________________
૧૮૮] અમયમપાનેતાગાની જિતવણમિતિ તથતિ– સિદ્ધાન્તકાક ભ૦ ગીર અક રપ૯ આત્મનિષ્ઠામાં સ્થિર થવાને માટે અભ્યાસની યુક્તિ એટલે પગ તથા તેમાં સ્થિત થવાને ઉપાય જણાવી તેના અભ્યાસ વડે સ્થિર બુદ્ધિવાળે જીવન્મુક્ત બન, એમ વખતોવખત જણાવ્યું, તે સાંભળી અર્જુનને જીવન્મુક્તનાં લક્ષણો જાણવાની ઇચ્છા થઈ તેથી તેણે પૂછયું:
अर्जुन उवाचस्थितनस्य का भाषा समाधिस्थस्य केशव । स्थितीः किं प्रभाषेत किमासोत व्रजेत किम् ॥ ५४ ॥
સ્થિતપ્રજ્ઞજીવન્મુક્તનું લક્ષણ શું ? અજુન પૂછે છે કે, હે ભગવાન ! આપ કહે છે તેવા સ્થિતપ્રજ્ઞ અથાત સ્થિર બુદ્ધિમાન એટલે કે જેમની બુદ્ધિ આપે ઉપર કહેલી સમાધીમાં અર્થાત સમતારૂપ બુદ્ધિગમાં સ્થિર થયેલી છે, એવા પુરુષનું લક્ષણ જાણવાની મારી ઇચ્છા છે, તો તે કપા કરીને કહે. સ્થિતપ્રજ્ઞ કોને કહેવા? તે બોલે છે કેવું? તે હમેશને માટે કઈ અવસ્થામાં સ્થિત રહે છે અને તેનું આંતર અને બાહ્ય વર્તન કેવા પ્રકારનું હોય છે? સારાંશ, આપના કહેવા મુજબ જે સમાનતારૂપે કેવળ બુદ્ધિયોગમાં જ સ્થિતિ થાય તો તેને માટે કર્મ કરવા, અને નહિ કરવા એ બંને બાબતો એક સરખી જ છે. તો આવી સ્થિતિમાં સ્થિત થયેલો સ્થિતિપ્રજ્ઞ વા જીવન્મુક્ત પુરુષ જીવનમાં શી રીતે રહી શકે? તેને કર્મ કરવાની શી જરૂર? અને જે તે કર્મ કરે તે કેવી રીતે? આ બધા સામાન્ય લોકે કર્મો કરે છે એ રીતે કે બીજી રીતે? જે બંનેમાં કર્મોની પદ્ધતિ એક જ હેય તે પછી જ્ઞાની અજ્ઞાનીમાં ભેદ શો? માટે ભગવાન ! સ્થિતપ્રજ્ઞ કોને કહેવા? એ બેલે છે કેવું? એનું વર્તન કેવા પ્રકારનું રહે છે ઇત્યાદિ લક્ષણે મને કૃપા કરીને કહે. આ મુજબ અર્જુનનો પ્રશ્ન સાંભળીને ભગવાનને આનંદ થયો. તેમણે વિચાર્યું કે ખરેખર અર્જુન બુદ્ધિમાન હવાથી વિચારપ્રલ્મ થયો છે, માટે મારે તેની આ શંકાનું યોગ્ય નિવારણ કરવું જોઈએ. એમ વિચારી ભગવાન શ્રીકૃષ્ણ કહે છે, હે પાર્થ! સ્થિતપ્રજ્ઞ એટલે જીવન્મુક્ત કોને કહેવો, તેનાં કેટલાંક લક્ષણે હું તને કહું છું તે તું ધ્યાનપૂર્વક સાંભળ.
भीभगवानुवाचप्रजहाति यहा कामाम्सर्वान्पार्थ मनोगतान् । मात्मन्येषात्मना तुष्टः स्थितप्रशस्तदोच्यते ॥ ५५ ॥
સ્થિતપ્રજ્ઞ, જીવન્મુક્તનાં લક્ષણે જે પુરુષના મનમાં કોઈ પણ પ્રકારની ઇચ્છા કિયા વાસનાઓ હેતી નથી અર્થાત તમામ વાસનાઓને જેણે ત્યાગ કરેલે હેય છે, તથા જે કેવળ એક આત્મભાવ વડે જ પોતાના સ્વરૂપમાં સ્થિત છે એટલે નિત્ય આત્મસ્વરૂપમાં સ્થિત રહેનાર તથા આત્મામાં જ પૂર્ણ રીતે સંતુષ્ટ રહેનાર છે એવા પ્રકારની બુદ્ધિની સમતાવાળા પુરુષ સ્થિતપ્રજ્ઞ કિવા જીવમુક્ત કહેવાય છે. ઉદેશ એ કે, જે પુરુષ નામ પાદિ વડે ભાસનારું આ સર્વ દશ્ય જાળ મિથ્યા છે તે સર્વ એક આત્મવ૨૫ જ છે, એ પ્રમાણે દેખે છે તથા તેમાં જ એwભાવે નિત્ય રમમાણ થઈ રહેલે છે, જે હું, તું, આ, તે વગેરે તમામ દસ્પાદિ ભાસને કેવળ એક આત્મવરૂપે જ જુએ છે, તે આત્મામાં ને આત્મામાં, આત્મા વંડ સંતુષ્ટ બનેલો પુરુષ જ સ્થિતપ્રજ્ઞ અર્થાત જીવન્મુક્ત કહેવાય છે.