________________
૨૩૬ ] મના નાન તે સ્ત્રો દ્વારા જારજીત તા હત + 8. [ સિદ્ધાન્તકાડ ભ૦ ગીઅ૭ ૩૪૧
પીમાથાકુળ – काम एष कोध एष रजोगुणसमुद्भवः । महाशनो महाप॒प्मा विधेनमिह वैरिणम् ॥ ७ ॥ धुमेनानियते वतियथादशी मुलेन च । यथोल्बेनावृतो गर्भस्तथा तेनेनावृतम् ॥३८॥ आवृतं ज्ञानमेतेन शानिनो नित्यवरिणा। कामरूपेण कौन्तेय दुष्पूरेणानलेन च ॥ ३९ ॥
કામ અને ક્રોધ એ જ મહાપાપીએ છે. અર્જુનનો આ રહસ્યપૂર્ણ પ્રશ્ન સાંભળીને શ્રીભગવાને કહ્યું હે અર્જુન! સાંભળ, મેં ઉપર કહ્યું છે - કે, આ સર્વ તંત્ર સવ, રજ અને તમ એવા ત્રણ ગુના અશ્રય વડે પ્રકૃતિ ચલાવી રહી છે, તેમાં , કિંચિત્માત્ર પશુ ખોટું નથી, પરંતુ તે પૂછે છે કે, પાપની ઈરછા મનુષ્યને નહિ હોવા છતાં ૫ણુ તેને તેમ કરવા બળાત્કારે કોણ પ્રેરે છે? તો આમ પાપમાં પ્રેરણ કરનારા નિયતિએ નિશ્ચિત કરેલા પ્રકૃતિના રજોગુણ વડે ઉત્પન્ન થયેલા ઘણા જ ખાઉધરા એટલે ગમે તેટલાં વિષયો મળે છતાં જેઓ કદી પણ ધરાતા નથી તેમ જ ગમે તેટલા વિષને ક્ષણમાત્રમાં સફાચટ કરી નાખનારા અને વળી પાછા જાણે વગર ખાધે મરવા પડ્યા ન હોય! એવા મહાશન કામ તથા ક્રોધ, આ બે જ મહાન પાપીઓ હોઈ તેને જ અને શત્રુ સમજે. તાત્પર્ય કે, પ્રકૃતિના રજોગુણમાંથી ઉત્પન્ન થયેલા કામ અને ક્રોધ એ બે જ સર્વના શત્રુઓ છે, એમ જાણુ, જેમ ધુમાડાથી અગ્નિ ઢંકાઈ જાય છે કિંવા અરીસો મેલ વડે ઢંકાઈ જાય અથવા ગર્ભને જેમ ઓr (પાતળી વયા જેવું કોથળી માફકનું વેષ્ટને ચારે બાજુએથી વિંટાયેલી હોય તેની અંદર ગર્ભ ઢંકાયેલ હોય છે, તેમ આ પ્રકૃતિના રજોગુણથી ઉપજેલા કામ અને ક્રોધ વડે સવગુણના ઉદયવાળું આત્મજ્ઞાન ઢાંકી દીધેલું છે. તાત્પર્ય એ કે, જ્ઞાન સ્વતઃસિદ્ધ હોવા છતાં જેમ અરીસાને મેલ વડે ઢાંકી દીધેલો હોય છે તેમ એ ત્રણે એટલે કામ ક્રોધાદિ શત્રુઓએ તેને અજ્ઞાનરૂપી પડળ વડે ઢાંકી દીધો છે. હે કૌતેય! ગમે તેટલું ઇંધન (લાકડાઓ) નાખવામાં આવે તે પણ જેમ અગ્નિ કદી પણ તૃપ્ત થતા નથી, પણ ઉલટો પ્રજ્વલિત બની તે સર્વને બાળીને ખાખ કરે છે, તેમ જ્ઞાનીઓને નિત્ય વૈરી એ આ કામરૂ૫ અમિ રાતદિન અનેકવિધ તૃષ્ણાઓનું હમેશ સેવન કરતો હોવા છતાં કદી પણ તપ્ત થતો નથી, આથી જ જ્ઞાન એ સ્વતઃસિદ્ધ હેવા છતાં પણ તેને આ કામે ઢાંકી દીધેલું છે.
इन्द्रियाणि मनो बुद्धिरस्याधिष्ठान मुख्यते । एतैविमोहयत्येष भानमावृत्य देहिनम् ॥ ४० ॥
આત્મપ્રાપ્તિ પ્રકૃતિને આધીન નથી ઇન્દ્રિયો (પાંચ કર્મેન્દ્રિો અને જ્ઞાનેન્દ્રિો, મન તથા બુદ્ધિ આના એટલે કામના અધિષ્ઠાન રૂપે છે. તે દ્વારા આ કામ શબ્દાદિ વિષેનું નિત્ય ચિંતન કરી દેહાધ્યાસ વધારતે રહે છે અને જ્ઞાનને ઢાંકી દઈ