________________
ગીતાહન] પ્રસિદ્ધ ઉદ્દાલકે (વિશ્વજિત યજ્ઞમાં) જાણવા છતાં બધું (અગ્ય દાન) દીવું; [રર૯ તેને વિષે બહુ” એવી ભાવના રાખે છે. હે વત્સ! જેમ તારો સ્વપ્નમાં દેહ લુપ્ત થયા છતાં તારી કાંઈ હાનિ થતી નથી, તેમ પ્રલયાદિમાં આ સમગ્ર દશ્યનો વિલય થવાથી તેની કોઈ હાનિ થતી નથી, સ્વપ્ન છે અથવા ન છે, તેની ઉત્પત્તિ થાય યા નાશ થાય, છતાં જેમ સ્વપ્ન જોનારને વાસ્તવિક તેની સાથે કિંચિત્માત્ર પણ સંબંધ હેત નથી તેમ આ મડેશ્વર જગતરહિત કેવળ એક ચૈતન્યરૂપ, નિવિકાર, નિઃસંગ, નિર્મળ તદ્દન શુદ્ધ, શાંત અને સર્વત્ર પરિપૂર્ણ એવો છે, તેણે પોતે પોતામાં જ આ જગતરૂ૫ ચિત્ર ભાસમાન કરેલું છે, આ ચૈતન્ય કિંવા આમા એ જગતની અંતિમ એવી મહાસત્તા છે.
વેદનું પ્રમાણ શા માટે માન્ય કરવું જોઈએ? જેમ સમુદ્ર વિના તરંગ અગર સૂર્ય વિના તેનું તેજ હોઈ શકે નહિ તેમ સંવિદ્રુપ આત્માથી જુદી એવી બીજી કોઈ સત્તા જગતને બિલકુલ નથી. સારાંશ એ કે, આ દર્યસૃષ્ટિ (વૃક્ષાંક ૩થી ૧૫ વ)ના આરંભ પૂર્વે ફક્ત એક શુદ્ધ ચૈતન્યસ્વરૂપ મહેશ્વર (વૃક્ષાંક ૧) જ હતા, તેના વડે જ આ ચરાચર જગત ઉત્પન્ન થતું ભાસે છે, તેનામાં જ રહે છે તથા છેવટે તેનામાં જ લયને પામે છે, એવો વેદને હેતુ છે. તેમાં શંકા કરવાનું કાંઈ પણ કારણ જ નથી; કેમકે જે બાબતે સ્કૂલ રીતે પ્રત્યક્ષ અનુભવમાં આવી શકે એવી ન હોય તે બાબતમાં તે આત્માને અપરોક્ષાનુભવ થતાં સુધી એક વેદને જ આધાર માન્ય કર્યા સિવાય છૂટકો જ નથી. કારણ કે તે કોઈને બનાવેલા નથી, પરંતુ અનાયાસે જ પ્રગટ થયેલા છે, સિવાય તેની આઘતાને માટે પણ શંકાને સ્થાન નથી,
વેદમાં જગત્પત્તિને કહેલ કમ વેદ કહે છે: આ દેવ જગતની ઉત્પત્તિ પહેલાં કેઈ પણ સાધન વિનાનો હેઈ તેણે જ આખું ભ્રમરૂ૫ જગતચિત્ર ભાયમાન કર્યું હોય એમ ભાસે છે, તે મહેશ્વર પૂર્ણ શુદ્ધ અને અત્યંત સ્વતંત્ર હોવાને લીધે તેણે પોતે પોતાના સ્વાત્મચેતન્યરૂપ ભીંત ઉપર આ અખિલ ચિત્ર પ્રકટ કર્યું છે, તેના સિવાય બીજા કોઈને આધાર વડે તે રહી શકે એ સંભવતું નથી; કારણે કે, તે ઈશ્વર સર્વવ્યાપી હોવાથી તેના વગર જગતને બીજું સ્થાન કિંવા આધાર જ કયાંથી હોય ? આમ આત્મા વ્યતિરિક્ત ઈલર કોઈ સ્થાનની જ સિદ્ધતા
જ્યાં થઈ શકતી નથી તે પછી તેના આધાર ઉપર રહેનાર આ દશ્યજાળરૂપ જગતની સ્થિતિની તો વાત જ કયાં રહી? આથી દર્પણમાંના પ્રતિબિંબ જેમ દર્પણથી ભિન્ન હેઈ શકતાં નથી કિંવા તેના આધાર વિના રહી શકતાં નથી તેમ આ જગત પણ ચૈતન્ય કિંવા આત્મસ્વરૂપ એવા મહેશ્વરના સ્વરૂપમાં અને તેના આધાર વડે જ પ્રકટ થયેલું હોઈ તેનાથી જરા પણ ભિન્ન નથી, એ જ મત સુસંગત છે. વિચાર કરીને જુએ કે, સંકલ્પબળ વડે તૈયાર કરવામાં આવતું મને રાજ્ય અથવા રવપ્નની સૃષ્ટિમાં અનેક છે, જડ પદાર્થો, પંચમહાભૂતો, સૂર્યચંદ્રાદિ ગ્રહો વગેરે પ્રત્યક્ષ પ્રકટ થઈ પ્રકાશી રહ્યાં હોય એમ દેખાય છે ખરું ને? તે સર્વે વાસ્તવિક રીતે તે મનમાંથી જ ઉત્પન્ન થાય છે, મનમાં જ રહે છે અને અંતે મનમાં જ વિલનને પામે છે, એ તો સર્વની જાણમાં જ છે. સારાંશ, આ સર્વ પદાર્થો જેમ મનમય હોય છે તેમ મહેશ્વરની પાસેથી આ જગતરૂપ દશ્ય કેવળ ચૈિતન્યસ્વરૂપ એવા મનમય થકી જ ઉત્પન્ન થાય છે, તેમાં જ રહે છે અને છેવટે તેમાં જ વિલયને પામે છે તથા તેમ થવા છતાં પણ તે કેવળ ચિંતન્યથી તદ્દન અભિન્ન એવું એકરસાત્મક જ હોય છે. આમ એ મહેશ્વર તો કેવળ ચિતન્ય કિંવા આત્મસ્વરૂપ જ છે, તે મર્યાદાન્ય તથા અમર્યાદથી પણ પર અને ચરાચરમાં પૂર્ણ વ્યાપક છે.
*શય અને શાસ્ત્રને ભેદ ઉપરના વિવેચનને ઉદ્દેશ એ છે કે, આજે શાસ્ત્રનું નામ આવે એટલે કેટલાક લેકે ગભરામણમાં પડે છે. પ્રચલિત વ્યવહારમાં શાસ્ત્ર શબ્દની એટલી બધી વ્યાપકતા થવા પામેલી છે કે, પોતપોતાના સ્વાર્થ
* વ્યવહારમાં તલવાર, ભાલા, વગેરેને શસ્ત્રો કહેવામાં આવે છે, તે આ નહિ. અહીં તો શયને અર્થ વણારંભની પ્રાથમિક સ્કૂલ ક્રિયા કિંવા આરંભનું કાર્ય છે, એમ સમજવું.