________________
ગીતાહન ] ખાનપાન કરવા અશકત, દૂધ ન આપે અને ગર્ભ ધારણ ન કરી શકે તેની ગાયોને- ૨૩૫
પણ તેને પોતાના સમાજમાં રાખતાં નથી અને પરધર્મવાળાના રીતરિવાજોની માહિતી નહિ હોવાથી તેમાં પણ તે ભળી શકતો નથી; આ મુજબ બંને સમાજ માં તેનું સ્થાન હેતું નથી, આથી તે ત્રિશંકવત બની જાય છે. આ રીતે વ્યાવહારિક કિવા સામાજિક દૃષ્ટિએ પણ પરધર્મ તે અંતે ઘાતક જ નીવડે છે; સિવાય દેહાદિક અભ્યાસનો વિચાર કરવામાં આવે તો પગ બાળપણથી જેને જેવો અભ્યાસ હોય તેમાં તે જલદી પ્રવીણ બને છે. પણ તેથી વિપરીત અભ્યાસમાં તેને નવા જેવું લાગે છે. આ રીતે દેહાભ્યાસની દૃષ્ટિએ વિચાર કરવાથી પણ પરધર્મ ભયાવહ છે, એમ સિદ્ધ થાય છે. હવે આત્મદષ્ટિએ વધુ વિચાર કરીશું.
સ્વધર્મથી જ ભયમુક્ત થવાય છે જ્યાં સુધી બીજે છે એવી ભાવના અંતઃકરણમાં હોય ત્યાંસુધીને માટે તો ભય રહેવાને જ અર્થાત બીજું કોઈ છે એવું ભાન જ્યાં સુધી હોય ત્યાંસુધીને માટે ભય રહે છે; જયારે બીજાપણાની એટલે દૈતની ભાવનાનો સંપૂર્ણ વિલય થાય છે અર્થાત પૂછું અદ્વૈતભાવની સિદ્ધિ થાય છે ત્યારે જ ભય રહિત વા નિર્ભય થવાય છે. આથી વૈતની ભાવના નષ્ટ કરી દેવી જોઈએ; એટલે અંતઃકરણમાં દૈતવૃત્તિનું ઉત્થાન જ થવા નહિ દેવું એ જ નિર્ભયતાને સાચો ઉપાય છે. ધર્મ એટલે ધારણ કરવું, એવો અર્થ તે શાસ્ત્રસિદ્ધ જ છે; હવે કોને ધારણ કરવું, એ પ્રશ્નના ઉત્તરમાં “'ને “પર”ને નહિ, કેમકે “પર” એટલે પારકે અથવા
અને “સ્વ” એટલે આત્મરૂપ એ પિત. પરભાવને કેમ નહિ ધારણ કરવો? તે પારકાનું ધારણ કરવું એ ભયને આવાહન કરવા સમાન છે એટલે ભયને બોલાવવા સમાન છે માટે દૈતભાવનું અંતઃકરણમાં કિંચિત્માત્ર પણ ધારણ નહિ કરતાં હમેશ પૂર્ણ અતિ એવા એક આત્મભાવનું જ ધારણ કરવું જોઈએ. તાત્પર્ય એ કે, દૈતની તમામ ભાવનાઓનું નિરસન કરીને કેવળ એક આત્મામાં જ વૃત્તિને તદાકાર બનાવી દેવી એ જ ખર રવધમ હોઈ તે જ ભયથી મુક્ત થવાનો સાચો માર્ગ છે, એમ શ્રીકૃષ્ણ ભગવાને અર્જુન પ્રતિ કહી રહ્યા છે.
अर्जुन उवाचअथ केन प्रयुकोऽयं पापं चरति पूरुषः । શનિવૃત્તી વાર ઘસાવ નિવાર: રૂલ /
ઇચ્છા ન હોવા છતાં પણ પુરુષ પાપ કેમ કરે છે? ભગવાનનું આ કથન સાંભળીને અર્જુને કહે છે કે, વાળું એટલે વૃષ્ણિકલોત્પન્ન શ્રીકૃષ્ણ! ત્યારે કહે કે પુરુષ પોતાની જરાપણ ઇચ્છા નહી હેવા છતાં પણ કેઈ બળાત્કાર કરાવી રહ્યો હોય તેમ બળજબરીથી પાપ કરે છે, તે કોની પ્રેરણાથી ? અજુને આ પ્રમ ઘણું રહસ્યપૂર્ણ દૃષ્ટિએ કરેલો છે. શ્રી ભગવાને પ્રથમ તે આ બધું દશ્ય જાળ પ્રકૃતિને અધીન હોવાથી તે જેમ નચાવે તેમ જ સર્વ નાચ્યાં કરે છે. તેઓ કિંચિત્માત્ર પણ સ્વતંત્ર નથી એમ ઉપર જણાવ્યું છે. તે તેનો અર્થ શું એમ સમજો કે જેઓ ઇચ્છાથી કિંવા અનિરછાથી પાપકર્મો કરે છે તે પણું આ નિયતિતંત્રના આધાર વડે જ ને? અને જો તેમજ હોય તે પછી કઈ પાપીને દેષ દેવાનું કિંવા સારાં કર્મ કરનારને માટે ધન્યવાદ દેવાનું શું પ્રયોજન છે? ઉદ્દેશ એ કે, આ મારો ભાઈ દુર્યોધન પોતાના કુળનો સંહાર કરવાને માટે પ્રસ્ત થયેલ છે, એ શું નથી જાણતા કે આમાં મારા કુળનો જ સંહાર થવાનો છે? પરંતુ રાજલોભને વશ થઈને પોતાના નીતિધર્મ ઉપરાંત રાજધર્મથી ભષ્ટ થઈ આ ઘર કર્મ કરવા તે પ્રેરાયો છે, તેને માટે આપના કહેવા પ્રમાણે તે એમ જ સમજવું જોઈએ છે, તે પણ નિયતિના નિયમ પ્રમાણે છે; આથી તેને અધમ અને અમને ધમ કહેવાનું પણ શું પ્રયોજન હેય? જે જે કાંઈ થાય છે તે સર્વ નિયતિતંત્ર પ્રમાણે જ થતું હોવાથી તેમાં કાંઈ સારું કિંવા નરસું એમ કહેવાપણું રહેતું જ નથી.