________________
૨૨૮ ]
» કરી લે વાગબયતઃ સર્વયે
રી |
[ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીવ અ૦ ૩/૩૫
શેષ રહેવા પામતું નથી એવું છે, છતાં પણ તે અવ્યક્ત અને જડ પદાર્થો વડે જ ઉત્પન્ન થાય છે, એમ જે કહેવામાં આવે તો પછી પ્રકાશ તથા અંધકાર કિંવા સત અને અસતનું એમ થયા પ્રમાણે પરરપર વિરોધાભાસ જેવું જણાશે. એક જ વસ્તુ કાળી છે અને કાળી નથી, એમ કદી પણ હેતું નથી. પ્રકાશ છે તે જ અંધારું છે એમ થવું ન્યાયસિદ્ધ નથી, તેથી આ મતનો અંગીકાર કરવો એટલે પરસ્પર વિરુદ્ધ ધમને એક જ વસ્તુ ઉપર આરોપ કરો એવો સંકર નામને દોષ આવશે.
અદષ્ટ વિષયના નિર્ણયમાં પ્રમાણ કર્યું ? ' જે ઈશ્વરેચ્છાદિ કારણે માન્ય કરીએ તે એવું થાય છે કે, માત્ર ઇચ્છાથી જ એટલે કે કર્મ સિવાય મૂળ પરમાણુઓમાં ગતિ શી રીતે થઈ શકે ? એવી શંકાને સ્થાન રહે છે; વળી ગુણોના સામ્યવાળ પ્રકૃતિથી જગત ઉત્પન્ન થયું છે, એમ કહીએ તો તે પણ સંભવતું નથી; કારણકે, પ્રકૃતિના ગુણેમાં વૈષમ્ય ઉત્પન્ન થવાનું કારણ તો પ્રથમ મળી આવવું જોઈએને? તેમ જ તેમાં સામ્ય થવાનાં કારણો પણ હોવાં જોઈએ; પરંતુ તેવું એક પણ કારણ મળી આવતું નથી. જે પ્રકૃતિને ચેતનનું અધિકાન છે એમ માનવામાં નહિ આવે તે આ જગતકાર્ય ઉત્પન્ન શી રીતે થાય ? એ પ્રમાણેની ઉત્પત્તિ થવાનો દાખલ કઈ પણ જગ્યાએ મળી આવતો નથી. સારાંશ એ કે, આ જગતકાર્યનું કારણુ કાંઈ પણ જડતું નથી, તેથી એવા અદષ્ટ વિષયમાં નિર્ણય કરવા માટે ફક્ત અપૌરુષેય એવા વેદોને જ આધાર લેવું જોઈએ* બીજું કોઈ પણ પ્રમાણ તેને માટે સુસંગત થતું નથી કેમકે તેમાં શંકાને સ્થાન રહે છે; માટે અપૌરુષેય એવા વેદ ઉપર આધાર રાખ્યા વગર બીજો કોઈ ઉપાય જ નથી; કારણકે, પ્રમાતા જે જીવે તે પોતે જ વાસ્તવિક રીતે અપૂર્ણ હોવાથી તેની પાસે પૂર્ણ એવા આત્મપદને માટે યોગ્ય એવું પ્રમાણ કયાંથી સંભવે છે એમ કહેવા કરતાં જેના આધારે પ્રમાણુની જ ઉત્પત્તિ સિદ્ધ થાય છે, તેવાં પ્રમાણો પૂર્ણ સ્વરૂપને ક્યાં પહોંચી શકે ? સિવાય વ્યવહારદષ્ટિએ વિચાર કરી સામાન્ય અનુમાનથી જોઈશું તો પણ કર્યા સિવાય કાર્ય થવાનું કોઈપણ જગાએ જણાતું નથી ? તેથી આ દશ્ય જગતનો કર્તા તો અવશ્ય કોઈ જ જોઈએ અને તે પગ ચેતન હોવો જોઈએ તેમ તેનું રચેલું આ જગતરૂપ કાર્ય અલૌકિક હોવાને લીધે તેને કર્તા પણ સાધારણ તે ન જ હાય ! એટલે તે પણ પતે અવશ્ય વિલક્ષણ અને અમર્યાદ શક્તિવાળો જ હોય, એમાં શંકાને સ્થાન નથી. આ પૂર્ણ સ્વરૂ૫ ઈશ્વરનું તત્ત્વ ઓળખવાને માટે માત્ર એક અપૌરુષેય એવા વેદોનું જ સર્વશ્રેષ્ઠ અને નિબંધ એવું પ્રમાણ છે.
જગત ઉત્પન્ન કરનાર કેશુ? વેદમાં કહેવામાં આવ્યું છે કે, સૃષ્ટિની પૂર્વે પૂર્ણ સ્વતંત્ર એ એક મહેશ્વર(વૃક્ષાંક ૧)જ હતા; તેની પાસે કોઈ પણ જાતની સામગ્રી નહિ હોવા છતાં તેણે પોતે પોતાના સ્વાતંત્ર્યના પ્રભાવ વડે પ્રથમ ઈશ્વરરૂપે બની સ્વસ્વરૂપભૂત પડદા ઉપર જગતરૂ૫ ચિત્ર પોતાના વિલાસને માટે પોતાનામાં જ ભાસમાન કરેલું છે. જેમ સ્વસમાં અથવા મનોરાજ્યમાં કોઈ મનુષ્ય પોતે પોતાની કલ્પના વડે પિતાને દેહ નિર્માણ કરી તેને જ “હું” એમ કહી તે વડે જ સર્વ વ્યવહાર કરે છે, તેમ આ ઈશ્વર આ ભૂલ ભાસતું જગતાદિ દશ્ય નિર્માણ કરી
જે વેદની અપૌરુષેયતા સંબંધમાં શ્રી કૃષ્ણ + જ વાફસુધા પ્રકાશન ૪, મહાકાળપુરુષ વર્ણન તથા દત્ત પરશુરામ પ્રકાશન ૫, પ્રકરણ ૭ જુએ.
+ મને રાજ્ય અથવા સ્વમ વખતે કઈ માણસ રાત્રે સૂતી વખતે મારે અમુક પ્રકારનું સ્વમ અનુભવવાનું છે, માટે પોતાની પાસે કોઈ પણ પ્રકારની સમાગીએ કિવા સાધને સાથે રાખીને નિદ્રા લેતે નથી છતાં પણ સ્વમમાં મનુષ્યાદિ અને સ્થાવર જંગમાદિ પ્રત્યક્ષ દષ્ટિગોચર થતું અનુભવવામાં આવે છે તે પ્રમાણે જ આ જગતની ઉત્પત્તિનું પણ સમજવું. જેમ જાગૃતિ થતાં સ્વમન કયાં વિલય થઈ જાય છે તે જણાતું નથી, તેમ મહાકલ્પ બાદ જગતની પણ એવી જ સ્થિતિ થાય છે અને આત્મસાક્ષાત્કાર થતાં આ જગતમ તદ્દન નષ્ટ થઈ જાય છે. જે જગૃત થયેલ હોય તેને સ્વપ્રશ્રમ છે કે નષ્ટ થયેલો હોય છે છતાં તે સમયે જેઓ નિદ્રામાં સ્વાવસ્થામાં હશે તેમને માટે તે તે સ્વપ્ન અને તેમાં ચાલતે સર્વ વ્યવહાર સત્ય જ લાગશે; તે પ્રમાણે તત્વવેત્તાની દષ્ટિએ જગતને બાધ થયેલ હોવા છતાં અજ્ઞાનીઓને તે તે સત્ય જ હોય એમ ભાસે છે.