________________
ગીતાસાહન ] તે જ્ઞાની પુત્રને દક્ષિણાર્થે નિયત કરેલી ગામે જઈ શ્રદ્ધા પ્રકટી; તેણે વિચાર્યું. [ ર૩૩
ચાર વર્ષના તથા આશ્રમના ધર્મ ઉપર મુજબ મનુષ્યના વર્ગો અને આશ્રમની ઉત્પત્તિ થયેલી હોઈ મનુષ્યોના એ વર્ગો અને આશ્રમના સ્વભાવ પિતપોતાની જન્મભૂમિને અનુસરતા છે અર્થાત દેશકાળની મર્યાદારૂપ ભિન્ન ભિન્ન થયા છે; એટલે મારા ઉત્તમ અંગમાંથી ઉત્પન્ન થયેલાના ઉત્તમ અને તેથી ઉતરતા અંગમાંથી ઉત્પન્ન થયેલાના સ્વભાવો કનિષ્ટ પ્રકારના થયા. બ્રાહ્મણના સ્વભાવ: શમ, દમ, વિચાર, પવિત્રતા, સંતોષ, ક્ષમા, સરલતા, આત્મરૂપ એવા મારી ભક્તિ, દયા અને સત્ય એ બ્રાહ્મણના સ્વભાવ છે. ક્ષત્રિય સ્વભાવ: પ્રતાપ, બળ, ધીરજ, શરવીરતા, સહનશીલતા, ઉદારતા, ઉદ્યમ, સ્થિરતા, બ્રાહ્મણને માન આપવું અને ઐશ્વર્ય એ ક્ષત્રિય વર્ણના સ્વભાવ છે. વૈશ્ય સ્વભાવ: આસ્તિકપરું, દાન દેવામાં નિષ્ઠા, નિષ્કપટપરું, બ્રાહ્મણની સેવા અને ગ્ય રીતે મેળવવામાં આવતા ધનમાં સંતોષ એ વૈશ્યના સ્વભાવ છે. શુક્રના સ્વભાવઃ બ્રાહ્મણ, ગાય અને દેવતાઓની નિષ્કપટપણાથી સેવા કરી તેમાંથી જે મળે તે ઉપર જ સતેષ માનવો એ શકોને સ્વભાવ છે. વર્ણ રહિતના
સ્વભાવ: અપવિત્રતા, મિથ્યા ભાષણ, ચેરી, નાસ્તિકપણું, વગર કારણે ઝઘડાઓ કરવા, કામ, ક્રોધ અને તૃષ્ણ ઇત્યાદિ જેઓ ચાર વર્ણમાં ન આવેલા હોય એવા લોકોના સ્વભાવ છે. સર્વ વર્ણોના સાધારણધર્મો અહિંસા, સત્ય, ચોરીને અભાવ, કામ, ક્રોધ તથા લેભથી રહિતપણું તથા સર્વે પ્રાણીઓનું પ્રિય અને હિત થાય એવો ઉદ્યમ કરવો, એ તે સઘળા વર્ગોને સાધારણ ધર્મ છે. સર્વ આશ્રમના સાધારણ ધર્મો:
ઉદ્ધવ! શૌચ, આચમન, નાન, સંધ્યોપાસન, સરળતા, તીર્થનું સેવન, જપ, અસ્પૃશ્યતાનો ત્યાગ, અભક્ષ્યને ત્યાગ, અયોગ્ય ભાષણનો ત્યાગ, સર્વે પદાર્થોમાં મારી એટલે “હુ' રૂ૫ આત્મા(વૃક્ષાંક ૧)ની ભાવના, મનનો નિમણ, વાણીને નિગ્રહ અને કાયા(શરીર)નોનિગ્રહ, ઍબધા સર્વ આશ્રમને માટે સાધારણ ધર્મ છે. વજન, વેદાધ્યયન અને દાન એ દ્વિજ લોકોના એટલે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યના આવશ્યક ધર્મો છે. વેદ ભણાવવા, પ્રતિગ્રહ કરે અને યજ્ઞ કરાવવા એ ત્રણ બ્રાહમણની આજીવિકાઓ છે. બ્રાહમણનો દેહ સાંસારિક સુખ ભોગવવા માટે નથી, પણ જીવતાં સુધી કષ્ટ ભોગવી અને તપ કરીને મરણ પછી વિદેહમુક્ત બની અનંત સુખની પ્રાપ્તિ કરી લેવા માટે છે અથવા તે આ જન્મમાં જ બ્રહ્મનું અપક્ષજ્ઞાન પ્રાપ્ત કરી લઈ જીવન્મુક્ત બની જવાને માટે જ છે. એ રીતને વેદને અભિપ્રાય છે (ભા રકં૦ ૧૧, અ. ૧૭).
આશ્રમધર્મ શાંતિ અને અહિંસા એ સંન્યાસીના મુખ્ય ધર્મો છે, તપ અને યજન એ વાનપ્રસ્થના મુખ્ય ધર્મો છે, પ્રાણીમાત્રનું રક્ષણ અને યજન એ ગૃહસ્થના મુખ્ય ધર્મો હેઈ ગુરુ અને આચાર્યની સેવા કરવી એ બ્રહ્મચારીને મુખ્ય ધર્મ છે.
બ્રહ્મચર્ય, શૌચ, સંતોષ, તપ અને સર્વ પ્રાણીઓની સાથે મિત્રભાવથી વર્તવું એ પણ ગૃહસ્થના જ ધર્મો છે; તેમાં પણ ઋતુના સમયમાં જ પિતાની સ્ત્રીને સંગ કરવો એ ગૃહસ્થનું બ્રહ્મચર્ય ગણાય છે. આત્મસ્વરૂપ એ જે “હું” (વૃક્ષાંક ૧) તેની ઉપાસના કરવી એ સર્વ આશ્રમીઓને ધર્મ
માણે જે પુરુષ વર્ણાશ્રમના ધમનું પાલન કરીને નિરંતર અભરવરૂપ એવા મારું જ યજન કરે છે, બીજાની સ્ત્રી અને પરધનાદિમાં લેભ નહિ રાખે અને સર્વ પ્રાણીમાત્રમાં મારી એટલે આત્માની જ ભાવના રાખે તે પુરુષને આત્મસ્વરૂપ એવા મારી ભક્તિ પ્રાપ્ત થાય છે.
હે ઉદ્ધવ! આ પ્રમાણે વર્ણાશ્રમ ધર્મના યથાર્થ પાલનથી પણ તમે મારું સ્વરૂપ જાણી શકાય છે, તથા “હું” કે, જે સર્વ લોકેમાં મહાન એવો ઈશ્વર(વૃક્ષાંક ૨)પે સર્વની ઉત્પત્તિ, સ્થિતિ અને લયના કારણ૫ બનેલા હેઈ જેના શ્વાસમાંથી વેદની ઉત્પત્તિ થયેલી છે એ વૈકુંઠ એટલે મતિ અને કંઠ એટલે સ્તબ્ધ થાય છે તે) અર્થાત જયાં મતિ કુંઠિત થાય છે એ તદ્દન અનિર્વચનીય છું, તેને જે પુરુષ હ૮
• બાળક ક્ષત્રિયો વિયવો વળt ત્રિાતઃા મનુ સ્મ૦ ૧૦, ૪,