________________
ગીતાહન ]
તેને પ્રસિદ્ધ નચિકેતા નામે પુત્ર હતા.
[ ર૩૧
જવામાં આવેલું છે, તે હવે સારી રીતે સમજી શકાશે. આને અર્થ શસ્ત્ર શબ્દ ઉપરથી શાસ્ત્ર શબ્દ થવા પામેલ છે, એમ સમજવાનું નથી. આમ આ વેદધર્મનું આચરણ જે થકી થાય તે કર્મ, કર્મ થવાથી કમે જ્ઞાન અને જ્ઞાન થવાથી મેક્ષ સિદ્ધ થાય છે અર્થાત્ કર્મનો ઉદ્દેશ આરંભમાં ધર્મ અને અંત મોક્ષરૂપ પુરુષાર્થની પ્રાપ્તિમાં જ છે.
વેદને મૂળ ઉદ્દેશ વેદનો મૂળ ઉદ્દેશ તો મનુષ્યએ માત્ર પરમતત્વની પ્રાપ્તિ કરી લેવી, એ જ એક છે. તે પ્રાપ્ત થવાને માટે જ્યાં સુધી આ મિથ્યા એવો મેહબ્રમ નટ ન થયો હોય ત્યાંસુધી તો તેને કર્મની આવશ્યક્તા હોય છે. તે કર્મનો મૂળ આરંભ બતાવનારી જે પ્રાથમિક ક્રિયા તે જ શસ્ત્ર છે, એમ સમજે. જેમ સાંખ્યશાસ્ત્રમાં પ્રથમ સંખ્યા એક છે, તેની નીચેની બાજુએ ઊતરીશું તે દૈત તથા ઉપરની બાજુ એક્ય કહેવાય, તેમ કર્મનો મૂળ આરંભ શસ્ત્રથી થયો હોવાથી તેની પાછળ થનારાં દરેકને માટે વ્યવહારમાં શાસ્ત્ર એવી સંજ્ઞા આપવામાં આવે છે, કારણ કે સર્વનું મૂળ તે વેદ શાસ્ત્ર જ છે. આ રીતે શાસ્ત્ર એટલે વેદ અને તેનાં તો સમજાવનારાં કે જેનો અત ભંવ વેદમાં જ થાય છે તે તમામ શાસ્ત્રો જ કહેવાય છે, એમ સિદ્ધ થયું. આમ શાસ્ત્ર એટલે શું? તેની નિશ્ચિતતા થઈ એટલે પછી સ્વધર્મ કોને કહે છે, એ જાણવાનું સરળ થશે. જેમાં શાસ્ત્રની ઉપરની બાજુ એટલે અંતિમ તત્ત્વ અર્થાત આમધર્મ બતાવેલ હોય તે જ સ્વધર્મ, તથા શાસ્ત્રની નીચેની બાજુનો વિચાર કરીશું તે આ સ્વધર્મની પ્રાપ્તિ માટે વ્યવહારમાં વેદના સિદ્ધાંતોનું પ્રતિપાદન કરનારા તથા તેમાં કહેલ ધ્યેયપ્રાપ્તિના માર્ગે લઈ જનારા માર્ગો જેમાં બતાવવામાં આવેલા હોય છે તેને પણ ધર્મશાસ્ત્રો કહે છે અને તે શાસ્ત્રોમાંના આત્મધર્મરૂપ મહાવાના સિદ્ધાંતને પણ ધર્મ કહેવામાં આવેલો છે. આમ ધર્મને મૂળ ઉદ્દેરા તે અંતે સ્વધર્મ અર્થાત આત્મસ્વરૂપની પ્રાપ્તિ જે વડે થાય એ જ એક છે. એમ નિશ્ચિત સિદ્ધ થયું. આ મુજબ વેદના સિદ્ધાંતનું પ્રતિપાદન કરનારાં શાસ્ત્રોમાં વેદ, વેદાંગ, ઉપાંગ(ધર્મશાસ્ત્ર), પુરાણો, ઉપપુરાણો, વગેરે વિદ્યાના ચૌદ પ્રસ્થાનોનો સમાવેશ થાય છે; આ સર્વેને વાસ્તવિક એ રીતે શાસ્ત્રો કહેવામાં આવે છે. વેદમાં આત્મજ્ઞાનનો ઉદ્દેશ ધ્યાનમાં રાખી તે પ્રાપ્ત થતાં સુધી અજ્ઞાનીઓને પિતપોતાની બુદ્ધિ અનુસાર સુગમ પડે તેવાં નિત્ય નૈમિત્તિકાદિ કામ્ય અને નિષ્કામ કર્મોની યોજના કરવામાં આવેલી છે, તે સર્વને અંતિમ ઉદ્દેશ આત્મસ્વરૂપનું અપરોક્ષ જ્ઞાન થવું એ જ એક છે.
ઉપર કહેવામાં આવ્યું તે મુજબ મનુષ્યને જ્યારે આત્માનું પરોક્ષ જ્ઞાન થાય છે ત્યારે તેની દઢતા થવાને માટે એટલે આત્મસાક્ષાત્કારની પ્રાપ્તિ કરી લેવાને માટે ચાર યુક્તિઓનો અભ્યાસક્રમ પ્રથમ કહેવામાં આવેલો છે (જુઓ અ૦ ૨ ગ્લૅક ૩૯ તથા કિરણાંશ ૧૭), પરંતુ જ્યાં સુધી તેવું જ્ઞાન થયેલું હોતું નથી તેવા અજ્ઞાનીઓને સકામ તથા નિષ્કામ એમ બે પ્રકારનાં કર્મો કરવાનું શાસ્ત્રમાં જણાવેલું છે. આ સકામ અને નિષ્કામ કર્મોની શાખાઓ અનંત છે તેના નિયમે પણ અસંખ્ય છે, જે સર્વ ઉપર બતાવેલાં ચૌદ વિદ્યાનાં પ્રથાનોમાં આવી જાય છે. તાત્પર્ય એ કે અત્યારસુધીના વિવેચન ઉપરથી આપણે શાસ્ત્રની વ્યાખ્યા સારી રીતે જાણી શક્યા છીએ, તેને ટૂંકમાં એટલો જ સાર છે કે, વેદ અને વેદના સિદ્ધાંતોનું જેમાં પ્રતિપાદન કરવામાં આવે છે એવાં તેનાં જ ચૌદ પ્રસ્થાન (અધ્યાય ૨, લોક ૩૯ પાન ૧૫૩ અને ૧૬૧ જુઓ) તે સર્વને શાસ્ત્ર એવી સંજ્ઞા હેઈ તેમાં બતાવેલા વર્ણાશ્રમાદિથી માંડીને ઠેઠ આત્મધર્મ પર્યંતના તમામ ધર્મો એ જ સ્વધર્મ છે. ફરી ફરીને કહ્યું છે કે, અંતે જે થકી અનિર્વચનીય એવા પરમતત્વની પ્રાપ્તિ થાય અર્થાત અજ્ઞાન વડે થયેલા મેહની નિવૃત્તિ થાય તે માટે શાસ્ત્રકારોએ દરેકને પોતપોતાની યોગ્યતાનુસાર નીતિ, ન્યાય, વિવેકાદિ નિયમો કહ્યા છે તે બધાં સ્વધર્મો છે; આમાં આત્મધર્મ એ એક મુખ્ય ધ્યેય હોઈ તે પ્રાપ્ત કરવાને માટે વર્ણાશ્રમેચિત તથા શરીરાદિ જ્ઞાતિ, જાતિ કુળાચાર, કળધર્મ ઇત્યાદિ વ્યવહારધર્મોને પણ સમાવેશ થાય છે. આ પૈકી આત્મધર્મ ને કહે તથા તેનું પ્રયોજન શું છે? તે સંબંધમાં ઉપર વિવેચન આવી