________________
ગીતાદેહન] જે દક્ષિણમાં આપે છે તે અનન્દથી રહિત બે કલેક્ષકારક લેકમાં જાય છે. [ ૨૩૭ દેહાભિમાની પુરુષને તે મોહ પમાડે છે. તાત્પર્ય કે, વાસ્તવિક રીતે આ સર્વ જ્ઞાનવરૂપ અથત આત્મરૂપ હેવા છતાં પણ તે અનેક નામ રૂપો વડે મૃગજળ પ્રમાણે મિથ્યા ભાયમાન થાય છે. દિવ્ય, મન અને બુદ્ધિ એ ત્રણના આધાર વડે તે નિત્ય વિધવિધ પ્રકારના અનેકવિધ વિષયભોગો ભોગવવામાં જ તલ્લીન બને છે તથા દેહાધ્યાસ વધારતે રહી પુરુષને મોહ પમાડે છે. આ કામ વડે જ્ઞાન ઢંકાઈ ગયેલું છે. હું અજુન! જ્ઞાન એ તે વાસ્તવિક રીતે સ્વતઃસિદ્ધ હોઈ તે પ્રકૃતિના નિયમમાં કદાપિ આવી શકતું નથી, પરંતુ ઊલટી પ્રકૃતિ જ આ જ્ઞાનના અધિષ્ઠાન વા આશ્રય વડે હોય છે. જેમ અરીસો તે સ્વતઃસિદ્ધ જ છે, તે કોઈ પ્રતિબિંબ લેવાને કદી ના કહેતા નથી પરંતુ તેના ઉપર જે મેલ હોય તે જ્યાં સુધી સાફ કરવામાં નહિ આવે ત્યાં સુધી તે બીજું પ્રતિબિંબ ગ્રહણ કરી શકતા નથી, કેમકે તે મેલનું પ્રતિબિંબ તે તેમાં પહેલું જ હોય છે. તે પ્રમાણે આ આત્મા કિંવા જ્ઞાનસ્વરૂ૫ અરીસામાં મેહને લીધે અનેક વિષયવાસનારૂપી મેલ ચેલો હોવાથી
જ્યાં સુધી તે નીકળી શકે નહિ ત્યાં સુધી તે બીજાં પ્રતિબિંબ ગ્રહણ કરી શકતો નથી; એટલે પોતે આત્મસ્વરૂપ એવો એકરૂપ હોવા છતાં પણ અજ્ઞાનતાને લીધે અનેક કામ્ય વાસનાઓ વડે જાણે જગતાદિ અનંત રૂપે થયેલ હોય એમ ભાયમાન થાય છે, જેમ અરીસામાં જે વસ્તુનું પ્રતિબિંબ જોવાની ઈચ્છા હોય તે વસ્તુને તેની સામે ધરવી પડે છે તથા બીજી વસ્તુઓને સામેથી ખસેડી લેવી પડે છે, પણ આકાશનું પ્રતિબિંબ જેવું હોય તે ફક્ત સામેથી તમામ વસ્તુઓ ખસેડી લેવામાં આવે એટલે બસ; કારણ કે, તે સિદ્ધ હેવાથી બીજી વસ્તુઓને ખસેડી લેવી એટલું જ એક કર્તવ્ય કરવાનું હોય છે. તે પ્રમાણે પ્રકૃતિ અને તેના ગુણે વડે થયેલો વિસ્તાર એ સર્વ વસ્તુરૂપ હોઈ તે મર્યાદિત અને પ્રતિબિંબની જેમ પરતંત્ર છે તથા ઈશ્વર એ બિંબની જેમ તેનો સર્જક છે તેથી જ્ઞાન એ તો અરીસો કિંવા આકાશની જેમ તદ્દન સ્વતંત્ર છે એમ સમજે, આથી આકારનું પ્રતિબિંબ જેવાને માટે તેને જેમ બીજી વસ્તુઓની માફક અરીસાની સામે લાવી શકાતું નથી તેમ આત્માની પ્રાપ્તિ માટે ઈન્દ્રિયો, મન અને બુદ્ધિ તથા તેમના વિષયોને હઠાવવા એટલું જ એક કર્તવ્ય કરવાનું હોય છે, તે કાર્ય થતાં જ પુરુષ એટલે આત્મા કે જે સ્વતઃસિદ્ધ છે તે અનુભવમાં આવે છે, માટે હે અર્જુન ! તારા કહેવા પ્રમાણે મનુષ્ય પરમાર્થ પ્રાપ્તિને માટે એટલે મહાપુરુષાર્થને માટે કાંઈ પરતંત્ર નથી. જો કે તે સિવાયના સર્વ કાર્યોને માટે તે તદ્દન પર તંત્ર હેય છે, તે ખરું! તારા દુર્યોધન તે પ્રકૃતિને વશ થઈ મોહને લીધે આ કામ અને ક્રોધના પાશમાં પૂરેપૂરો સપડાયેલા છે તેથી તેને તેનું ભાન નથી. વાસ્તવિક રીતે કામ ક્રોધ એ જ સર્વના શત્રુ છે, બીજા કેઈ શત્રુ નથી માટે હું તને વારંવાર કહી રહ્યો છું કે, તે પોતે પૂર્ણ સ્વતંત્ર એવો આત્મસ્વરૂપ છે, તારામાં પ્રકૃતિ અને તેના કાર્યને અંશ પણ નથી, એમ નિશ્ચયથી સમજ, વ્યવહારમાં જેમને આ પ્રમાણે નિશ્ચય હોય તે જ ખરે જ્ઞાની અને તે નિશ્ચય નહિ હોતાં જે પિતાને હું એટલે શરીર છું એમ સમજે છે તેને મૂઢ કહે એવી મર્યાદા પણ નિયતિએ જ ઠરાવેલી છે. પિતાને શરીર રૂપે સમજનાર દેહાધ્યાસીઓ નિયતિના ચક્રમાં ફસાયેલા ગણાય છે તથા પિતાને આત્મરૂપ સમજનાર અપરક્ષાનુભાવી તેમાં જરા પણ લેખાતા નથી એમ સમજ.
तस्मास्वमिन्द्रियाण्यादौ नियम्य भरतर्षभ । पाप्मान प्रजहि होनहानविज्ञाननाशनम् ॥ ४५ ॥
જ્ઞાનવિજ્ઞાનને નાશ કરનાર કામરૂપ શત્રુને હણ જોઈએ હે ભરતકુળમાં કોણ અર્જુન! તુ તમામ ઈદ્રિયોને નિયમમાં લાવીને એટલે કે તેનું પોતપોતાના વિષયમાં કદી ઉત્થાન જ નહિ થવા દેતાં સર્વ આત્મરૂપ છે એવા દઢ નિશ્ચય વડે પાપના મૂળભૂત એવા જ્ઞાન અને વિજ્ઞાનને નાશ કરનારા આ કામરૂપ શત્રુને નાશ કરવાનો નિશ્ચય કર. વાસ્તવિક રીતે તારે ખરે શણ તે તે જ છે, તાત્પર્ય એ કે, સર્વ આત્મારૂપ છે, આત્મા સિવાય બીજું કાંઈ પણ નથી. એવી