________________
ગીતાહન ] માતરિક્ષાનું વચન સાંભળી તેના પર તૃણ ધર્યું અને આનું ગ્રહણ કર એમ કહ્યું. [ ૧૮૧ કહેવરાવનારાઓ શ્રીકૃષ્ણ ભગવાનની વ્યાખ્યા પ્રમાણે મિથ્યાચારી કિવા દાંભિક હેઈ દયાને જ પાત્ર છે. વેદના તાત્પર્ય સંબંધમાં શ્રીકૃષ્ણ ભગવાનનો જ મત આપવામાં આવે છે, તથા તે સંબંધે વિસ્તારથી વિવેચન પણ ઉપર કરેલું જ છે(પાનું ૧૫૫, ૧૫૬ જુઓ); છતાં અત્રે સંક્ષેપમાં જણાવવાની આવશ્યકતા ઊભી થાય છે. શ્રીકૃષ્ણ ભગવાને વેદના તાત્પર્ય સંબંધમાં સ્થળે સ્થળે જે કહેલું છે, તેને અર્થ એવો છે કે આત્મા તે વાસ્તવિક રીતે અનિર્વચનીય હોવાથી વાણી, મન તથા બુદ્ધિથી પણ પર એટલે અવર્ણનીય છે. તેનું પરોક્ષજ્ઞાન કરી આપનારું મુખ્ય સાધન અપૌરુષેય વેદો જ છે.+ તે જ મૂળ, આદ્ય અને સર્વનો આધાર છે. ગીતા, ઉપનિષદો, પુરાણો, ઉપપુરાણો, ઇતિહાસ વગેરે સર્વેનું અંતિમ ધ્યેય તે પ્રથમ જણાવી ગયા તેમ વેદના મહાવાક્યના વિવરણમાં જ પરિણમે છે. શ્રીભગવદ્દગીતા પણ તેના આધારે જ કહેવામાં આવેલી હોવાથી તેમાં સ્થળે સ્થળે વેદના મહત્તવ સંબંધમાં કહેવામાં આવેલું છે. વેદો ત્રિગુણમય વિષયોથી ભરેલા છે, એ કથનનો ઉદ્દેશ ફક્ત એટલો જ કે, વેદનો કર્મકાંડ તેમ જ તેનાં ફળે સંબંધનો એટલે નિયમ વાકયોનો જે ભાગ છે, તે છેડી મહાવાક્યરૂપ તત્વનિષ્ઠા કરાવનારા જ્ઞાનભાગનો એટલે વિધિવાકયોને જ અંગીકાર મુમુક્ષ કરે તથા અપરોક્ષ જ્ઞાનની પ્રાપ્તિ કરી લે. કર્મકાંડ અને તેનાં ફળો સંબંધી ભાગ તે મૂઢાને માટે કહેવાયેલ છે. આ રીતે અપરોક્ષ જ્ઞાન પ્રાપ્ત થયા બાદ વેદશાસ્ત્રોનું પણ કાંઈ પ્રયોજન રહેતું નથી; માટે શ્રીભગવાને
નને વેદના જ્ઞાનકાંડને સમજી લઈ તેવા પ્રકારના સાક્ષાત્કારવાળા આત્મનિષ્ઠાવાન જીવન્મુક્ત થવાનું જણાવેલું છે. મહાભારતમાં જ શ્રીવ્યાસાચાર્ય પોતે કહે છે કેઃ “સત્યં તરવં પુન: સત્યં મુકકુથાર્થ વે ન વાશ ઘ ાા ા ા ાવાW:” તાત્પર્ય, વેદથી કોઈ મોટું શાસ્ત્ર જ નથી તથા કેશવથી મેટો કોઈ દેવ નથી, એમ શ્રીવ્યાસાચાર્યજી પોતે હાથ ઊંચા કરી કરીને કહી રહ્યા છે કે, હું જે આ કહું છું તે સત્ય છે, સત્ય છે, સત્ય છે; ત્રણ વાર સત્ય છે. અર્થાત વેદશાસ્ત્ર જ સર્વનું મૂળ હેવાને લીધે તેના આધાર વગર કોઈ પણ શાસ્ત્રનું અસ્તિત્વ સંભવી શકે જ નહિ. વળી વેદની પ્રાચીનતાને માટે અર્વાચીન કિવા પ્રાચીન મતાનુસાર પણ એ મતો છે જ નહિ; એટલે વેદથી મોટું કોઈ બીજું શાસ્ત્ર છે અથવા તે કઈ પણ સતશાસ્ત્ર વેદના આધાર વગરનું છે, એમ કહેવું તે તે વંધ્યાને પુત્ર થવો અથવા પિતાની પૂર્વે બાળકનો જન્મ થવો એમ કહેવા સમાન છે; તેથી આત્માનુભવ ઇચ્છનારાઓએ વેદમાં બતાવેલાં વિધિ યા આઝાર૫ મહાવાકાના નિશ્ચય વડે પ્રથમ આત્માનું પરોક્ષ જ્ઞાન પ્રાપ્ત કરી લેવું જોઈએ, બાદ અપરોક્ષ જ્ઞાનના અનુભવ માટે તેને પણ ત્યાગ કરી અંતરંગમાં સતત અભ્યાસ કરવાનો હોય છે; માટે શ્રીભગવાને અને અર્જાનને કહ્યું છે કે, તું વેદમાંના ફળની લાલચ આપનારાં નિયમવાકાના ભાગને ત્યાગ કર અને જે વડે આત્માનું પક્ષ જ્ઞાન થાય એવા વિધિવાના ભાગનું ગ્રહણ કર. આ રીતે આત્માનું પક્ષ જ્ઞાન થયા બાદ સ્વાનુભવ લેવા માટે એટલે પરમપદમાં સ્થિત થવાને માટે તે પક્ષ જ્ઞાનના ભાગને પણ ત્યાગ કરી અનિર્વચનીય પદમાં સ્થિત એ આત્મનિષ્ઠાવાળો થા, એમ કહેવું છે. તે સ્થિતિ ગુણ રહિત, વૈત રહિત, સત્વસ્થ એટલે કેવળ એક આત્મામાં જ સ્થિર હેવું તથા યોગક્ષેમથી પણ પર છે.
कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन ।। मा कर्मफलहेतुर्भूर्मा ते सङ्गोऽस्त्वकर्मणि ॥ ४७ ॥
વ્યવહારમાં કર્યું કર્મ ફળની ઇચ્છા વગર થાય છે? હે ધનંજય! તને કર્મ કરવાનો અધિકાર છે, ફળને કદી પણ નથી. તું ફળનો અધિકારી નથી એટલું જ નહિ, પરંતુ હું તે કર્મફળના હેતુરૂપ પણ થઈશ નહિ; એટલે કર્મનું ફળ અમુક થશે, એવા પ્રકારના હેતને પણ તારામાં લવલેશ નથી, તેમ તને કર્મ નહિ કરું એવા પ્રકારના દુરાગ્રહમાં સંગ, આસ્થા કિવા
+ વેદના અપયત સંબંધમાં શ્રીકૃષ્ણાત્મજ વાસુધા પ્રકાશન ૪, મહાકાળ પુરુષ વર્ણન આમુખ તથા કિરણ ૧ ને ૩૪, તેમ જ પ્રકાશન ૫ દત્તપરશુરામ જ્ઞાનખંડ પ્રકરણ ૭ ૧૧ જુએ.