________________
ર૪૮]
નામ
: ગુજરાતે મનવાગાસને પુનઃ
જા.
[સિદ્ધાન્તકારક ભ૦ મીઅ૦ ૪/૮
સમજવું. આ પ્રલય સમયે બ્રહ્મદેવ સત્યલોકમાં શમન કરે છે. આ ત્રિલોકય પ્રલય બ્રહ્મદેવના એક વર્ષમાં ત્રણસો ને સાઠ વખત થતો જ રહે છે. જ્યારે બ્રહ્મદેવનું એક વર્ષ પૂર્ણ થાય છે ત્યારે આ પણ પ્રલય થાય છે. આમ ચૌદ લેકનો પ્રલય બ્રહ્મદેવના સે વર્ષના આયુષ્યમાં સો વખત થાય છે; આ સમયે તે વિષ્ણુની નાભિ(વૃક્ષાંક ૧૨)માં શયન કરે છે. બ્રહ્મદેવનાં સો વર્ષ પૂર્ણ થાય એટલે આ સમગ્ર બ્રહ્માંડને ચૌદે લેક સહ અવ્યક્ત (વૃક્ષાંક ૪)માં લય થઈ જવા પામે છે તથા બ્રહ્મદેવ પોતે સ્વસ્વરૂપ (વૃક્ષાંક ૧)માં લીન થઈ જાય છે. જેમ પ્રકાશ થતાંની સાથે જ અંધકાર ક્યાં નાસી જાય છે તે સમજી શકાતું નથી, તેમ આવડા મોટા આ વિશાળ બ્રહ્માંડનો પ્રલય બાદ કયાં વિલય થઈ જાય છે તે જાણી શકાતું નથી.
બ્રહ્મદેવ યુગપ્રલય વખતે સત્યલોકમાં અને કલ્પપ્રલય વખતે વિષ્ણુની નાભિ (વૃક્ષાંક ૧૨ )માં શયન કરે છે તથા મહાક૯૫ના પ્રલય વખતે આત્મસ્વરૂપ (વૃક્ષાંક ૧)માં વિલયને પામે છે, એમ ઉપર કહેવામાં આવ્યું છે. બ્રહ્મદેવની સ્થિતિ તો આ મુજબ થાય છે, પરંતુ જેમ સુવર્ણન ગોળા વા બગડીમાંથી અનેક દાગીનાઓ ઉત્પન્ન થાય અને તે બધા આકારોને નાશ થતાં તે ફરી પાછા ગાળા વા લગડી રૂપે બને છે એટલે ગોળા વા લગડીમાં અનેકવિધ આકારો અવ્યક્ત એ રહે છે તેમ ચરાચર બ્રહ્માંડ મળેને સર્વ દશ્યાદિ ભાવોને લવ તો તે સમયે અવ્યક્ત (ક્ષાંક ૪)માં જ થાય છે, તથા જ્યારે ફરીથી તેની ઉત્પત્તિ થાય છે ત્યારે તે પુનઃ તેમાંથી એટલે અવ્યક્ત(ક્ષાંક ૪)માંથી જ ઉત્પન્ન થતાં રહે છે. આ પ્રમાણે ઉત્પત્તિ અને પ્રલયના નિયમો નિયતિ નિયમમાં નિશ્ચિત કરેલા છે; હવે રિથતિના નિયમોનો વિચાર કરીશું.
દરેક યુગમાં દરેક અવતારેએ શું શું કાર્યો કરવાં એટલું જ નહિ પરંતુ પ્રત્યેક જીવમાત્રે શું શું કરવું તે પણ નિયતિના નિયમાનુસાર પ્રથમથી જ તદ્દન નિશ્ચિત કરેલું હોય છે, જેમકે વનવાસ કરી રાક્ષસોને સંહાર કરે, રાવણને મારવો, રાજનીતિ, ભ્રાતૃનીતિ, પતૃનીતિ, માતૃનીતિ, એકવચની, એકવાણી, એકબાણી ઇત્યાદિ સર્વ નીતિશાસ્ત્રોનાં નિયમનું પાલન કરી બતાવવું એ કામ દરેક યુગમાં રામાવતારનું જ હોય છે. કંસનો નાશ, અનેક પ્રકારની અદ્દભુત લીલાઓ કરવી, યુક્તિ, પ્રયુક્તિ અને જરૂર પડે તે ક્ષત્રિયધર્મના આશ્રયથી અસુરોનો સંહાર કરીને ભૂભાર ઉતારવો વગેરે કાર્યો કૃષ્ણાવતારનાં હોય છે. તે પ્રમાણે નૃસિહ, વામન, વરાહ વગેરે અવતારનાં કાર્યો સંબંધે પુરાણાદિ શાસ્ત્રોમાં જે જે વર્ણનો આવે છે તે તે બધાં તેમનાં નિયત કાર્યો સમજવાં તાત્પર્ય એ કે, કયો અવતાર ક્યારે થાય અને તેણે શું શું કાર્યો કરવાં એ બધું પ્રથમથી જ નક્કી કરેલું હોય છે અને પોતાનું નિયત કાર્ય સમાપ્ત થયું એટલે પાછું તત્ત્વમાં વિલીન થઈ જવું એ પણ નિશ્ચિત કરેલું હોય છે (વધુ માટે શ્રી કૃષ્ણાત્મજ વાફસુધા પ્રકાશન , મહાકાળપુરુષ વર્ણન ભાગ ૧ કિરણશ ૧૩ જુઓ).
અવતારે અનિજ કેમ? હવે અવતારો કેમ થાય છે તેને સંક્ષેપમાં વિચાર કરવાની જરૂર છે. ઈશ્વરીય આજ્ઞાનુસાર નિયતિ વૃક્ષાંક ૩)એ દરેક જીવોને માટે પ્રથમથી જ બધું નિશ્ચિત કરેલું છે, અને તેમાં દરેક જીવને માટે અમુક કક્ષા સુધી અમુક કાર્ય કરવું એવું પણ નિયતિ નિયમાનુસાર પ્રથમથી જ નક્કી હોય છે. નિયતિના નિયત કાર્યોના સંકલ્પો ત્રણ પ્રકારના છે. જેમ રાજકાયદામાં અમુક પ્રકારના ગુનેગારને માટે અમુક કક્ષા સુધીની શિક્ષા કરવી એમ નિશ્ચિત હોય છે, છતાં ન્યાયાધીશને લાગે કે ગુનેગાર આટલી શિક્ષાને પાત્ર નથી, તો પિતાને જે પચાસ રૂપિયા દંડ કરવાની સત્તા હોય તે પાંચ રૂપિયા પણ કરી શકે છે અથવા ગુનેગાર નથી એમ લાગે તો તેને નિર્દોષ જાહેર કરી છોડી પણ શકે છે, પરંતુ ગુનેગાર પોતાની સત્તાથી વધારે શિક્ષાને પાત્ર છે એમ જે તેને લાગે તો તે તેને વધુ શિક્ષાને માટે પોતાના વરિ પાસે પણ મોકલી શકે છે, તેમ નિયતિએ પણ આ ઘારણ મુજબ સર્વસામાન્ય સત્તાતંત્ર નિશ્ચિત કરેલું છે; તેમ જ બ્રહ્માંડમાંતા સ્થાવર જંગમ અને જડ ચેતનાદિ દરેકને માટે ચોકસ નિયમોનું બંધારણ પ્રથમથી જ નક્કી કરવામાં
છે, છતાં જે તેને લાગે કે વધુ ઈશ્વરાશની પૃથ્વીમાં જરૂર છે તે તે નિયતિના નિયમાનુસાર