________________
૨૩૨ ] સo TFR ૨૧૧ લ ણુ નીવાનાયુ બ્રાઁ sÀÀા સેડમન ॥ ૪. [ સિગ કા૦ ભ॰ ગી૦ ૦ ૩/૩૫
ગયું છે. હવે આપણે વર્ણાશ્રમાદિ વ્યવહારધા થડે વિચાર કરવા પડશે અને તે માટે વેદના સિદ્ધાંતનું જ પ્રતિપાદન કરનારા શ્રીબ્યાસાચાય જીની સુચના અનુસાર ધર્માંશમના અંગભૂત પુરાણામાં અતિ પ્રચલિત એવા શ્રીમદ્ ભાગવતમાંથી કેટલેક ભાગ નીચે આપામાં આવે છે.
ધર્માંસ'પ્રદાય એટલે શુ?
શ્રી ઉદ્દવ પૂછે છે : હું શ્રીકૃષ્ણુ ! ધર્મારૂપ કમ કરવાથી ભક્તિ ઉત્પન્ન થાય છે અને તેવી ભક્તિ અંતે મેક્ષનુ સાધન છે, એમ આપ પ્રથમ કહીગયા, પરંતુ તે કર્યા કરનારાઓને અવસ્ય ભકિત ઉત્પન્ન થાય છે જ એવા કાંઈ નિયમ વ્યવહારમાં જોવામાં આવતે નથી. માટે વણુ તથા આશ્રમના આચારવાળાઓને તથા તેવા આચારના અધિકાર વગરના મનુષ્યેાા સ્વધમ તથા તેના આચરણુથી આત્મસ્વરૂપ એવા તમારા પ્રત્યે ભક્તિભાવ ઉત્પન્ન થાય એ રીત કડ્ડા; કેમકે તે ધર્મસંપ્રદાય કેવળ વૈદિક પર પરા ઉપરથી જ ગમ્ય અથવા જાણી શકાય તેવા નથી; કારણ કે, પૌરુષય રૂપે અવતાર લઈ આપે હુંસરૂપે પૂર્વ એટલે પ્રથમના ૪૫ના આરંભમાં તે બ્રહ્માને કહ્યો હતા પરંતુ તેને ઘા લાંખેા કાળ વ્યતિત થઇ ગયેલે હાવાથી હવે તે પર`પરા નષ્ટ થવા પામેલી છૅ, માટે તેને પુનઃ આપ જ કહેવા સમ છે. વર્ણ અને આશ્રમની ઉત્પત્તિ
શ્રીભગવાન કડું છે જે ઉદ્દેવ! વણુ તથા આયમના આયારવાળા તથા આચાર વગરના લેાકાને ભકિત ઉત્પન્ન કરવા સારુ તમે પૂછે છે તે યોગ્ય જ છે, માટે સ્વધર્મ એટલે શું તે કહું છું, તે સાંભળેા. પ્રથમ સત્યયુગમાં હંસ નામના મનુષ્યના એક જ વણુ હતા અને એક કાર જ વેદરૂપ હતા તથા મનમાં મારું એટલે આત્માનું ધ્યાન કરવું અને નિર ંતર તપમાં જ રહેવું; એ મુજબ ચાર પાયાવાળા ધર્મનું રૂપ હતું. પાપરિહત હોવાથી મન તથા ઈંદ્રિયાને એકાગ્ર કરવારૂપ તપમાં લાગેલા લેાકા મારા શુદ્ધ એવા આત્મસ્વરૂપની જ ઉપાસના કરતા હતા અને તેની ઉપાસના જ મુખ્ય ધર્મારૂપ હતી. તેમાં લેાકેા જન્મથી જ કૃતાથ હોવાથી તે યુગને ‘કૃતયુગ’ એવું નામ આપેલુ છે. જુદા જુદા આચાર પાળવારૂપ ધર્મની શરૂઆત તા ત્રેતાયુગના આરંભથી થઇ. હે ઉદ્ધવ ! ત્રેતાયુગના આરંભમાં મારા ઇશ્વરસ્વરૂપના હૃદયમાંથી શ્વાસરૂપે ત્રણ વિદ્યાએ ઉત્પન્ન થઈ અને તે વિદ્યામાંથી જેમાં હુતા, ઉદ્ગાતા અને અધ્વર્યુનું કામ પડે છે. એવા મારા આત્મસ્વરૂપભૂત યજ્ઞ ઉત્પન્ન થયા. મારા ઈશ્વરસ્વરૂપના મુખમાંથી બ્રાહ્મણે!, બાહુમાંથી ક્ષત્રિયા, ગરુમાંથી વૈશ્યા અને પગમ થી શૂદ્રો એમ ચાર વર્ણીની ઉત્પત્તિ થઈ છે. તેએને આચાર પરસ્પર ભિન્ન હોવાથી તેમના દરેક આચાર ઉપરથી જ તેને એળખવામાં આવે છે; તેમ જ ઈશ્વરસ્વરૂપ એવા મારા (દક્ષાંક ૨ ના) હૃદયમાંથી બ્રહ્મચર્યેશ્રમ, પેડુમાંથો ગૃહસ્થાશ્રમ, વક્ષ:સ્થળમાંથી વાનપ્રસ્થ અને મસ્તકમાંથી સન્યાસાશ્રમ ઉત્પન્ન થયા. આ શાસ્ત્રવિવેચનનુ તા એ છે કે, જેમ દરેકના શરીરમાં અનેક સૂક્ષ્મ જીવો હોય છે તથા તેમતે બધાને હાથ, પગ, આંખ, કાન વગેરે અવયા પણ સરખા જ હોય છે તેમ વિરાટ પુરુષમાં આ સમષ્ટિ વ્યષ્ટિ જીવેનું નળું પથરાયેલું છે. તે પૈકી જે જીવા વિરાટ શરીરના મુખથી માથા સુધીના ભાગમાંથી ઉત્પન્ન થયા હોય તે બ્રાહ્મણુ, હાથના ભાગમાંથી થયા હેાય તે ક્ષત્રિય, પેટના ભાગમાંથી થયા હોય તે વૈશ્ય અને પગના ભાગમાંથી ઉત્પન્ન થયા હુંય તે શૂદ્ર સમજે. આ કથનનેા ભાવા એટલેા જ કે જેમ શરીરને આ બધા ભાગેાની જરૂર હેાય છે; પગ ન હેાય તે ચાલી શકાય નહિ, હ્રદય ન હું.ય તેા પાષણ થઈ શકે નહિ, ભાડુ ન હોય તેા રક્ષણુ થઈ શકે નહિ અને મુખ ન હોય તેા વાણી વગેરે હાઈ શકે નહિ, તેમ આખું જગત એ વિરાટનું આ વધુ માં જણુાવ્યા પ્રમાણેનુ' જરૂરી અંગપ્રત્ય’ગ છે એમ સમજવુ,
' '
* ब्राह्मगोऽस्य मुखमासीद् बाहूराजन्यः कृतः ।
'
પણ તરભુ ચંચ: પદ્મપાં ઘરો અગાયત | ઋગ્વેદ ૧૦, ૯૦, ૧૨.