલ્પ કહે છે. જેનાં છત્રીસ હજાર દિવસના તથા છત્રીસ હજ રાત્રિના મળી બેતેર હજાર કો થાય છે, તેનાં સૌર વર્ષે ત્રણ જલધિ, એક શંકુ, એક મહાપદ્મ, શન્ય નિખર્વ અને ચાર ખર્ષ (૩૧૧૦૪ ઉપર દશ મીંડાં સમજી લેવાં) થાય છે. આમ બ્રહ્મદેવનાં વર્ષા થાય છે ત્યારે વિષ્ણુ(વૃક્ષાંક ૯)ની એક ધટિ થાય છે. વિષ્ણુની એવી એક હજાર ઘટિ એટલે રુદ્ર કિંવા મહેશ(વૃક્ષાંક ૮)ની એક નિમેષ થાય છે (આંખ ઉઘાડવાસ કરતાં લાગે તેટલા સમયને નિમેષોન્મેષ કહે છે). મહેશની એક હજાર નિમે તે મહામાયા (વૃક્ષાંક )ની એક નિમેષ કહેવાય છે. ગણતરી કરી શકાય એવા કાળની પૂર્ણતા અત્રે જ થાય છે તે ઉપરનો કાળ ગણતરીથી પરનો છે. આ મુજબ કાળનું સાધારણ જ્ઞાન થવાથી નિયતિની સત્તામાં કાળનું ધોરણ કેવું નિશ્ચિત કરેલું છે. તે જણાઈ આવશે, આમાં યત્કિંચિત પણ ફેરફાર થઈ શકતો નથી. નિયતિ, માયા અથવા પ્રકૃતિનાં દરેક કાર્યોને સ્વાહા કરનારા ઈશ્વરની મહાન વિભૂતિ સમા આ ઈક્ષણશક્તિરૂપ કાળનો નિયમ તે તદ્દન નિશ્ચિત કરે છે. આ રીતે કાળનું જ્ઞાન થયા બાદ નિયતિના નિયમો અનુસાર નિશ્ચિત થનારા દરેક યુગના તથા અન્યાદિનાં કાર્યોનો વિચાર કરીશું (વધુ માટે પ્રકાશન ૪ મહાકાળ પુરુષ વર્ણન ભાગ ૧ જુઓ).
દરેક યુગમાં થતાં મન્વાદિ અવતારે અને તેનાં કાર્યો કૃત, ત્રેતા, દ્વાપર અને કલિ એ ચારે યુગો મળી એક મહાયુગ થાય છે, એમ ઉપર જણાવેલું છે, તે પિકી કૃત એટલે સત્યયુગમાં મત્સ્ય, કર૭૫, વરાહ અને નૃસિંહ એમ ચાર અવતારો; ત્રેતા યુગમાં વામન, પરશુરામ અને રામ એ ત્રણ અવતારો; દ્વાપરમાં ફક્ત એક કષ્ણનો જ અવતાર અને બુદ્ધ તથા કલ્કિ એ બંને કળિયુગમાં, એ મુજબ દરેક મહાયુગમાં આ દશ અવતારો તો થયા જ કરે છે. બ્રહ્મદેવના એક કપમાં આ દરેક અવતારો અકેક હજાર વખત થતા રહે છે. આ રીતે બ્રહ્મદેવનાં આયુષ્યમાં. તે ત્રણ કરોડ સાઠ લાખ વખત દરેક અવતાર થતો જ રહે છે, એ આથી સારી રીતે જાણી શકાશે. બ્રહ્મદેવના એક ક૫માં ચૌદ મનુઓ થાય છે, દરેક મનુ ૭૧૩ મહાયુગનો હોય છે (સંધ્યાંશ સાથે), તેને મવંતર પણ કહે છે. મવંતરમાં ઉપર બતાવેલ દરેક મહાયુગોમાં થતા કચ્છ, મત્યાદિ દશ અવતારો તથા (૧) સુયજ્ઞ, (૨) સ્વાયંભુવ, (૩) કપિલ, (૪) દત્તાત્રેય, (૫) સન એટલે સનસ્કુમાર, સનક, સનંદન અને સનાતન એ ચાર અવતારોને સન નામથી કહે છે, (૬) નરનારાયણ, (૭) ગદાધારી વિષ્ણુ (ધવ), (૮) પૃથુ, (૯) ઋષભદેવ, (૧૦) હયગ્રીવ, (૧૧) શ્રીહરિ (ગરેંદ્ર મેક્ષ), (૧૨) હંસ, (૧૩) મોહિની કિવા ધવંતરી અને (૧૪) વ્યાસ; એમ ચૌદ મળી કુલ ૨૪ ચોવીશ અવતારો થતા રહે છે. બ્રહ્મદેવના એક મવંતરમાં આ અવતારો આ રીતે હંમેશાં થયા જ કરે છે. દરેક મહાયુગ પૂર્ણ થયો એટલે આ સમગ્ર નવ ખંડે સહિત આ સપ્તદીપ પૃથ્વીનો અવ્યક્ત (ક્ષાંક ૪) મથે લય થાય છે. આ રીતે બ્રહ્માના એક કપમાં બ્રહ્માંડની અંદર આવેલી આ પૃથ્વીની એક હજાર વખત ઉત્પત્તિ થાય છે તથા તેટલી વખત પુનઃ તેનો અવ્યક્ત (વૃક્ષાંક ૪)માં વિલય થતો રહે છે. અર્થાત આ પૃથ્વીની આયુષ્યમર્યાદા તેંતાળીસ લાખ, વીશ હજાર સૌર વર્ષોની હોવી જોઈએ, એ નિશ્ચિત નિયમ કરેલો છે. બ્રહ્મદેવના એક કલ્પમાં રવર્ગ, મૃત્યુ અને પાતાળ એમ પૃથ્વી સહ પ્રણે લોકને લય થાય છે, તેને ઐક્ય પ્રલય કહેવામાં આવે છે. જ્યનું આયુષ્ય ચાર અબજ, બત્રીસ કરોડ સૌર વર્ષોનું નિશ્ચિત કરેલું છે, એમ